વિપ્રલબ્ધ્ધા શૃંગારરસ

નિર્ઝરી વસાવડા

July 28, 2024

વિપ્રલબ્ધ્ધા શૃંગારરસ

 

(When the nayika is waiting anxiously for the nayaka)

એંધાણ આપે તું આજકાલ,વાદળ બની રોજ રોજ  

ચાતક રાહ જોવે એમ,આંખ માંડી બેસું રોજ

 

બારી ખોલું,ને વાછંટ તારી લાગે

ઉભી રહી રાહ જોઉં,ક્યારે તું વરસે

 

વરસે તું અનરાધાર, તો ભિંજાઉ આખેઆખી

થઈ જવા તરબોળ ,પલળું આખેઆખી

 

યાદ કરું કેવો વરસેલ એક ચોમાસે વગર એંધાણ આપી

એવો વરસે ફરી ફરી વાહ્લો બની મારી

 

વાવ્યાં છે બીજ આપણાં, રાખ્યાં  સહી સલામત

છે ભરોસો તારી ઉપર,સોનું વરસે એમ વરસીશ

 

વાદળ બની કરે ગડગડાટ, અહીં  તહીં વીજળી ચમકે

મેઘધનુષ ઉગાડે તું ને ,રંગો પુરાય ભાષાના

 

છે હજુ એ સંભારણા અકબંધ,યાદ કરું આ ચોમાસે

તું આખેઆખી ભિંજવિશ,તોય નહિ ખોલું છત્રી

 

જો વાદળ બની,ગડગડાટ કરી, ચમકાવીશ વીજળી

તો નહીં સાંભળું સૂસવાટા ખાલી, બંધ બારી બારણે

 

દોડી આવીશ તને વધાવવા,અનરાધાર વરસાવવા  વાછંટ બની નહીં વરસતો,ખાલી તરસાવવા

 

Nirzari Vasavada