અખાભગતની કવિતાઓ

Speaker:

Kirtida Shah

April 18, 2021

April 18, 2021

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Let's listen in Shri Kirtida Shah word and voice.








Summary

માનનીય કોકિલા બેન

તા-18-4 -2021 ના 'ગુજરાત સાહિત્ય ફોરમ ' આયોજીત ' અખા ભગત 'ની કવિતા નુ આયોજન કરવામાં આવ્યું તે બદલ ખુબ ખુબ આભાર. ડો. કિતૅદા. શાહ. નું વકતવ્ય ખૂબ જ સુંદર રહયું. તેમની વાત કરવાની શૈલી અને શ્રોતાઓ પરનો પકડ એટલી મજબૂત હતી કે આંખ નો પલકારો મારીએ તો પણ ચૂકી જવાય તેવું અદ્ભુત વકતવ્ય હતું. અખા ભગત ના જીવન નું પાસું રજૂ કરતાં વકતવ્ય માં તેમના વ્યક્તિત્વ અને કવિતાઓ ને જીવંત કરી દીધી. અખા ભગત 17 મી સદી માં થઇ ગયા. તેમણે જીવન જીવવા ની ચાવી આપી છે. તેમના વિચારો માં હંમેશા એક વાત રહેતી હું કોણ છું ને કયાં થી આવ્યો છું ઇ.સ. 1150 થી 1850 દરમ્યાન જે તે કવિ ઓ દ્વારા કવિતા લખાઈ તેનું એક જ લક્ષ હતું હું મારી જાતનો પરિચય કરું ને મને ભૂલી જાઉં. આજ વાત અખા એ કરી છે, જે અખા ના છપ્પા તરીકે જાણીતા થયા. તે વખતની ગુજરાતી ભાષા થોડી સમજવી અઘરી પણ કિર્તિલાદેને જે સુંદર અનુવાદ કર્યો તે અદ્ભુત છે.

અખા એ કૈવલ્ય ની સમજ આપી. અખો બ્રહ્મ કૈવલ્ય ની ભક્તિ કરવા કહે છે. તે પ્રથમ ત્રિગણપતિ ને નમવા કહે છે. ત્રિ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ને ગણપતિ એટલે સમગ્ર બ્રહ્મ સમજવું અઘરું પણ દષ્ટાત લાજવાબ હતું ,સીધું સોંસરવુ ઉતરે.

બીજી વાત માયાની કરી માયા ના દષ્ટાત માં ઘેટું- પાલક- ખાટકી કડી દશૉવી .અખા ભગત અઘરા કવિ પણ દષ્ટાત દ્વારા અઘરી વાત સરળ બનાવે. માંકડું-- મદારી મદારી દોરી સંચાર કરે તેમ માંકડું વર્તે તેમ માયા જીવન નો દોરીસચાંર કરે. કરોળિયા ને જીવડાં.

કરોળિયો લાળ ના તાંતણા માં જાળા રચી જીવડાં ને ફસાવે તેમ જીવન માં માયા ના તાંતણા રચાતા રહે છે. આમ સંસાર માયા પર રચાયેલો છે.

કિર્તિદાદા બેને મંત્રમુગ્ધ કરી દીધા.

સંસાર ની માયામાં થી મુકિત મેળવવા હરિ નો સત્સંગ ગુરુ ના માધ્યમ દ્વારા કરી પરબ્રહ્મ ને પામી શકાય છે તે વાત પર અખો ભાર મૂકે છે. વળી લાકડું-- અગિન ઉધઈ-- લાકડું ના દષ્ટાત માં લાકડું પોતાનું લાકડુંત્વ છોડે છે તેમ પોતાપણું છોડી (અહમ) પ્રભુ ની આરાધના કરવાથી માયા પાછી વળે છે. માછલી નું તો એનાથી પણ સુંદર દષ્ટાત. બધા દષ્ટાત કવિતા દ્વારા પણ સમજવા મુશ્કેલ તેથી અહીં કિર્તિદાદા બેને જે સરળ અનુવાદ દ્વારા સમજાવ્યું તે જ દશૉનવા પ્રયત્ન કર્યો છે. માછલી ના રૂંવે રૂંવે પાણી ની પોકાર છે , આતુરતા છે તેમ ચૈતન્ય ના મેળાપ માટે તેવી આતુરતા અવશ્યક છે. હરિ ના દાસ મીરા, નરસિંહ મહેતા ના સત્સંગ કરવાથી જીવન સાફલ્રય પ્રાપ્ત થાય છે. ઇશ્વરે જ સર્જેલી પ્રાણી સૃષ્ટિ ના માધ્યમ થી અખા એ બ્રહ્મ જ્ઞાન મેળવવાની અદ્ભુત વાત કરી છે.

નાગ, ઉંદર મગરના ઉદાહરણ આપી સંસાર ના પહાડ ને નોંધવાની વાત, એટલે જીવન ની મુશ્કેલી માં થી કેવી રીતે રસ્તો મેળવવો.

અખા એ એ જમાનામાં સાપેક્ષતા- relativity સમજાવી.

