આપ સૌ જાણો છો ‘ ગુજરાતી સાહિત્ય ફોરમ’ તેના દર રવિવારે યોજાતા કાર્યક્રમમાં વિવિધ તેમજ અવનવા વિષયો ની જાણીતા વક્તા દ્વારા રસલહાણ કરાવે છે. આ વખતે એવી વ્યક્તિ ની ઓળખ કરાવી જે આખા વિશ્વ સમુદાય માટે પ્રેરણા સ્ત્રોત છે ને એ ખાસ વ્યક્તિ છે કેતકી જાની . તેમના જીવનનો ધ્યેય ઉંદરી એટલે અંગ્રેજી માં એલોપેશિયા તરીકે જાણીતો છે તે રોગ બાબતે જાગૃતિ લાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. વાળવિહીન વ્યક્તિ સમાજમાં ગૌરવભેર જીવી શકે તે માટે કેતકી બહેન પોતે આ રોગ નો ભોગ બન્યા છતાં એમણે વાળવિહીનતાને ખુલ્લો આમ સ્વીકારી સમાજને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
માત્ર ચાલીસ વર્ષ ની ઉંમરે કેતકીબહેનને રોગના લક્ષણો દેખાવાની શરુઆત થઈ. લોકો ઉપચાર બતાવવા લાગ્યા . બધાં જ ઉપચાર અજમાવ્યા આર્યુવેદિક, હોમિયોપેથિક ને એલોપેથી , પણ પરિણામ શૂન્ય. ઘરના સભ્યો પણ ચિંતા , મૂંઝવણ અનુભવવા લાગ્યા, છ થી આઠ મહિનામાં તો ભયંકર સત્ય આંખ સામે હતું, સંપૂર્ણ વાળવિહીનતા. કઠોર સત્ય ને પચાવવાની માનસિકતા હજી કેતકી બહેનમાં કેળવાઈ ન હતી. લગભગ પાંચ વર્ષ ઊંડા આઘાતમાં ( depression) તેઓ સરી પડયા નબળી માનસિકતા ની એ સ્થિતિ માં આત્મહત્યાનો પ્રયત્ન કર્યો પણ માતૃત્વ એમાંથીબહાર ખેંચી લાવવામાં સફળ થયું.પાંચ વર્ષના માનસિક અંધારપટમાંથી હકારાત્મક પ્રકાશમાં પ્રવેશનું કારણ વહાલસોયા બાળકો હતા. ઈશ્વરે તેમના જીવનનો રાહ નક્કી કરી લીધો હતો,તો ઇશ્વરીય રુપ સમા તેમનાબાળકો માધ્યમ બન્યા.
જીંદગીની સફરનો નવો તબ્બકો શરુ થયો.કેતકી બહેને પોતાની વાળવિહીનતા ની ઓળખ સાથે સમાજ સમક્ષ ભરપૂર આત્મવિશ્વાસ સાથે રજૂ થયા.લોકોની નિંદાની પરવા કર્યા વગર માત્ર પોતાની જાતે ઊંચાઈ પર પહોંચવાનું લક્ષ ધ્યાનમાં રાખી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સૌંદર્યસ્પર્ધા માં ભાગ લીધો ને વિજયી પણ નીવડ્યા. દેશની સર્વપ્રથમ વાળવિહીન મોડેલ અને રેમ્પ પર વોક કરનારી વ્યક્તિ એટલે કેતકી જાની .સૌથી ઐતિહાસિક પળ કેતકીબહેન માટે હતી Mrs Universe સ્પર્ધામાં ભાગ લઈ પૂર્ણ આત્મવિશ્વાસ સાથે Ramp walk કર્યું તે હતી. વૈશ્વિક ફલક પર પહેલી વાળવિહીન મોડેલ નો શ્રેય તેમને ભાગે જાય છે. વિશ્વ ને સંદેશ આપ્યો કે અમે પણ તમારા જેવા સામાન્ય લોકો જ છીએ. અમે શા માટે તમારી મજાકનું કેન્દ્ર બનીએ. અમારા રોગ વિષે જાણ્યા વગર અફવા નહીં ફેલાવવાની વિનંતી કરી.
