‘ગુડ્ડી,બહુ રમી હવે બરફમાં, ચાલ તો, કમ હીયર, મારી પાસે આવી જા, અહિ સહેજ તડકો પણ છે.’શેફાલી તેની ચાર જ વરસની નાજુકડી દીકરીને બોલાવે છે.
‘નૉમંમા, મને તો રમવું છે. તું બેસ ને, પાપાને પણ બોલાવી લે.. અહિ તડકે.’ કહેતીકને એતો ફરી બરફના ઢગલામાં રમવામાં મશગુલ થઈ ગઈ. અહિ ગુડ્ડી ને રમવામાં મજા પડી ગઈ હતી.
શેફાલીઆમતેમ નજર દોડાવે છે પણ ક્યાંય કેયુર દેખાતો નથી.ગુડી કહે છે પણ પાપાને કેમ બોલાવું? એ તો ક્યાં ચાલી નિકળ્યો હશે? શું ખબર ? આમઅજાણ્યા પ્રદેશમાં અમને એકલા મૂકીને જવામાં એને કંઈ વિચાર નહિ આવ્યો હોય ? એનું તો બસ આવું જ,પણ આમ પારકા પ્રદેશમાંયે આવું કરે એ કેમ ચાલે ? એ માણસને સમજાવે કોણ?
થોડીવારે એ દૂરથી આવતો દેખાયો, એનાહાથમાં કૉફીનો કપ હતો, આમાણસ અહિ પણ કૉફી ક્યાંથી શોધી લાવ્યો હશે? શેફાલીને પ્રશ્ન થયો.ને પાછો સેલ્ફીશ પણ કેટલો? જુઓ, પોતાનામાટે એક જ કૉફી લઈ આવ્યો ?! અમારોસહેજ પણ વિચાર જ ન આવ્યો ? જોકે એણે અમારો ક્યારેય વિચાર કરવાની તસદી જ ક્યાં લીધી છે?
આવીનેકપ ઉછાળતો વળી પૂછે છે, ‘શેફાલી, તને કૉફી પીવી છે ?’
‘બ્લ્ડી ફૂલ.’ શેફાલી મનોમન બબડે છે. આને હા કહેવી પણ કેમ? ઈચ્છા દર્શાવું તો પણ એ ફરી અમારા માટે કૉફી લેવા પાછો જાય એવોતો ક્યાં એ છે ? શેફાલીએ પરાણે નકારમાં જ ડોકુંધુણાવી દીધું, એ જ જવાબની અપેક્ષા હોય એમકેયુર કૉફી પીવા લાગ્યો. ગુડીફરી બરફમાં રમવા લાગી.
શેફાલીએકેયુર તરફ જોયું એ બેફિકર થઈ કૉફીના સીપ લગાવતો હતો.અને આમતેમ ટહેલતો હતો.
‘નફિકરો.. સેલ્ફીશ.. !’ શેફાલી ફરી બબડી અને ગુસ્સામાં જોરથી બરફના ઢગલા પર મુક્કો માર્યો, બરફના કેટલાયે કણો હવામાં વિખેરાયા અને એમાંથી પરાણે ચમકતા કેયુરસાથેના દામ્પત્ય જીવનના સાતેય વર્ષો ખરી પડ્યા..
શેફાલીમુળે પહેલેથી જ તરવરાટ વાળી છોકરી, આખોમાંઅનેક આહ્લાદક મસ્તીભર્યા સપનાઓ લઈને એ સાસરે આવેલી. આર્ટ્સની માસ્ટર ડીગ્રી કરીને એ આવેલી, પણ એમ.બી.એ. થયેલોકેયુર તેના સપનાઓને પણ નફા-ખોટનાત્રાજવે તોળીને હિસાબ માંડતો.
લગ્નનીબીજી જ સવારે ઑફિસ જવા તૈયાર થઈ ને કેયુરે શેફાલીને કહેલું, ‘જો શેફાલી, કામને હું વધુ મહત્વ આપું છું, અત્યારેઆમ પણ આ લગ્ન વગેરે ના ખર્ચા એટલા થયા હોય કે હનીમૂનનો તો વિચાર પણ ન થઈ શકે. એટલે કામ એ જ હનીમૂન,ફરવા તો ગમે ત્યારે જઈ જ શકાય ને!’
