ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા મોહન ગાંધી, તેમણે એલોપથી ને આયુર્વેદ ની દવા વિષેની વિસ્તૃત માહિતી તેમના વક્તવ્ય દ્વારા પ્રદાન કરી.
લગભગ 5000 વર્ષ પહેલાં આયુર્વેદ દવાનું સંશોધન આપણાં દેશ ભારતનાં મહાન ઋષિ સુશ્રુત અને ચરક દ્વારા કરવામાં આવ્યું હતું . સુશ્રુત સંહિતા માં સર્જરી ને તેમાં વપરાતા સાધનોનો ઉલ્લેખ છે.ચરકના ગ્રંથમાં રોગની સારવાર અર્થે અપાતી દવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આયુર્વેદ ની દવા વિવિધ પ્રકારની વનસ્પતિ, ઝાડની છાલમાંથી બનાવવામાં આવે છે . આપણાં ગ્રંથો કાળક્મે દુનિયાનાં દેશોમાં પ્રચલિત થયાં ને તેના પરથી synthetically medicine લેબોરેટરીમાં બનાવવામાં આવી. સૌ પ્રથમ પ્રાણીઓ પર તે દવાના અખતરા થયા પછી સંશોધનની સફળતાને આધારે એલોપથી દવા બનાવવાની શરુઆત થઇ. આમ ચરક સંહિતા ના જ્ઞાન વડે એલોપથી દવા શોધાઇ એમ કહી શકાય .
જોતજોતામાં એલોપથીનું સામ્રાજ્ય વિસ્તરતું ગયું. દુનિયાના મોટાભાગના દેશોમાં તેના પર અનેક સંશોધનો કરી દરેક રોગની દવા ઉપલબ્ધ થઇ. લોહી ના પરીક્ષણ થી નિદાન ની પ્રક્રિયા પણ સરળ થઇ તેથી ઉપચાર વડે અસાધ્ય રોગને નાથી શકાયા . વેક્સિન થી બાળમરણ નું પ્રમાણ નહીંવત થયું. શીતળા, પોલિયો જેવા રોગો નાબૂદ થયા. ઓછા સમયમાં રોગી રોગમુક્ત થાય છે . એલોપથી ની side effect છે પણ તેની સાથે સાથે ફાયદા છે તેથી મોટાભાગનો વર્ગ એલોપથી સારવારમાં માને છે. શસ્ત્રક્રિયા જરુરી હોય એવા રોગોમાં આયુર્વેદ કારગત નથી તેથી એલોપથી સર્વમાન્ય બની છે. એલોપથી માં ઘણાં રોગોમાં antibiotic દવાનો ઉપયોગ પણ થવા માંડ્યો છે જે ત્વરિત પરિણામ લાવી રોગને દાબી દે છે. તેની side effect ની પણ જાણકારી હોય છે તેથી તેની અસર ઓછી કરવાની પણ દવા આપવામાં આવે છે. દરેક ને સમાન અસર નથી થતી શરીરની કાર્યક્ષમતા પ્રમાણે અસર થાય છે. એલોપથી દવામાં Expire date હોય છે તેની પહેલાં જ ઉપયોગ કરવો જરુરી છે , નહીં તો ગંભીર પરિણામ આવવાની શક્યતા હોય છે. કેટલાંક રોગોમાં lifetime દવા લેવી જરુરી હોય છે ડોક્ટરની સલાહ પ્રમાણે લેવી જરુરી હોય છે.
આયુર્વેદ ની દવા લાંબા ગાળે અસર કરે છે, પણ રોગને મૂળમાંથી મટાડે છે. આયુર્વેદ નું જ્ઞાન 5000 વર્ષ જૂનું છે જેની પ્રાપ્તિ સમુદ્ર મંથન વખતે ભગવાન ધનવંતરી દ્વારા આપણને મળી તેવો ઉલ્લેખ સુશ્રુત સંહિતામાં જણાવેલો છે. પુરાણ કાળમાં શસ્ત્રક્રિયા પણ થતી હતી, ગણેશ નું રુપ એ બાબતની સાક્ષી પૂરે છે એમ કહી શકાય .