ઉંદરી રોગ વિશે માહિતી આપતા જણાવ્યું કે હજી સુધી કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી પણ તેને autonomous disorder કહી શકાય. આ રોગ ના દર્દી ને માનસિક પીઠબળ ની જરુર હોય છે. કુટુંબ અને સમાજ તરફથી જાકારો મળતા ઉપેક્ષા સહન કરવાની માનસિક તાકાત રહેતી નહોવાથી આપઘાત, છૂટાછેડા તરફ વ્યક્તિ વળે છે. વળી કુંવારી કન્યા ના લગ્નની આશા પણ નહીંવત હોય છે. કેતકી બહેન આવી વ્યક્તિ ને સારું માર્ગદશર્ન પૂરું પાડે છે.
તેમણે સાહિત્ય ફોરમના મંચ પરથી સૌને અપીલ કરી કે ઉંદરી કે વાળવિહીન વ્યક્તિ સર્વ સામાન્ય બનાવવા માટે તમારું યોગદાન આપો. તેમણે ઉંદરી થી થતા ટાલિયાપણા માટે જાગૃતિ લાવવા માટે શરુ કરેલા અભિયાનમાં સહકાર આપો. અમને તમારી મદદની જરુર છે.
અંતે તેમણે જણાવ્યું કે ઉંદરી નો રોગ ત્રણ પ્રકારનો હોય છે. આ રોગ disorder થી થાય છે પણ disorder શાને લીધે થાય છે, તેનું કારણ જાણી શકાયું નથી .વ્યક્તિ એ હકારાત્મક વલણ અપનાવી હિંમતથી જીવવાની જરુર છે, એ હિંમત, support આપ સૌની પાસેથી ને વહીવટી તંત્ર સરકાર પાસેથી મળે તેવી અપેક્ષા સાથે વાત ને વિરામ આપ્યો.
ખૂબ જ પ્રેરણાદાયી વક્તવ્ય કેતકી બહેન. આપનો ખૂબ ખૂબ આભાર
કોકિલા બહેન અને પરિવારના સભ્યો નોખૂબ ખૂબ આભાર.
I, ketaki jani, was born in Ahmedabad, in traditional Brahmin family. Did schooling in mother tongue Gujarati & finished MA, B.ed.
For good opportunity shifted to Pune in 1997. Blessed with daughter in 1994 & our family was completed with son in 1998.
It was blissful life with family & job till May 2010. Suddenly my world was shattered with fast loosing of hairs. Devastated with the word ALOPECIA. This was diseases where hairs are lost & only temporary medicine was steroids. It was giving hairs back but with lot of weights & dangerous side effects. More painful was to face society who was throwing arrows of questions: is it cancer?
In short, moving out of home was almost impossible. Heard murmuring that some lady committed suicide with loss of hairs. People in grab of sympathy were pitying me: kaise jiyegi bichari?
One fine morning, i decided not to die daily. I Boldly started moving without any scarf or wig. And society was silenced with awe...
In Mrs. India worldwide competition my participating was just for fun. I was ready to return back empty handed from Mumbai round. Even here too few participation were looking at me with disbelief. But judges on panel were very positive. I had great round at Dubai with bundle of experience n great hopes. final at Delhi, i simply had awesome time n express. Most memorable comment from seasoned actress n an icon called Zeenat Aman who said : let crown be worn by anyone but for me you are the winner. You have your own crown which always remains on your head.
I achieved, MRS. INSPIRATION. Then Participate in lots of Beauty Paegent n end up this success chapter with participate in MRS. UNIVERSE 2018 which held in PHILLIPINES ( December 2018 )n grab MRS. UNIVERSE CONFIDENT People whom I love the most are my two children, two dogs & positivity. I will continue working for Alopecia patient to make their life worth living with grace.
First Aelopecian surviver & Model in India.
Titles in various Beauty Pageant :
• Mrs. Inspiration - Mrs. India worldwide
• Mrs. Popular - Mrs. Pune
• Mrs. Popular - Miss & Mrs. Pune International
• Mrs. People's Choice in Mrs. India - She is India
• Mrs. Universe Women of Confident 2018 - MRS. UNIVERSE @Cebu, Philippines
I have earned many awards.
* Column writer in gujarati newspaper Mumbai samachar
MOST IMPORTANT: A novel called " AGNIJA "(Daughter of Fire) is written on my struggle n life. It has been published in Gujarati n coming soon in Hindi. It is written by veteran author and journalist Shri. Praful Shah.