ગુજરાતી સાહિત્ય ફોરમ તેના પીંછામાં વિવિધ રંગો સમા વિષયો ના વક્તવ્યો ની રસલહાણ કરી સમાજ ને ઉત્તમ સંદેશ આપવા સતત પ્રયત્નશીલ છે, તેના ભાગરુપે આયોજીત વક્તવ્યના વક્તા એટલે તુષારભાઈ શુકલ . વ્યક્તિ ના સંબંધો પર અદ્દભૂત વક્તવ્ય એમણે આપ્યું. દાંમ્પત્ય જીવનને સ્પર્શતા ખૂબ જ નાજુક વિષય પર તેમના પ્રભાવશાળી વક્તવ્યથી શ્રોતાજન અભિભૂત થયા વગર રહી ન શકયા .
કંઈ કેટલાંય અટપટા પ્રશ્નોના ઉકેલ વક્તવ્યમાં થીઆપમેળે જ મળી ગયા.
દાંમ્પત્યના જીવન દરમ્યાન ઘણાં ઉતાર ચડાવ આવે. એકસરખા દિવસો તો ન જ રહે. લગ્ન પહેલાં ફિલ્મો ને નાટકો જોઈ દાંમ્પત્ય જીવનના રંગીન સપના મનમાં વસાવ્યા હોય, શરુઆતના દિવસો માં એવો પ્રેમ અનુભવાય પણ સમય જતાં કલ્પના ના। ઘોડા જમીન પર પગ માંડે એટલે વાસ્તવિકતા નો અનુભવ થાય. સતત એમ લાગે પહેલાં જેવું નથી. બદલાયેલા સંજોગો ને આધીન સ્વીકારવૃતિ નો સદંતર અભાવ નિરાશા ની ગર્તા માં ધકેલે છે. દાંમ્પત્યના 25 વર્ષ થાય એટલે સંબંધોમાં કટોકટી આવે. પરિવારના બાળકો , આડોશપાડોશના બાળકો પણ યુવાન થઈ લગ્ન સંબંધ માં ગોઠવાયા હોય , તેમનામાં સહન શક્તિનો અભાવ હોય, પડ્યું પાનું નિભાવી લેવાની વૃત્તિ નો તો સદંતર। અભાવ હોય, તેમની રોજિંદી ચણૃભણ વડીલોના કાને પડે, એટલે તેમને દુ:ખ થાય, પણ ચુપ રહેવું જ યોગ્ય માને. પતિ પત્ની વચ્ચેની સમજણનો અભાવ, ને હવે પહેલાં જેવો પ્રેમ રહ્યો નથી, એવું પણ અનુભવાય, અને આ કંટાળો ને અભાવ ક્યારેક છૂટા પડવા પણ પ્રેરે. દાંમ્પત્ય જીવનની આ કટોકટી વર્તમાન સમયનો મહત્વનો સામાજિક પ્રશ્ન છે.
દાંપત્ય જીવનના જવાબદારીપૂર્ણ સંબંધ ને પહેલે થી સમજવાનાં આવે, ખટરાગ થાય તો મૂળ સુધી જઈ ઉકેલ શોધવામાં આવે તો, લગ્ન નામની વ્યવસ્થા નું ગૌરવ સચવાય. વિખવાદ ને પકડી રાખવાથી કંશું જ હાંસલ થવાનું નથી. અહંમના ટકરાવમાં માત્ર એક પક્ષ મમત છોડે, તો સંબંધો સચવાય છે ને સુમેળભર્યા થાય છે.
આ સાવ સાદી વાત થઈ. સોક્રેટીસે મનોવિજ્ઞાન ના આધારે સુંદર વાત કરી છે . જ્યારે સંબંધ માં પ્રેમનો અભાવ અનુભવાય ત્યારે ,જૂના પ્રેમભર્યા દિવસો યાદ કરવાથી પ્રેમ ફરીથી જાગ્રત થાય છે.
