પુસ્તક પરિચય : “સિધ્ધાર્થ”

Speaker:

Lata Hirani

March 26, 2023

March 26, 2023

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્ય જર્મન લેખક Hermann Hesse ની નવલકથા સિધ્ધાર્થ પર આધારિત હતું. પુસ્તક પરિચય આપનાર વક્તા હતા લતા હિરાણી .

નવલકથા સિદ્ધાર્થ માં ગૌતમ બુધ્ધની વાત નથી. વાર્તા નો નાયક બુધ્ધના સમાગમમાં આવે છે, તેટલું જ જોડાણ છે . ખૂબ જ અદ્દભૂત ગૂંથણી રસપ્રદ વિષય પર કરવામાં આવી છે. લેખકના નાના લાંબા સમય સુધી દક્ષિણ ભારતમાં રહ્યા હતા, દાદા ભારતીય તત્ત્વજ્ઞાન માં ઊંડો રસ ધરાવતા હતા, તેનાથી આર્કષાઇ ને લેખક ભારત આવ્યા , ભારતમાં ફર્યા, ભારતીય સંસ્કૃતિનો પરિચય કેળવ્યો, લોકોને મળ્યા તેના પરિણામ સ્વરૂપે સિધ્ધાર્થ નો જન્મ થયો. લતા બહેનના કરેલા વિવરણ થી નજરે બનાવો નિહાળતા હોઇએ તેવી અનુભૂતિ સર્વ એ અનુભવી.

કથા નાયક સિધ્ધાર્થ દેખાવડો , મોહક વ્યક્તિત્વ ધરાવતો યુવાન છે . બ્રાહ્મણ પરિવારના આધ્યાત્મિક વાતાવરણમાં માોટો થાય છે, પણ સુખી નહતો, સતત મૂંઝવણમાં રહે છે.

સુખ અને આનંદ જીવનમાં કેવી રીતે મેળવાય, તેનું ચિંતન કર્યા કરતો. એકવાર બુધ્ધ ના શ્રાવિકો નગરમાં આવે છે, તેમને મળી સંન્યાસ ગ્રહણ કરવાની ઇચ્છા જાગ્રત થાય છે. પિતાને પોતાનો નિર્ણય જણાવેછે, શરૂઆતમાં પિતા પરવાનગી નથી આપતા, પણતેમણે જોયું કે સિધ્ધાર્થ તેના નિર્ણયમાં અફર છે તેમની આજ્ઞા કે વિનંતી કાને ધરતો નથી ત્યારેસંન્યાસી થવાની રજા આપે છે . તેના મિત્ર ગોવિંદ, જે તેના પડછાયા જેવો છે તેની સાથે ગાઢ જંગલમાં જઈ તપ આદરે છે ત્રણવર્ષ ના દેહદમનનો અંતે પણ ક્યાંય શાંતિ કે સુખ જણાતા નથી , તેથી ગૌતમ બુધ્ધને મળી બોધ લેવાનું નક્કી કરે છે. મિત્ર ગોવિંદને પણ બુધ્ધના દર્શનની ઇચ્છા હતી. બુધ્ધ ની શાંત મુખમુદ્રા સિધ્ધાર્થ ને પ્રભાવિત કરે છે , પણ તેમના બોધમાં રસ નથી પડતો . મિત્ર ગોવિંદ બુધ્ધ ના અનુયાયી થઇ સંઘમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરે છે, પણ તેનું લક્ષ તો જુદું જ હતું.

બુધ્ધ સાથેના વાર્તાલાપમાં તેમનેજણાવે છે આપનો મુક્તિ નો સિધ્ધાંત એને ગળે ઉતરતો નથી , ઉપદેશ માટે માન છે ,કોઈના ઉપદેશ થી આપ પરમ તત્ત્વને પામ્યા નથી , તેમ તે પોતેપણ અંતરાત્માની ખોજ ને પરિણામે જ્ઞાન પ્રાપ્તિ ની ઇચ્છા ધરાવે છે. બુધ્ધ પણ તેને લક્ષપ્રાપ્તિ ના આશીર્વાદ આપે છે. બુધ્ધ થી છૂટા પડયા પછી જંગલ વટાવી નદી કિનારે આવે છે. નદી ને તેના આસપાસના પ્રદેશનું નયનરમ્ય દ્રશ્ય તેને આનંદ આપે છે અહીં. તેની જીવનને જોવાની દ્રષ્ટિ બદલાય છે. સામે કાંઠેના નગરમાં હોડી મારફતે જતા નાવિકની વાતો તેને વિચારતો કરી મૂકે છે . તેનો નદી એ શીખવેલ સંદેશ જે વસ્તુ જાય છે તે પાછી આવે છે તેમાં સામાન્ય માનવીના જ્ઞાનની ગહનતા અનુભવે છે.