દિવો- ચંદ્ર-- સૂરજ-- મહા અગ્નિ સવૅ પ્રકાશ ના સ્વરૂપ તેનું જે સંચાલન કરે છે તે જ ઇશ્વર. ખરેખર અદ્ભુત દષ્ટાત દ્વારા જીવ, ઇશ્વર, માયા કૈવલ્ય ને બ્રહ્મ ને તો અખો જ સમજાવી શકે. કૂંજડી જોજનો દૂર થી માત્ર દષ્ટિ વડે ઇંડા સેવે છે તેમ હરિદાસની કૄપાદષ્ટિ થી સુખ અને આનંદ ની અનુભૂતિ થાય છે.

હરિ, ગુરુ ને સંત જ મુક્તિ નો અનુભવ કરાવી શકે અખા ની આખી જીંદગી ખોપરી ની ખરેલમાં વિચારો ઘૂંટી ઘૂંટીને કરવામાં પૂરી થઇ. અખો તત્વ જ્ઞાન ના ઉચ્ચ શિખરે બિરાજે છે ,એ અખા ભગત ની અખે ગીતા સાબિત કરે છે. આકાશ જ બ્રહ્મ છે. અખા ની વાત સમજાય તો જીવન ના દરેક પ્રશ્ન નું નિરાકરણ તેમાં જ સમાયેલું છે. અખા ની વાતો ચાવી ના ઝૂડા સમાન છે એ વાત થી કિર્તિ બેનનું પૂણૅ થતું વકતવ્ય ને કયા શબ્દો થી નવાજવામાં એ પણ એક વિમાસણ, સુંદર અદ્ભુત પણ ઓછા પડે.

ખરેખર કિર્તિદા બેન નો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે તેમની જ્ઞાન સરિતા નો લાભ GSF ના શ્રોતાઓને મળ્યો તે બદલ ખુબ ખુબ આભાર.

About Speaker

Kirtida Shah

General Secretory at Gujarati Sahitya Parishad
Learn More

Kirtida Shah

Dr. Kirtida Shah – M.A 1ST at the university (Gold Medallist) Ph.D. (Medieval Literature & Language

EXPERIENCE

(1) Retired Professor & HOD of Gujarati department at school of languages Gujarat University.

(2) Visiting faculty since last Twenty-three Years at SPIPA for IAS training institute of Government of Gujarat.

(3) Online teaching faculty at Baba Saheb Ambedkar Open University.

(4) Consultant to IIM Ahmedabad as a Gujarati language expert.


PROJECTS COMPLETED

(1) Digitalization of Bhagwad gomandal an Encyclopaedia in Gujarati.

(2) ILCI GUJARATI CORPORA PROJECT PHASE 1 & 2. The Project is of translation and tagging the data for machine translation for 17 Indian Languages which will help to create spell and grammar check. It is funded by DIT Govt. of India under the support and assistance of JNU.

BOOKS AUTHORED

(1) Chit Vichar Samvad (Akhabhagat)

(2) Aaram Sobha Raas (Jinharsh)

(3) Gyan Vimal Sahajya Sangrah

(4) Gyan Vimal Bhakti Prakash

(5) Bibliography of Gujarati Sahitya Kosh

(6) Nand Batrishi

(7) Madhyakalin Sahitya

(8) Akhani Kavita

(9) Tripada

(10) Sahitik Anuvado

(11) Madhyakalin Gujarati Jain Parampara

(12) Anu Vad Prakriya Ane Bhasha

ACHIVEMENTS

(1) Gold Medal at B.A., M.A and was 1st class 1st at Gujarat University. (1978 and 1980)

(2) Recipient of Kavishwar Dalpatram Medal.

(3) Gujarati Sahitya Medal.

(4) Jaybhikhusmruti Medal.

(5) Cash prize for Ph.D. thesis from Gujarati Sahitya Parishad and Gujarat Sahitya Academy, Gandhinagar.

(6) Contribution as a researcher in Gujarati Sahitya Kosh part 1- 2 has been Published by Gujarati Sahitya Parishad in 1990.

MEMBERSHIP/ASSOCIATIONS

(1) Recently elected as General Secretary of Gujarati Sahitya Parishad for the term 2021 – 2023.

(2) Secretary (Publication) of Gujarati Sahitya Parishad from 2017 to 2020.

(3) Secretary (Library) of Gujarati Sahitya Parishad for the period 2010-2017.

(4) Member of Academic Council Gujarat University since 2008 onwards.

(5) Chairman Board of Studies for Gujarati subject at Gujarat University since 2008 onwards

(6) Member review committee of Ph.D. thesis at Babasaheb Ambedkar Open University.

(7) Ex Secretary of Gujarati No Adhyapak Sangh. (8) President of Gujarati No Adhyapak Sangh ( An association of the Professors of Gujarati language in various universities of Gujarat)

(9) Chairperson of syllabi committee of Gujarati subject for standard 10th, 11th and 12th at CBSE Board New Delhi.

(10) Member expert committee for sanctioning research projects at UGC New Delhi.

(11) Reviewer for Gujarat State Text Book Board Gandhinagar.