હસતા રે'જો રાજ

Speaker:

Yamini Patel

June 13, 2021

June 13, 2021

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

'ગુજરાત સાહિત્ય ફોરમ ' દ્વારા આયોજીત મહેન્દ્રસિંહ. પરમારનું વકતવ્ય એટલે લગભગ અડધી સદી ના ગુજરાતી સાહિત્યના શિરમોર કહી શકાય તેવા જનક . ત્રિવેદી. ના નિબંધ સંગ્રહ ને સ્પશૅતી વાત.

મહેન્દ્ર ભાઇએ જનક. ત્રિવેદી. નો નિબંધ સંગ્રહ 'મારો અસબાબ' ની રોમાંચક સફર કરાવી. રેલ્વે ની નોકરી દરમ્યાન તેમની બદલી અંતરિયાળ ગામના રેલવે સ્ટેશન પર થતી તેથી તેમના અનુભવો ની વાત 'મારા અસબાબ ' માં છે.

તેઓ સારા ચિત્રકાર હતા, તેમની લિપી માં ચિત્રાત્મકતા છે. તેમના આત્મકથા સમાન પુસ્તક મા પ્રસંગો ને અનુરૂપ ચિત્રો નું રેખાંકન પેંન્સિલ વડે કરેલું છે. તેમાં સૌથી ધ્યાનાકર્ષક તેમના ઘરનું ચિત્ર છે. 'મારો અસબાબ' વૈભવી ઠાઠવાળો છે નિબંધ ની આખી વ્યાખ્યા જ બદલી નાખી છે. તેમણે તેમના જીવનની આખી ગાંઠ ખોલી નાખી છે. ખૂબ પારદશર્ક તા તેમના લખાણમાં છે.

અલગ અલગ વિભાગ માં કરેલું ચિત્રણ પોત પોતાનો વરસાદ કેવી રીતે રજૂ થાય તેની વાત મારા અસબાબ માં છે, જે તેના અંત સુધી પહોંચતા તો તે આપણો અસબાબ કેવી રીતે થાય તેની રસપ્રદ વાત છે.

મહેન્દ્ર ભાઇ એ જે નિબંધો ની વાત કરી તે તો તેમના મતે માત્ર ચખણી નો જ આસ્વાદ કરાવ્યો છે. તેમાં જ શ્રોતાઓને રસતળબોળ કરી દીધા.

'શેષ' નિબંધ માં જે સ્મૃતિ માં વધેલા છે, બા દાદા ની સ્મૃતિ સાથે જીવન નો સંદેશ છે.

શ્રાવણ ના માવઠા માં પ્રકૃતિ સાથે નો અનુબંધ જોડયો છે. ' બાપા ના ચરિત્ર નિબંધ માં બાપા ની મહત્તા દશૉવી છે પણ નકાર થી હકારાત્મક વલણ તરફ કેવી રીતે વળાય તે અનોખી રીતે દશૉવ્યું છે. 'બાપા આવા ન હોય' કેવું પડે !!

અભાવની વચ્ચે બાળપણ વીત્યું છતાં કયાં ય રોદણાં નથી રડયા . ખુમારી થી બાળપણનું ચિત્રણ કર્યું છે.

રેલ્વે ની નોકરી એટલે જાણ્યે અજાણ્યે તેના જ અનુભવ નું ચિત્રણ ને જીવન ની ફિલસૂફી નું જ્ઞાન પણ તે દરમ્યાન લખાયો કલ્પના તીત નિબંધ સૂતા બૌધ્ધિ વૃક્ષ ને આપણે ' આપણા કમાલ ના લેખક રેલવે સ્ટેશન પર મૂકાયેલા બાંકડા ને બૌધ્ધિવૃક્ષ કહે છે.. જગતભરના અનુભવો નું જ્ઞાન પ્રાપ્તિ નું સ્થાન તો એજ કહેવાય ને.

વળી અવાજો ની બંદિશમાં રેલ્વ સ્ટેશન પર થતા અવાજો નું વિવરણ. 'ઇશ્વર ને તલાક' માં પાગલની વાત . કિન્નર વિષે, જાદુ ના ખેલ વિષે ના નિબંધો તો અદ્ભુત છે.

નોકરી ના suspension દરમ્યાન બે વષૅના ગાળા

માં પ્રકૃતિ સાથે જે તાદાત્યમય સાધ્યું તેના હૃદય સ્પર્શી વણૅનો છે.' રાધા' નિબંધ માં કૂતરી વાત તો કરૂણા સભર. જીવસૃષ્ટિ સાથે લાગણી ના તંતુની વાત ને અનુભવાતો ધબકાર. આને તો એમ કહી શકાય કે કાગળ પર જીવન ના રંગો ના મેઘધનુષ રચ્યા છે.

ખરેખર મહેન્દ્ર ભાઇ આપે જે આજે તેમના નિબંધો માં ઝબકોળ્યા તેનાથી તેમાં ડૂબી જવાની તત્પરતા જાગૃત થઈ ગઇ.

ખૂબ ખૂબ આભાર મહેન્દ્રભાઈ.

ખૂબ ખૂબ આભાર કોકિલા બહેન અને તેમની ટીમનો.


About Speaker

Yamini Patel

Writer
Learn More

Yamini Patel

Education: B Com, Computer Programming and Forensic Psychology. Currently training in Voice, speech acting and Script writing.

Occupation: In charge of Accounts and finance department at Deep Group of Companies

Committee Member of Sahitya Sanstha of female writers’ Lekhini’ magazine in Mumbai

Her 4 Stories been broadcast on Aakashvani

Also has acted in four dramas in 2017, at Gujarat literature festival in Ahmedabad. 

She enjoys writing reviews, comedy, micro fiction stories, and Photography.