આપણાં શરીરની રચના , તેના અવયવો ને શરીરની પ્રકૃતિ પ્રમાણે આયુર્વેદમાં સારવાર અપાય છે. આપણાં પંચતત્વમાંથી બનેલાં શરીરમાં ત્રણ સુસુપ્ત શક્તિ છે , વાત, પિત્ત ને કફ . ત્રણેનું ચોક્કસ પ્રમાણ હોય છે, તેનું સંતુલન ખોરવાય ત્યારે માંદગી આવે છે. વૈદ નાડી જોઇ તેની દવા આપેછે. ચરક સંહિતામાં 300 Medicinal plants નો ઉલ્લેખ છે. આયુર્વેદ holistic, fairness, wellness ને આધાર પર રચાયેલું શાસ્ત્ર છે. આયુર્વેદ તંદુરસ્તી બક્ષે છે. આયુર્વેદને spiritually સાથે જોડવામાં આવે છે. મનની અવસ્થા સાથે શરીરની અવસ્થા જોડાયેલી છે તેથી મન ને આત્માની ભાવના ની શુધ્ધતા શરીરને નિરોગી રાખે છે એ વિજ્ઞાન પર આયુર્વેદ આધારિત છે. મન તંદુરસ્ત તો શરીર તંદુરસ્ત .
શરીરની તંદુરસ્તી માટે સાત્વિક ખોરાક, સાંજના ભોજન બાદ 12 કલાકના સમય દરમ્યાન કંઇપણ ન ખાવું, જેથી શરીરના ઝેરી તત્વોની નિકાલ પ્રક્રિયા માં ખલેલ ન પડે. મનની કસરત પ્રાણાયમ , ધ્યાન યોગ કરવા જરુરી સાથે શરીરની કસરત ચાલવું , દોડવું, શરીરને નિરોગી રાખેછે. શરીરની immunity system develop કરેછે, એ આયુર્વેદ નો સૌથી મોટો ફાયદો છે. આપણાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધવાથી બિમારી આવતી નથી , આપણાં white cell સૈનિક જેવું કામ કરે છે , રોગના જીવાણું ને મારી આપણને તંદુરસ્ત રાખે છે. શરુઆતમાં આપણે આયુર્વેદ ની દવાનો જ ઉપયોગ કરતા હતા પછી એલોપથી નું વર્ચસ્વ વધવાથી આપણે તે તરફ વળ્યા.
એલોપથી રોગને દાબે ને આયુર્વેદ તેનો જડમૂળથી નાશ કરે તે બે વચ્ચેનો સૌથી મોટો તફાવત છે . આજે ઘણો મોટો વર્ગ આયુર્વેદ પર પાછો વળ્યો છે. ભારતમાં લગભગ આઠ લાખ આયુર્વેદ ડોકટર છે. વિદેશમાં પણ તેનું ચલણ વધી રહ્યું છે. આજે વિદેશમાં તેની દવા ઉપલબ્ધ છે. પહેલું સુખ તે જાતે નર્યા , આયુર્વેદ ના નિયમો પાળવાથી તંદુરસ્ત જીવન જીવી શકાય છે.
આપનો ખૂબ ખૂબ આભાર મોહનભાઇ માહિતીલક્ષી વક્તવ્ય બદલ.
કોકિલા બહેન ને તેમના પરિવારનો ખૂબ ખૂબ આભાર.
—- સ્વાતિ દેસાઇ
Education : (i) M.Pharm (Master of Pharmacy) (ii) Master of Science in Value Education & Spirituality (Annamalai University)
Job Experience : (a) (i) Manufacturing of Allopathy Medicines. (ii) Project Management. (iii) Operational Management. (b) (i) Worked at College of as lecturer. (ii) At Cyanamid India Ltd. (lederle American Division) (iii) Torrent Pharmaceuticals Ltd. Worked at Ahmedabad, Sikkim, Chandigadh. (iv) Highest Position : Executive Director Technical. (v) Total Worked 47 years.
Country visited for project: U.S.A., U.K, Canada, Italy, Copenhagen, South Africa, Moscow, Milan etc.
Award : Pioneer of the year 2003 at Torrent Pharmaceuticals Ltd.
Other activity : Student of Brahmakumari since last 25 years. (Spirituality)