વારાણસી

હિરેન પરીખ

July 12, 2022

જ્ઞાન અને આધ્યાત્મની નગરીત્રણેય લોકમાં સૌથી અનોખી એક નગરી….

અસંખ્ય (they say 108)  સાંકડી ગલીઓ… જોરજોરથી વાગતાં સ્પિકરોના એ કર્કશ લય વગરનાં અવાજો.. ચારે બાજુથી આવતા એ ઘોંઘાટ..( કાનમાં મોબાઈલનાં હેડફોન લગાવેલા રાખશો તો આ બધી જ મઝા ભોગવ્યા વગર રહેશો.. એટલે please )  .

પારાવારની ગીરદી…બધે જ ટ્રાફિક જામ… ચાલવા કરતાં ધક્કામુક્કી કરવામાં આનંદ વધારે લેતા યાત્રાળુઓ….સાયકલ રીક્ષાવાળાઓની બૂમાબૂમ.. બેટરી ચાર્જડ રીક્ષામાં બેસવાની મઝા લેવા કરતાં ખાડા ટેકરાવાળી ગલીઓમાં કૂદતાં રહેવાનું અને માથું સાચવવાની એ અટપટી મઝા. … લકઝુરીયશ કારને એજ પાતળી ગલીઓમાં ફસાયેલી નીકળતી જોવાની આશ્ચર્ય પમાડે તેવાં દ્ર્શ્યો …..ટુ વ્હીલર- સ્કુટરવાળાઓની એ વાંકુંચુકુ ચલાવી લોકોની ભીડમાંથી પણ સહીસલામત નીકળી જવાની એ અદભૂત આવડત… . હલ્લો..આ જ તો છે એ બધું જે વારાણસીમાં પગ મુકવાની સાથે -enjoy  – મઝા  કરવાનું શરૂ કરી દેવાનું છે.. પછી કહેતા નહીં કે તમને જે મઝા આવી હતી એવી મઝા અમને કેમ નાં આવી .

••• જામવાની..મટકા સિલ્ક… ગંગા જમના ..સિલ્વર ગોલ્ડન..જાલ ,,મારવલ કોપી.. સિલ્ક… કડવાં એમ્બ્રોઈડરી વર્ક…સીફોન..પ્યોર કતાન….ઓર્ગેનજા…જયોરજેટ…  અમાડી..સીધાં પલ્લા…ડબલ ઈકકત… બાંધણી… મીનાકારી…સિબુરી પ્રિન્ટ…:- આ શબ્દો શીખી લેજો… વારાણસી જતાં પહેલાં.. કાશી પહોંચ્યા પહેલાં.. બનારસી સાડીઓનું શોપિંગ કરતાં પહેલાં..જરુર પડશે જ.. ત્યાં ગલીએ ગલીએ  સિલ્ક ફેટરીઓનાં નામે લૂંટ ચલાવતા દેખાશે એ ચાલાક  વેપારીઓ. -જો ભૂલમાંય એમની વાતોમાં આવી ગયા, સસ્તું લેવવા ગયા,  ફસાયા તો ગયાં કામથી..બે હજારની લુમ મશીનથી બનેલી આર્ટિફીસીયલ સિલ્કની  સાડી  તમને વીસ હજારમાં પધરાવી દેશે.. ચેતતા રહેવું જરૂરી છે..પછી કહેશો નહીં કે અમને પહેલાંથી ચેતવ્યા કેમ ન હતા.. કીધું કેમ નહીં.

••• આવીએ હવે ગંગાજીનાં કિનારે.. ત્યાં એક નહીં પણ એકથી અનેક પૌરાણિક કથાઓથી સુસજ્જ એવાં કુલ 88 ઘાટ બનેલા છે . એ બધાં જ ખાસ છે..પણ થોડાઘણાં વધારે ખાસ છે જેવા અસ્સી ઘાટ , તુલસી ઘાટ, જાનકી ઘાટ , નિષાદ ઘાટ ,ગુલારીયા ઘાટ , કેદાર ઘાટ ,નારદ ઘાટ , દૂર્ગા ઘાટ . પણ… ગંગા નદીના સ્વરુપ સામે બધાંજ વામળા

એ બધાની વચ્ચે જ ગોઠવાયેલો છે એક આ વિશિષ્ટ ઘાટ ..એ છે એક જુદી જ દિવ્યતા સાથેનો  *મણી કર્નિકા ઘાટ “ :- જ્યાં બારેમાસ , ચોવીસ કલાક…રાત દિવસ.. વરસાદમાં.. ગરમીમાં.. ઠંડીમાં…  દિગંત આત્માનાં દેહ ત્યાગ કર્યા પછીનાં શબ એક પછી એક પોતાની એ અંતિમવિધિ ક્રિયા કરવા નિરંતર આવ્યાં જ કરે… લોકવાણી કહે છે એ એક શ્રાપિત ઘાટ છે . પણ હું કહું છું એના જેવો કોઈ આશિર્વાદ હોઇ ના શકે.  ( આ ઘાટ  કેવો  હશે ? તમને જોવો હોય તો એક વિડિયો લીંક નીચે આપી છે એમાં મેં કવર કર્યો છે જાતે ચાલીને ).

