સૂની અટારી

સ્વાતિ દેસાઇ (મૈત્રી)

July 29, 2024

સૂની અટારી

 

અષાઢી મેઘીલી રાત ને

સૂની અટારી મારી,

પવનની લહેરખીઓ , આવતી રહી પશ્ચિમેથી,

ને ધીમે ધીમે ગુંજન કરતી

મેઘદૂત સમા પ્રેમસંદેશ!!

વાદળ સાથે મન તો વહેવા લાગ્યું,

મનાવતી મનને, ઉથલપાથલ મન

ને કાળજે કંપન અનુભવતી

હું દેતી સંગાથનો ટહુકો,

સમજો છો હવે, લાગણીની

લિપિ શાને ઉતારું કાગળ પરે?

પ્રેમઘેલા થઇ તમે તો શબ્દોમાં

મૂકતાં ફૂલની ફોરમ!!

અમને લાગે સાચો સંબંધ સુંગંધ સંગાથે

આમ જુઓ તો અળગા

છતાં તમારી સાથે,

નાની અમથી વાત

માદક સુંગંધ સાથે

કહેવા અમને

અઢળક અભરખા!!

 

   ---- સ્વાતિ દેસાઇ (મૈત્રી)