નગરમાં પ્રવેશતા પાલખીમાં સુંદર સ્ત્રીને જોતા અંજાઇ જાય છે. તે સુંદરસ્ત્રી ગણિકા હતી. તેને મળવાની અદમ્ય ઇચ્છાથી સાધુત્વ છોડી સુંદર વસ્ત્રોમાં સજ્જ થઇ તેની પાસે જઇ તેને તેના ગુરુ બનવાની વિનંતી કરે છે. ગણિકા તેને રતિક્રીડા શીખવવા તૈયાર થાય છે, પણ મને તું ધન આપી શકશે? તેમ પૂછતા સિધ્ધાર્થ જણાવે છે, હું તો સાધુ હતો અકિંચન છું, પણ હું ચિંતન કરી શંકુ છું, પ્રતિક્ષા કરી શકુ છું ને અનશન કરી શકું છું . ગણિકા તેના જવાબથી પ્રભાવિત થઇ રતિક્રીડા ના પાઠ શીખવે છે. કાળક્રમે વાર્તા ના પ્રવાહમાં અનેક ઘટના ઘટે છે , જેમાં સિધ્ધાર્થ ધનિક બનેછે, જુગાર રમતા ને દારુનું સેવન કરતા શીખે છે . રતિક્રીડા માં પણ માહેર બને છે . જીવનમાં દરેક ક્ષેત્રે અતિ ના અંતિમ બિંદું સુધી પહોંચે છે, કમલા નો પ્રેમ પણ મેળવે છે , પણ તે super brilliant હોવાથી પ્રેમ પણ નથી કરી શકતો. તેથી કમલાના પ્રેમનો અસ્વીકાર કરે છે. કમલા બુધ્ધનેશરણે જાય છે .

હવે તેને આત્મ જ્ઞાન લાધે છે. સામાન્ય માનવી બની ને રહેવામાં જ જીવનનું સાચું સુખ છે. સામાન્ય માનવી જ પ્રેમ કરી શકે છે. હવે તે પોતાની જિંદગી થી ઉબાઈ ગયો, કમલા તેના પુત્ર ની માતા પણ બંને છે, પુત્રની ઉધ્ધતાઇ થી દુ:ખી થઇ પોતાની પહેલાની જિંદગી સામાન્ય માનવી તરીકેની યાદ આવતા પાછા પગલાં વાળે છે , તે વખતે તેને નાવિક વાસુદેવનું સ્મરણ થાય છે. તે વાસુદેવ પાસે પાછો વળી શેષ જિંદગી તેની સાથે વિતાવેછે.

કથા સારમાં એમ કહી શકાય કથા નાયક નેસામાન્ય માનવી ની મહત્તા સમજાય છે. પોતાનું જે જીવન છે તેમાંથી જ સુખ અને આનંદ મેળવી શકાય છે ,તે માટે સાધુ થઇ દેહદમન કે

અતિ ધનિકતા કે રતિક્રીડા ની ચરમસીમા થી સુખ કે આનંદ પ્રાપ્ત થતા નથી . આભાર લતા બહેન આ પુસ્તક પરિચય ને સુંદર ન્યાય આપવા બદલ. આભાર કોકિલા બહેન અનેપરિવારના સભ્યો ને આવા ઉમદા વક્તવ્યો ગોઠવવા બદલ.


About Speaker

Lata Hirani

Poet, Writer, Radio-Tv Artist
Learn More

Lata Hirani

Executive Committee Member – Gujarati Sahitya Parishad (2021…. Contd)
Executive Committee Member – Gujarat Sahitya Academy (2015-2019)
Column writing in Divya Bhaskar 2007 to 2022
Editor - www.kavyavishva.com
Total Published Books – 22

Awards (2 International + 6 National)
International – 1. ‘Sahitya Sarang’ Samman, Bali-Indonatia (International Hindi Sahitya Parishad)
2. ‘Maharaja Chakradhar Samman’ Milan-Italy (International Hindi Sahitya Parishad)

National Awards for my books – 1. ‘Dhankino Niradhar’ – National Literacy Mission 2 - ‘Ujasanu Pratham Kiran’ (3 Awards : from Gujarat Sahitya Academy, Gujarati Sahitya Parishad & Sakhi Shakti Award. 5. ‘kalagurjari Award’ for my Poem 6. ‘Sanskarbharti’ Award for my whole literary work