…એવો જ છે એક બીજો ઘાટ… એ છે હરિશ્ચંદ્રઘાટ…

એ બધાં જ ઘાટોમાંથી સૌથી ભવ્યતા અને સંસ્કૃતિનો ઘરોહરનો  માલિક એવો અગત્યનો છે આ  *Dasashwamedh Ghat -” દશાશ્વમેધ ઘાટ”  : સંધ્યા આરતી – ગંગા આરતી- જ્યાં લોકમાનવથી ઠસોઠસ ભરેલો જ હોય.. ત્યાં જ એકબાજુ સંગીત સંધ્યા પણ ચાલતી જોવાતી હોય છે.. ત્યાં માછીમારો પણ દેખાય છે..  ગંગા નદીમાં હોડકા – નવકા ચલાવનારનાં એ માંજીઓની બે‌ ત્રણ પેઢીઓથી પણ ત્યાં જ તમને મળશે – લીંબુ મસાલા ગરમ ચા પીવાની એક ખાસ મજા પણ ત્યાં જ મળશે. આ સાંજની “ગંગા આરતી” અંદાજે અડધો કલાક ચાલતી હોય છે, પણ જેવી પતે એટલે પછી બહાર નીકળવાના રોડ પર પગ મૂકવાની જગ્યા હોતી નથી.. અડધો કિલોમીટર જેટલું ચાલ્યા પછી શ્વાસ લેવાની જગ્યા મળતી હોય છે.. ત્યાંથી આગળ બીજું થોડું ચાલશો પછી જ રિક્ષા મળશે..એ પણ માથા મોઢાના ભાવ માગશે. એટલે સીંગચણા- બિસ્કીટ – જે કાંઈ સાથે રખાય તે બેકપેકમા પાણી સાથે રાખજો.. પછી ના કહેતા કે આવું તો કીધું જ નહોતું.

•••*મંદિર :- કાશી વિશ્વનાથ મંદિર – બાર‌ જ્યોતિર્લિંગ ‌પૈકીનું એક મહત્વનું મંદિર.. હજારો નહીં પણ લાખો લોકોને વહેલી સવારથી લાઈનમાં શ્રધ્ધા પૂર્વક ઊભેલા જોઈને‌ આસ્થાનું એક પ્રબળ ઉદાહરણ અહિયાં જ જોવાં મળશે.

મંદિરનાં ગર્ભગૃહમાં દાખલ થયા પછી  એક કે બે સેકન્ડમાં જ કરી લેવાનાં છે દર્શન.. mind well… મારી  આ વાત ગાંઠે બાંધી લેજો. કલાકો ની મહેનત પછી પણ શિવલિંગનું સામિપ્ય ખાલી દશ પંદર સેકન્ડ માટે પણ મળી જાય તો પણ પોતાની જાતને ધન્ય માનવું.. બહાર આવી સહેજપણ કકળાટ કરવો નહીં.. પછી ના કહેશો કે મને તો “શિવલિંગ” જોવાયું જ નહિ કારણકે અહિયાં “શિવલિંગ” બહું જ નાનાં સ્વરૂપ છે અને આગળ ઊંચી રેલીંગ લગાવી દીધી છે..ફૂલ , બીલીપત્ર જે બહારથી લઈને આવ્યાં હશો તે ચઢાવવાં માટે પ્રયત્ન કરતા હશો એ વખતે ધક્કો આવે એ પહેલાં હાથ જોડી લેવાનાં છે.. વિનંતી છે . દર્શન કરવા અને દર્શન થવા એ બન્ને પહેલેથી સમજી લેવાનું છે.

•• *ગલીઓ..ગાય…. સ્ટ્રીટ ડોગ.. એંઠવાડ.‌‌. ગંદકી… કચરાના ઢગલા…બોનસ તરીકે તમને આ બધાનો અનુભવ કરવા પણ મળશે‌ જ..એની તમને મારી ગેરંટી છે. વારાણસીથી ઘરે આવ્યા પછી કાનમાં બહેરાશ છે એવું એક બે દિવસ માટે લાગશે..પણ આવી જશે ધીમે ધીમે બધુ પાછું .ઘરે પાછા આવ્યા પછી પેટ બગડે, માથું દુખે ,  શાંત શાંત લાગે તો તે થવું ખૂબ જ સ્વભાવિક છે, બહુ ચિંતિત થવું નહીં . આનાથી વધારે  કે કોઈ બીજી રીતે વારાણસી વિશે આજની સાચી હકીકત કે વાત સમજાવી શકું એમ નથી.

