દોડતી જિંદગી

સ્વાતિ દેસાઈ

February 7, 2023

વિનવણી આજીજી બહુ એ કરી જિંદગી

પણ એને કાન હોય તો એ  સાંભળેને,

વ્યક્ત કરી હ્રદયની લાગણી,

પણ દિલ હોય તો મહેસુસ કરે। ને,

જવાબદારીના ઢગલા। ખડકી,

એને તો દોડવું છે , પણ

શેં થશે  આ બધું,

કેમ છૂટાશે આ વિષચક્રમાંથી

મન હોય તો વિચારેને

એને તો દોડવું છે .

અભાગી આપણે  સૌ સમજી  ન શકયા,

કે પળ મળી તેમાં જીવી લેવું,

પણ દોડતી જિંદગીમાં સોણલાં,

સેવવા એ ભૂલ હતી સૌની,

હવે સમજી ત્યારથી સવાર જાણી,

જીવી લો પોતાની મસ્તીમાં,

પોતાની જાત સાથે.

રફતારમાં મળેલા સાથીની

સાથે ચાલો કદમ મિલાવી,

રખેને તેમનો સાથ ન છૂટી જાય,

સરકેલો સમય છૂટ્યો,

સહન કરી લીધો,

પણ સહી શકીશું,

સાથ મિત્રો છૂટયાનો ?

અથવા

પણ શેં સહન થશે

સાથ મિત્રો છૂટયાનો?