ગુજરાતી સાહિત્ય ફોરમ તેના નિતનવા વિષયો ના વક્તવ્ય સંદર્ભે વૈશ્વિક યોગ દિવસની મહ્ત્તા ને ધ્યાનમાં રાખી અષ્ટાંગ યોગ પર વક્તવ્ય આયોજીત કર્યું. વક્તા હતા ભૂતપૂર્વ એડિશનલ જિલ્લા કલેક્ટર ઉમેશ વ્યાસ. યોગ વિષે ની ગેરસમજ ને દૂર કરતું સુંદર વક્તવ્ય તેમણે આપ્યું.
અષ્ટાંગ યોગ એટલે શરીરના આઠ અંગ નો ઉપયોગ કરી કરવામાં આવતી સાધના. આપણી રોજિંદી જીવન શૈલી ને વધારે સારી અને આનંદપ્રદ બનાવવી હોય તો યોગ ને જીવનમાં વણી લેવું જોઈએ. રોજબરોજ ના તણાવમાંથી યોગ સાધના મુક્તિ અપાવે છે. મોટેભાગે યોગ એટલે આસન અને પ્રાણાયામ તેવી માન્યતા પ્રર્વતેછે પણ યોગ એટલે બે વસ્તુ ને ભેગી કરવાની બાબત છે. શરીર અને મન ચેતના અને આત્મા . આસનને પ્રાણાયામ થી શરીરમાં ઉર્જા નો સંચારથાય છે મનની એકાગ્રતા સાથે સતત શરીરમાં ફરતી રહે છે તેને યોગ કહેવાય . જ્યારે વૈશ્વિક ઉર્જા ને આપણી ઉર્જા સાથે જોડવામાં સફળ થઈએ તેને યોગસાધના કહેવાય.
શિવ ની વિવિધ મુદ્રા ઓ માંથી આજથી 20,000 વર્ષ પહેલાં આસનનો જન્મ થયો તેવી માન્યતા છે. શરીર અને મનને સ્વસ્થ અને આનંદમાં રાખે તેવા આસન એટલે યોગાસન . શિવે શિખવાડેલા આસન આજના યુગમાં વરદાન સમાન સાબિત થયા છે.
અષ્ટાંગ યોગમાં આઠ અંગ અગત્યના છે.ક્રમશ સ્વંયમને પામવાના આઠ ક્રમબદ્ધ સોપાન યમ, નિયમ, આસનો, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણાં, ધ્યાન, સમાધિ
દરેક અંગ વિષે સરળ ભાષામાં ઉમેશભાઈએ સમજ આપી જે હ્રદય સોંસરવી ઉતારી ગઈ યમ માંસામાજિક શિસ્ત, અહિંસા સત્ય, અસ્તે, ભોગ જેવી બાબતો નો સમાવેશ કરેલો છે. નિયમમાં સ્વ શિસ્ત, સ્વચ્છતા,સંતોષ, કૃષ્ણવત્ જીવવાની વાત આવરી લીધી છે. આસન એટલે physical exercise ખરી પણ તેમાં શરીરને મન સાથે જોડવાથી ધીરે ધીરે પ્રાણશક્તિ ઉત્તપન્ન થાય . શરીરના આંતરિક અવયવો ને પણ કસરત મળે તેથી પાચન શક્તિ સારી થાય અને ઉત્સર્ગતંત્ર પણ કાર્યશીલ રહે છે. પ્રાણાયામ અને શ્વસન જુદા છે શ્વસનમાં ઘર્ષણ થાય છે પણ રોજિંદા જીવનમાં પ્રાણાયામ અપનાવવાથી શરીરને નીરોગી રાખે છે . નીરોગી શરીરઆસાનીથી મન સાથે જોડાય છે , જેનાથી ચેતનાનો સંચાર શરીરમાં વિદ્યુત ગતિએ ફરી વળે છે.
પ્રત્યાહાર પાંચ ઇન્દ્રિયો પરના કાબૂ પર ધ્યાન આપવાનું સૂચન કરે છે. મન પર કાબૂ મેળવી એકાગ્રતા આવવાથી ધારણા નો ઉદ્દભવ થાય છે . જેમ જેમ મનની એકાગ્રતા નો સમય લંબાય તે મ તેમ ધ્યાન ની અવસ્થા માં શરીર આવે ને અંતિમ કઠિન સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય.
અષ્ટાંગ યોગ થી આપણી આંતરિક શક્તિ activate થાય છે. યૌગિક થિયેરી ની આજથી પાંચ હજાર વર્ષ પહેલાં જે પધ્ધતિ હતી તે આજે પણ છે . એજ આસનો છે દરરોજ જીવનશૈલી માં આસન કરો તો એક એક કોષમાં ઉર્જા જાગ્રત થાય છે જેનાથી આનંદ ઉત્તપન્ન થાય છે . જીવનનું આનંદમય યોગાસનથી બનતા મન શાંત થાય છે , નકારાત્મક વિચારો દૂર થવાની હકારાત્મકતા આવે છે માટે જ કહેવું યથાર્થ છે. યોગાસન જીવનને આનંદપ્રદ બનાવે છે.
વાહ! આપે ઉમેશ ભાઈ તણાવ મુક્ત જીવનશૈલીની સુંદર ચાવી યોગાસન ની માહિતી પ્રદાન કરી આપના વક્તવ્ય દ્વારા આપી . આપનો ખૂબ ખૂબ આભાર
તદુંરસ્ત જીવનશૈલી ને આધારિત વક્તવ્ય યોજવા બદલ કોકિલાબહેન અને પરિવારના સભ્યો નો ખૂબ ખૂબ આભાર
After serving under Gujarat Administrative Service for last 31 years, he retired as Additional District Magistrate in 2021. M.Sc. After obtaining a post-graduate degree in Electronics, Umesh Vyas has passed the Civil Service Examination and has rendered services in various departments of the Government of Gujarat such as Revenue, Panchayat, Rural Housing and Industry.
Umesh Vyas, who has a power pilot license in the field of aviation, has been leading the way in Himalayan trekking, nature and wildlife photography, sky viewing, bird watching and botany. He continues to compose poems and songs for pleasure. His unquenchable affection for aquatic creatures has trained him in the advanced method of scuba diving. He is currently studying light vocal music and keyboard playing. Yoga sadhana, cycling and swimming are his routine.
After retiring from government service, Umesh Vyas received training in teaching Ashtanga-Hatha Yoga Sadhana under Rishikesh Jai Yoga-Pranayama-Dhyana. Under which they are currently imparting education with the help of online-offline seminars and workshops of Ashtanga and Hatha Yoga.
In particular, Umesh Vyas and Manu's couple are doing great work under the auspices of Shri Sarvaniketan Trust to increase the prevalence of Gir cow's milk and organic food.