ના, નેવર, નવીનવેલી નવોઢાના નયનમાં નકાર તો નીતરે જ નહિ ને? એ માની ગઈ. લગ્નથઈ ગયા, હજી તો જિંદગી આખી બાકી છે, પછી શું વાંધો ? એમ વિચારી મનને સમજાવી પણ લીધું. પાછળથી ખબર પડી કે ફરવા જવાની મનાઈ કેયુરના વડિલોએ જ કરેલી, એ જાણ્યા પછી શેફાલીનું મન ભાંગી ગયું. સાસુ-સસરાએના પાડી ને કેયુરે પણ એમની જ વાત માની ને ફરવા જવાનું બંધ રાખ્યું એ વિચારે તો શેફાલીનેપણ દુઃખી દુઃખી કરી મૂકી. ફરીમનને સમજાવ્યું, પણ અંતરના એક ખૂણે અજંપો ગોઠવાતોચાલ્યો.
કેયુરસાથેની લાગણી વિકસે ન વિકસે ત્યાં તો ગુડીનો જન્મ પણ થયો.ફરી એકવાર વડિલોની નારાજગીનો પરિચય થયો. ગુડીનો જન્મ હોસ્પિટલમાં થયો હતો ને શેફાલીને સીઝેરીયન આવ્યુંહતું.
‘કેયુર ? મને સમજાતું નથી, મમ્મી કેમ હજુ મને દવાખાને જોવા ન આવ્યા ? આ એમની પૌત્રી ને રમાડવા એમનું મન ઉતાવળું નહિ થતું હોય ?’ શેફાલીએ કેયુરને પૂછેલું.
કેયુરેબહુ સાહજિકતાથી કહેલું, ‘એલોકોને શું ઉત્સાહ હતો જ; તેદીકરો આપ્યો હોત તો હમણાં દોડીને આવે એવા લાગણીવાળા છે,હવે દીકરી સ્વીકારતા જરા ટાઈમ તો લાગે ને ?’
જેટલીસરળતાથી કેયુરે વાત કરેલી એટલો જ તીવ્ર આઘાત શેફાલીને લાગ્યો હતો. હજુ આ જમાનામાં માતા-પિતા તો ઠીક પણ આ કેયુર પણ એવી જ વાતો કરે છે? શેફાલીને વડિલો કરતા પણ વધુ દુઃખ કેયુરના વિચારોથી થતું રહેછે, ને એ જ વાતે એ કેયુરથી વધારેદૂર થતી જાય છે.
શેફાલીઘણી વાર કેયુર ને સમજાવતી કે મમ્મી-પાપાનેસમજાવે અને ગુડીને અપનાવે, પણબધું જ વ્યર્થ. મમ્મી-પાપાને તો ઠીક, પણ ગુડીને સ્વીકારતા ખુદ કેયુરને પણ ખાસ્સો એવો સમય લાગ્યો. શેફાલી સાવ નિરાશ થઈ ગઈ.સમજણી થઈ રહેલી ગુડીની હવે તેને ચિંતા થઈ રહી હતી. ગુડીને આખાયે પરિવારનો પ્રેમ એ એકલી આપવામાં જ પોતાનો સમય વીતાવતી. કેયુર ક્યારેય ગુડીને પિતાનો પ્રેમ આપી શકતો નહોતો. ગુડીને કોઈ લાડ કરાવવાના ઉમંગ જ એના દિલમાં ક્યારેય આવતા નહોતા. શેફાલીને થતું કે કેવો કહેવો આ માણસને ?
અચાનકગુડીએ શેફાલીના વિચારોની ગાડીને બ્રેક લગાવી.
‘મંમા... મંમા, જો તો હું શુ બનાવું છું?’ અચાનક ગુડીએ બોલાવી એટલે શેફાલીની તંદ્રા તૂટી, તેણે એ તરફ જોયું. ગુડી બરફના મોટા ઢગલા કરી તેના મોટા ફૂટબોલ જેવડા ગોળા બનાવી રહી હતી.
‘આ શું બનાવે છે તું ? આવડામોટા તારા જેવડા બરફના ડાગલા લાગે છે !’ શેફાલી દૂરથી જ હસતા હસતા બોલી.