• ••તમે જો ખુલ્લા મને ગભરાયા વગર ખાવાનું પસંદ કરી શકો છો તો  તમને અહિંના એ ખાસ ચાટ – ખૂબ જ મહેનતથી બનતા એ બાટી ચોખા – ગલીએ ગલીએ બનારસી પાન – પાનની પિચકારી મારવા માટેનીએ રંગીન દિવાલો – ગરમ ગરમ કુલડ ચા – તાજાં દહીંમાંથી તમારી નજર સમક્ષ જ બનતી એ એકજ વારમાં પેટ ભરી દેતી સ્વાદિષ્ટ લસ્સી – યુપીની ખાસ વેરાયટી  કચોડી – શાક , :- વગેરે તમારી સેવામાં હાજર જ હોય છે. ખાઈ લેજો પેટ ભરીને… પછી  જોયું જવાશે.

• આ શહેરમાં તમે જેને પણ મળશો‌, તે દરેક વ્યક્તિ છે એક એજન્ટ..દલાલ..એક મીડલ મેન..એક કમિશન એજન્ટ ..so be careful. you can change the City scape but you can’t change the mentality of the  people. કાંઈક પણ સલાહ આપશે કે સાથે આવવા જીદ કરશે.. રસ્તો બતાવશે તો પણ ભાવના તો એક જ રહેશે એ બધાની. સાચવજો.પછી કહેશો નહીં કે પહેલે થી જણાવ્યું કેમ‌ નહતું . તમારો મોબાઇલ નંબર આપતાં પહેલાં વિચારજો. હોટલનો રુમ નંબર આપવાની તો ભૂલ કરતાં જ નહીં , નહીંતર સમજો તમને એ ત્યાં સુધી આવીને હેરાન કરશે. રોકડા લઈને ગયા હોવ તો સાથે લઈને નાં ફરશો . હોટેલની રૂમમાં લોકર માંજ સાચવીને મૂકી દેવામાં ભલાઈ છે. શોપિંગ કરી લેવાનું , મોટું પેમેન્ટ હોય તો વેપારીને હોટલ પર બોલાવીને આપવામાં હિત સચવાયેલું છે. પછી ના કહેતા કે પૈસા ચોરાઈ ગયા કે પોકેટ કપાઇ ગયું.

••• આ શહેર છે તો એકદમ રંગીન મિજાજી.. ત્યાં સંગીત પણ છે.. ઘોંઘાટથી ખીચોખીચ ભરેલા રરતાઓ પણ છે , એના તમામ રસ્તાઓ ક્યાં જશે એ ખબર પડશે જ નહીં.. રોડ નહીં ખાલી કાળા માથાજ જોવાશે એટલી ગીચતા પણ છે આ‌ જાત્રાનાં સ્થળે..સાંજે ખાસ સાચવવું.. બહુ મોડે સુધી ફરવું હિતાવહ નથી.  ખૂલ્લી ગટરો ઊપરજ ખાણીપીણીનાં ખૂમચા પર લાકોની  લાઈનો પણ લાગેલી હોય છે એમાં ઘુસણખોરી કરી જે કાંઈ મળતું હોય તેનો આનંદ ઉઠાવી લેજો પછી પસ્તાવો.. મને કહેશો નહીં કે તમે કીધું જ નહતું આ વાતનું ધ્યાન રાખવાનું.

•••  આ છે..એક એ શહેર .. જેને આજકાલ વધારે પડતું  ઊંચે ચડાવી દેવામાં આવ્યું છે..‌ hype શબ્દ વાપરી શકાય.. . પણ અહીંયા તો કોઈને કાંઈ ફરક પડતો નથી .. કારણ કે આ શહેર કહો કે ધાર્મિક સ્થળ.. એને તો  વિશ્વાસ, શ્રધ્ધા, આસ્થા , પૌરાણિક કથા , અનેક સંસ્કૃતિઓનો સમન્વય કરી યુગોથી વહેતી આવતી “માં ગંગા” નો આશિર્વાદ છે..એટલે જ તો એ પોતાના એ વિવિધ ઘાટ પરથી રાતદિવસ અવિરતપણે  ગંગામૈયાની છડી પોકારતુ આવ્યું છે.

