"ઉઘડતા પાનાં” પ્રકરણ - 3

સ્વાતિ ન. દેસાઈ

April 21, 2025

વહેલી સવારનીપ્રાર્થના સાડાપાંચે થતી.  પ્રાર્થના પછી શર્મિષ્ઠાએ નર્મદાને સંબોધી પુછ્યું” આશ્રમની સફાઇ આપણે ક્યાંથી શરુ કરવી છે?  દસ દસ છોકરીઓની ટૂકડીમાં બહેનોને ગોઠવી દઇએ તો કેમ? નર્મદા ભીલ કન્યાહતી, પચ્ચીસેક વર્ષની નર્મદા ચપળ ને હોંશિયાર હતી. એસ.એસ.સી. જેટલું ભણતર હતું, અક્ષર તો ખૂબ જમરોડદાર હતા, વળી કામની આગવી સૂઝ હતી  ને દિલથી હસતી હસતી કામ ઉપાડી લેવાનો ગુણ ધરાવતી હતી.તેથી નર્મદાનેપૂછવાનું શર્મિષ્ટાએ ઉચિત માન્યું. નર્મદાએ પહેલાં બહેનોનારૂમની સફાઇ પહેલી થવી જોઇએ તેવું સૂચવતા તેમણે બટકબોલી મંજુને પાસે બોલાવીને કહ્યું “મંજુ તું તારી ટુકડીની બહેનોની પસંદગી કરી તમારાઆવાસ સ્વચ્છ બનાવો. તારી આગેવાનીમાં બહેનો કામ કરશે.લગભગ 70 થી 75 બહેનો હતી, ચાર છોકરીઓ વચ્ચે એક રુમ ફાળવવામાં આવ્યો હતો. હારબંધઓરડીઓની આગળ વિશાળ ઓટલો હતો. આગળ રુમ ને પાછળ બંધ ઓસરી જેવું તેમાં બહેનો પોતાનો સામાન રાખતી. આગલા ઓરડામાં સુવાની વ્યવસ્થાસાથે ભણવાના પુસ્તકો મૂકવાકબાટ ફાળવેલ હતો.સરલાને બોલાવી તેમની બહારની જગ્યા સાફ કરવાનું સોંપ્યું. કમળાની ટૂકડીને બગીચાનુંકામ સોંપી નર્મદાને દેખરેખ રાખવા કહ્યું. શર્મિષ્ઠા ધીમેધીમે કામ લેવાની તરફેણમાં હતી જેથી છોકરીઓમાં ઉત્સાહ રહે.            

બાકીની બહેનોનેખેતીકામ, રસોઇકામ, શાકભાજી ચૂંટી , સમારી રસોઇયા ભીમજીભાઇને મદદ કરવાનુંસોંપ્યું. એક ટૂકડીને કૂવેથી પાણી ભરી લાવવાનું સોંપ્યું. આમ સર્વને કામની ફાળવણીકરી બહેનોને સંબોધી કહ્યું તમારા કામની ફેરબદલી કરવામાંઆવશે જેથી દરેક કામ તમે સારી રીતે શીખી શકો.  છેવટે શર્મિષ્ઠાપણ ફરતી રહી બહેનોને મદદ કરતી રહી, તેથી છોકરીઓનોકામ કરવાનો ઉત્સાહ વધ્યો.                    

ધીરે ધીરે નવીવ્યવસ્થા સાથે સ્વચ્છતાના પાઠ ભણાવવા શર્મિષ્ઠાએ કમર કસી. આખો દિવસ ભારીવ્યવસ્તાવાળો રહેતો. પ્રાર્થના પછી શર્મિષ્ઠાએ પોતાના બાળપણના પ્રસંગ જે તેના સ્મરણપટ પર અંકિત થયેલા હતા તે કહેવાનો તેનો ક્રમ પણ ચાલુરાખ્યો.પ્રસંગ કહેતા કેટલીક વાર તે વાર ભાવવિભોર થઇ જતી ને બહેનો પણ કુતૂહુલપૂર્વકસાંભળી રહેતી!!                      