લગ્ન વ્યવસ્થામાં એકબીજાનાં અસ્તિત્વ અને વ્યક્તિત્વનો સ્વીકાર એ સુખી લગ્નજીવન નો પાયો છે. બંને જણ નો ઉછેર જુદી જુદી કયારિયોમાં થયો છે, પુરુષ ની ક્યારી એ જ રહે છે, બીજી ક્યારીની છોડ રુપી કન્યા (સ્ત્રી) એ નવા ક્યારા રુપી માહોલમાં ગોઠવાવાનું છે, ત્યારે ઘરના તમામ સભ્યો નો સાથ જરુરી છે. બંને પક્ષે adjustment હોય તો લગ્નજીવન સુખી નીવડે છે. વર્તમાન યુગલો સમાનતા માં માને છે, અનુકુલનના પ્રશ્નો છે તેથી વિસંવાદિતા ઉદ્દભવે છે.
જ્યારે આપણાં ઘરના દાદા દાદીના લગ્ન સંબંધો પર નજર નાખતા જણાય છે કે તેઓ સંવાદિતા સાધી શકયા છે. બંને વચ્ચે વાતચીત નું પ્રમાણ નહીંવત હોય છે, પણ સાથ ભર્યો ભર્યો હોય છે . નિવૃત જીવન જીવતા વડીલો એકબીજાના સહારે જીવે છે, થોડા સમયની ગેરહાજરી પણ સહન કરી શકતા નથી. તેમણે સંબંધની ગૂંથણી કરી જાણી છે. વર્તમાન યુગલો મકાન બાંધે છે પણ માળા જેવા ઘર બનાવીશકતાનથી તેમાં મુખ્યત્વે સમજણ નોઅભાવ નેસામસામા અહંમના ટકરાવ ને કારણે મકાન ક્યારેય ઘર બનતું જ નથી. કંઈક તો અણગમતું હોય જ તેને નિભાવી લેવું, એકબીજાંને space આપવી તેને જ કહેવાય સફળ દાંમ્પત્ય. વસંત વીતી ગઈ છે, પણ પાનખરમાં પણ પ્રેમાળ સંબંધ સચવાયેલો છે, માળા જેમ ગુંથાયેલો સંબંધ વાસ્તવિકતા સાથે તાલ મિલાવી શકે છે.
માટે જ પાનખર એ વસંતનો પાસપોર્ટ છે .
ખરેખર તુષાર ભાઈ આપે વર્તમાન સામાજિક પ્રશ્નો પર ખૂબ જ સુંદર રીતે પ્રકાશ ફેંક્યો. આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી આપના વક્તવ્યનો લાભ મળે તેવી આશા સહ.
ખૂબ ખૂબ આભાર કોકિલા બહેન અને પરીવારના સભ્યો નો
Tushar Shukla, a renowned Gujarati poet, has a background in Literature and Linguistic Science. He began his career at All India Radio as an announcer and later retired as the director of AIR Rajkot. After retiring, he dedicated himself to serving literature and his mother tongue, Gujarati. He has authored around 30 books, with a majority of them containing his poems and solutions to family problems. He also gives talks on married life and child upbringing.
Shukla's poems have been sung by well-known singers, and the famous music duo Shyamal-Saumil even created a special CD featuring singers like Kavita Krishnamurti and Rupkumar Rathod lending their voices to his poems. He has also written songs and dialogues for TV programs and Gujarati films. The government of Gujarat has honored him with the 'Best Lyricist' award on three occasions, and his poems have been included in the textbooks of Gujarat and Maharashtra.
In addition to his writing contributions in radio, theatre, TV, and films, Shukla is a columnist for Gujarat Samachar and Divya Bhaskar newspapers. He has received the 'Gauravvanta Gujarati' award from Divya Bhaskar newspaper and Chitraklekha magazine. He was also recognized as the 'Times Person of the Year' and received the TIMA award for his portrayal of sensitivity and respect towards women in his poems. He has been honored with the 'Gujarat Ratna Award' and was recently listed as one of the 500 influential Gujaratis by Feelings magazine.
Shukla teaches journalism at Gujarat University and the R J training center of L J College. He also provides training at the regional training center of All India Radio. Additionally, he has appeared as a guest artist in films like Be Yaar, Shubharambh, Vtamin C, and Loveni Bhavai. He has also worked as a model in an advertisement for the HOF company.
Tushar Shukla has made significant contributions to various forms of media and has received recognition and honors from numerous social groups.