આ શહેરની એક વાત મને ખાસ ગમી. એ પોતાની સાચી ઓળખાણ આપતાં સહેજ પણ ગભરાતુ નથી કારણકે એ કોઈના ઉપકાર કે કોઈની દયા પર જીવતું નથી.. પેઢીઓ બદલાઇ ગઇ..રાજ કરનારા બદલાતા ગયા.. ધર્મના ધૂરંધરો બદલાતા ગયા… સંગીતના મહારથીઓની પેઢીઓ બદલાઇ ગઇ.. . કિનારે ધોવાણ થતું ગયું..વહેણ બદલાતું ગયું.. પ્રવાહ વધઘટ થતો રહ્યો.. પણ *માં ગંગા* ની  શરણે રહેલું આ શહેર અડગ ઊભું છે આજે પણ.. ઊભું રહેશે આવનાર પેઢીઓ સુધી.. આવકારતું રહેશે યુગો યુગો સુધી…. તમારા સારા નરસા વ્યવહારો સ્વિકારતું રહેશે… સંજોગો પ્રમાણે રુપ બદલતું રહેશે.. એક નહીં અનેક નામો થી ઓળખાતું રહેશે..

yes….

••• આનંદવન  – કાશી – બનારસ – વારાણસી •••

કોઈ પણ નામથી યાદ કરશો એને , આ શહેરને , છતાંય આવશે તો એક જ આ વિચાર… યુગોથી ઊભું છે.. યુગો સુધી આમ જ ઊભું જ રહેશે.. થોડું બદલાશે.. .. જુનું થોડુ ઘણું તુટશે.. ક્યાંક ખૂણે નવો શણગાર પામશે , ,, એકાદ ગલી રંગરોગાનનુ થશે .. વાઈ ફાઈ આવશે.. ઈન્ટરનેટ આવશે.. છતાંય રહેશે તો એ પરમ આસ્થાનું આધ્યાત્મિકતાથી છલોછલ ભરપુર  ધામ… વ્યવહારો બદલાશે પણ અકબંધ રહેશે પોતાની માર્યાદા સાથે.. લડતું રહેશે પ્રગતિનાં કહેવાતા એ વિનાશકારી પ્રવાહો સામે..પણ ક્યારેય‌ નષ્ટ પામવાં નહીં દે એ વારાણસીમાં રહેતી પોતાની અંગત કહેવાતી એવી અસંખ્ય પેઢીઓએ આપેલો સહકાર . એટલે જ તો એને કહે છે , :”અદમ્ય શક્તિનો સંચાર આપતું સંસ્કૃતિનું એક મહત્વનું રખેવાળ શહેર છે આ વારાણસી.”

આજ તો બધી છે એની જાહોજલાલી.

એટલે જ ખાસ ભાર મુકીને આજે કહું છું ,એતો બસ આમજ તમારી રાહ જોઈને ઊભું છે”.  :” જીવનમાં એક વખત તો સમય કાઢીને જાતે જઈને ફરી લેજો આ એક અતિ પૌરાણિક યાત્રા ધામમાં.. ગંદકી , ભરચક ગીરદી , ગરમી, બધું જ હશે.. પણ દરરોજનાં દશ હજાર, બાર હજાર– steps- સ્ટેપસ ચાલવાની તૈયારી હશે, ખભા પર બેકપેક માં પાણી ની બોટલ અને કાંઈક ખાવાનું સાથે રાખશો તો વધારે ઉંડેથી જોવાશે  .આ  શહેરની ધરતી પર ઊતરીને પામી લેજો આ જન્મની તમારી એ એક ખાસ ભવ્ય દિવ્યતા .  “

” માં ગંગા” નું આંચલ પકડીને ઊભું છે એટલે સદાકાળ જીવંત રહેશે તે પણ એટલું જ નક્કી છે  .

••• warning – ખાસ:- નાના બાળકોને લઈને જતાં પહેલાં હજાર વાર વિચાર કરશો.. એમનાં લાયક કાંઈજ નથી એ ભીડભાડમાં , એ ગીરદીમાં..એ મંદિરની લાંબી લાંબી લાઈનોમાં..એ ટ્રાફિક જામમાં…એ ઘાટનાં પગથિયાં ચઢવા ઉતરવામાં જ થાકીને લોથ પોથ થઈ જશે.. પછી તમારી મરજી.

..                                                                                                                                      

અંતમાં ….   મેં જે જોયું છે, અનુભવ્યું છે , તે બધુ આટલી બધી સરળ ભાષામાં સમજાવવા પ્રયત્ન કર્યો છે છતાં પણ તમને હજી ખ્યાલ ન જ આવ્યો હોય કે વારાણસી કેવું હશે.. કેવું લાગતું હશે..તો નીચે