પ્રસંગ ટાંકતાકહેતી દર વર્ષે ઉનાળાની રજામાં આશ્રમમાં જતા ત્યારે છોકરીઓ પણ વેકેશનમાં ઘરે જતી.તેવે વખતે આશ્રમની સફાઇનો ભાર અમારા ભાઇબહેનોના શિરે રહેતો. આશ્રમ વિશાળ તેથી અમેતો બધે પહોંચી વળતાં નહીં એટલે ખેડૂતનો પરિવાર  ને તેમના છોકરા પણ અમને સાથઆપતા. તેઓ ભીલ પણ અમે તેમને અમારા મિત્રો માનતા. અમારા દાદી પણ અમારી સાથે જહોય.સવારે સાડાપાંચે ઉઠવું પડતું, લગભગ સાત વાગ્યાસુધી વાળીને પાંદડાંનો ઢગલો નિશ્ચિત જગ્યાએ કરેલાં ખાડામાં ઠાલવતા. કોઇવાર અમે કામસાથે મજાક ને ગમ્મત પર કરતા. એકબીજાની પીઠ પર પથ્થર કે માટીનું ઢેફું મૂકતા જેથીવાંકા વળીને જ વાળવું પડતું, એમ દરેકની નક્કીકરેલી જગ્યા સાફ કરતાં કામ ક્યાં ઉકેલાઇ જતું તે ખબર પડતી નહીં. આશ્રમના ઉપગૃહપતિની દીકરી સાવિત્રી મારી બહેનપણી તેના સુંદર અવાજે ભજન ગાતી તોકોઇવાર ભીલોડી ગીત.દાદીમાના પણ પરોઢિયાના નરસિંહ મહેતાના ભજનો અમારામાં ઉત્સાહપ્રેરતા.બગીચામાં પાણી પાવા માટે નાની કૂંડી હતી તેમાંથી પાણી ડોલ વડે ઉલેચી પાણીપાવાનો સમય સાંજના રહેતો. હું નાની હતી ત્યારે નાનકડી ઝારીથી  સીંચતી. પાણીનાનળ ને પાઇપ તો વર્ષોથી આવ્યા.                                        

થોડાઘણાં બબડાટપછી મંજુ, સરલા, કમળા ને સાથેનીબહેનો પ્રાતઃકામમાં બરોબર ગોઠવાઇ ગયા. કમળા ઘણી હોશિયાર હતી ને ડાહી હતી.પેલાં દિવસથી જ તેણે મોટાબહેનનું મન મોહી લીધું હતું.વિમળા તેની ખાસ બહેનપણી હતી તેથીશર્મિષ્ઠાએ તેમને 8,9 ની બહેનોના અભ્યાસ બાબતની માહિતીઆપવાનું કામ સોંપ્યું, તેઓની સંખ્યા વધારે હતી તેથી  તેમનો સાથ હોય તોનર્મદાને સરળતા રહે. ધોરણ 10 ને12 ની વિદ્યાર્થીનીપર શકુંતલાને સાથે રાખી શર્મિષ્ઠાએ પોતે ધ્યાન આપવાનું વિચાર્યું જેથી તેઓને અભ્યાસમાં પણ મદદ કરી શકાય. મંજુનેસરલાને ધોરણ 11 ની બહેનોની કામગીરી ને અભ્યાસ બાબતનું કામ સોંપ્યું, બંને 11 માંની વિદ્યાર્થીહતી તેથી તેઓ જ સારી રીતે કરી શકશે તેવો શર્મિષ્ઠાને વિશ્વાસ હતો.  મોટેભાગે 11 માની છોકરીઓ રખડી ખાતી હોય છે એટલે એમને કડક નિગરાની હેઠળરાખ્યા.ધોરણ 12 ની વિદ્યાર્થીઓને સફાઇના કામમાંથી મુક્તિ આપી તે સમયવાંચન માટે ફાળવ્યો.  ને પછી રસોડે મદદ માટે તેમના વારા બાંધી , તેમને રસોઇની તાલીમ મળે તો પછી પણ આગળ જતા ઉપયોગી થાય તેવીવ્યવસ્થા કરી. આમ લગભગ છ મહિનામાં તો આશ્રમની વ્યવસ્થા સુપેરે ગોઠવાઇ જતાશર્મિષ્ઠાએ હાશ અનુભવી.

 

—- સ્વાતિ દેસાઇ 

                                                                                                                                                                                                                                                                  ( ક્રમશ)