ન બોલ્યું, ન ચાલ્યું, તો પણ કોઈ ને ગમ્યું, મન ને એ ગમ્યું..
ન મળ્યા, ન અડ્યા, ન ફર્યા,તો પણ બન્યાં એકબીજાનાં, મન ને એ પણ ગમ્યું…
ફક્ત લખ્યું ને વાંચ્યું,ને એ સમજ્યું, મન ને આ પણ ગમ્યું…
મન ને એ પણ ગમ્યું, મન ને આ પણ ગમ્યું,
મન ને જે ગમ્યું એ ગમ્યું, બસ..મન ને એજ ગમ્યું.
નિર્ઝરી વસાવડા.