‘તું ય શું મંમા..’ કહેતીગુડી ફરી બરફના એ ગોળામાં કશુંક બનાવવા માટે દોડી ગઈ.ને શેફાલી ફરી વિચારોમાં પડી ગઈ.
છેવટેપાંચ વરસે હનીમૂનનો કાર્યક્રમ કેયુરે બનાવ્યો ને અહિ ફરવા આવવાનું નક્કી થયું. મોડે મોડે પણ શેફાલીને ઉત્સાહ તો હતો જ. પણ અહિ આવ્યા પછી તેનો એ ઉમંગ પણ ઓસરતો ચાલ્યો.
શેફાલીનેહતું કે સંયુક્ત પરિવારમાં રહેવાને કારણે ઘરે કેયુર બરાબર રોમૅન્ટિક થઈ શકતો નહિ હોય, ખુલીને પોતાની જાતને વ્યક્ત ન કરી શકતો હોય, એમ બને. કદાચઆ સમય એના અંતરને ખુલવા માટે પૂરતી મોકળાશ આપી શકે તો બધું જ સરસ ગોઠવાઈ પણ જાય ! પરંતુ અહિ મળી રહેલું પર્યાપ્ત એકાંત કેયુરને ના તો દઝાડી શક્યુંકે ના તો જગાડી શક્યું. અહિખાસ્સું ઉત્તેજિત વાતાવરણ મળી જતું હોવા છતાં પણ એની આંખમાં રોમાંન્સનું નામોનિશાનજોવા મળતું નહોતું.
શેફાલીનિરાશ થઈ. કૉફીના ખાલી કપને હવામાં ઉછાળીરહેલા પોતાનામાં જ મસ્ત કેયુરને એ તાકી રહી.આ માણસને કેવો કહેવો? કેવો કહેવો આ માણસને? એના દિમાગમાં આ પ્રશ્ન ધુંધવાઈ રહ્યો. જવાબ ન મળતા એ વધુ ગુંચવાતી જાય છે.
ગુડીએબરફના ગોળાઓમાંથી એક મોટું પૂતળું બનાવી નાખ્યું ને શેફાલી પાસે આવી ને કહે, ‘મમ્મા..મમ્મા, જો તો, મેંશુ બનાવ્યું ? મેં બરફનો મોટો માણસ બનાવ્યો, જો તો ખરી મમ્મા ચાલ.’
શેફાલીનોહાથ પકડીને ગુડી ખેંચી જાય છે.
શૂન્યમનસ્કથયેલી શેફાલી પરાણે ખેંચાય છે ને બરફના ગોળાઓમાંથી બનેલા માણસને જુએ છે. ગુડીએ ખૂબ સરસ આકારનો માણસ તૈયાર કર્યો હતો. ઉપરના ગોળામાં તો આબેહૂબ લાગે એવી આંખો અને નાક-કાન પણ ખરા.
‘મમ્મા.. જો ને મમ્મા..’ ગુડી ફરી શેફાલીને ઝંઝોટે છે ત્યારે શેફાલી સભાન થઈ બરફના ઢીંગલાનેજુએ છે. જોતા જ એ જોર જોર થી હસવા માંડેછે, ‘અરે ગુડી, તે માણસ તો સરસ બનાવ્યો,પણ એના બે હાથ તો બનાવવાનું સાવ ભૂલી જ ગઈ ?’
‘શુ તું પણ મમ્મા ? આમાણસને હાથ હોય જ નહિ, મમ્મા, તને ખબર છે આ માણસને શું કહેવાય?’ ગુડી ઉત્સાહમાં બોલી.
શેફાલીઘડીભર થંભી ગઈ. એની નજર ઘડીક પેલા ઢીંગલા પરતો ઘડીક કેયુર તરફ ઘૂમ્યા કરે છે. એણેગુડીને જવાબ આપ્યો, ‘નાબેટા, હું તો થાકી ગઈ તોયે આ માણસનેઓળખી શકી નથી. તું જ કહે ને આ માણસને શુંકહેવાય ?’
બરફનાથર પર કૂદકો મારતા તાળીઓ પાડતા ઉછળતા ઉછળતા ગુડી બોલી ઊઠી,‘સ્નૉમૅન...! સ્નૉમૅન...!’
-અજય ઓઝા