સામ માણેકશા

સંજય થોરાત 'સ્વજન'

December 21, 2023

ફિલ્ડ માર્શલ સામબહાદુર માણેકશા ઇન્દિરા ગાંધીને ‘સ્વીટી’ કહીને બોલાવતા હતા..! 

 

‘સામ બહાદુર’: મહાન સામ માણેકશા પર આધારિત ફિલ્મ હાલમાં જરિલીઝ થઈ છે. આ ફિલ્મ ફિલ્ડ માર્શલ સામ માણેકશોના જીવન પર આધારિત છે, જેમણે ૧૯૭૧માં પાકિસ્તાન સામે યુદ્ધ જીત્યું હતું. ફિલ્મનીશરૂઆતમાં જ ખબર પડી જાય છે કે તેમનું નામ સામ બહાદુર ક્યાંથી પડ્યું. હકીકતમાં તેમને૮મી ગોરખા રાઈફલ્સના સૈનિકોએ 'બહાદુર' ઉપનામ આપ્યું હતું.

 

ફિલ્મમાં સામબહાદુરની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સામમાણેકશાની શૌર્યગાથાઓ સાથે તેમની ઘણી તોફાન અને ટીખળો આજે પણ ખૂબ પ્રખ્યાત છે. તેઓએવા આર્મી ચીફ હતા જે તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીના વિરોધથી પણ ડરતા ન હતા. એટલુંજ નહીં તેઓ ઈન્દિરા ગાંધીને 'સ્વીટી' પણ કહેતા હતા. આ તમામ બાબતો ફિલ્મમાં પણ બતાવવામાં આવી છે.પાકિસ્તાનના તત્કાલીન આર્મી જનરલ અને બાદમાં પીએમ બનેલા યાહ્યા ખાન સાથે સામમાણેકશાના સંબંધોને પણ ફિલ્મમાં અનોખી રીતે દર્શાવવામાં આવ્યા છે. બંને વચ્ચે અંગતરીતે મિત્રતા હતી, પરંતુ યુદ્ધના મેદાનમાં તેઓ એકબીજાના દુશ્મન જ બનીરહેતા હતા.

 

'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક' પછી વિકી કૌશલફરી એક વખત સૈન્ય અધિકારીની ભૂમિકામાં જોવા મળ્યો છે. મેઘના ગુલઝારે આ ફિલ્મનુંનિર્દેશન કર્યું છે. તેમણે ફિલ્મનો વિષય શાનદાર રીતે પસંદ કર્યો છે. જો કે, ઇન્દિરા ગાંધીએ કરેલા અન્યાય, પેન્શન માટેપડેલી તકલીફો જેવી હકીકતનો ઢાંકપિછોડો કર્યો છે.

ભારતના રિયલ હિરોસામ માણેકશાનો જન્મ ૩ એપ્રિલ, ૧૯૧૪ના દિવસેઅમૃતસર શહેરમાં એક પારસી પરિવારમાં થયો હતો. એમનો પરિવાર ગુજરાત રાજ્યના દક્ષિણભાગમાં આવેલા વલસાડ શહેરમાંથી પંજાબ રાજ્યમાં આવી ગયો હતો. માણેકશાએ પ્રારંભિકશિક્ષણ અમૃતસર ખાતે મેળવ્યું હતું, ત્યારબાદ તેઓનૈનીતાલ શહેર ખાતે શેરવુડ કૉલેજમાં દાખલ થયા હતા. તેઓ દેહરાદૂન ખાતે ઇંડિયનમિલિટ્રી એકેડમીની પહેલા બેચ માટે પસંદગી પામેલા કુલ ૪૦ છાત્રો પૈકીના એક હતા.ત્યાંથી તેઓ કમીશન પ્રાપ્તિ થયા બાદ ભારતીય સેનામાં ભરતી થયા હતા.

૧૯૩૭માં એકસાર્વજનિક સમારોહમાં ભાગ લેવા માટે લાહોર ગયેલા સામની મુલાકાત સિલ્લો બોડે સાથે થઈહતી. બે વર્ષ જેટલા સમય ચાલેલી આ દોસ્તી ૨૨ એપ્રિલ ૧૯૩૯ ના રોજ વિવાહમાં પરિણમીહતી. ૧૯૬૯માં તેમને સેનાધ્યક્ષ બનાવવામાં આવ્યાં. ૧૯૭૩માં તેમણે ફીલ્ડ માર્શલનુંસન્માન પ્રદાન કરાયું. ૧૯૭૩માં સેના પ્રમુખના પદથી સેવાનિવૃત્ત થયા બાદ તેઓવેલિંગટનમાં વસી ગયા હતા. વૃદ્ધાવસ્થામાં તેમને ફેફસા સંબંધી બિમારી થઈ ગઈ હતી અનેતેઓ કોમામાં ચાલ્યાં ગયા હતા. તેમનું મૃત્યુ વેલિંગટનના સૈન્ય રુગ્ણાલયનાઆઈસીયુમાં થયું હતું.

 

ફિલ્ડ માર્શલ સામમાણેકશા એક અદભુત યોદ્ધા અને એક અદભુત લીડર હતા. જેમણે દુનિયાને ભારતીય આર્મી અનેભારતીય સેનાના જવાનની શક્તિનો પરચો બતાવ્યો. જેમણે પાકિસ્તાનને ધૂળ ચટાડી અને ભારતનુંગૌરવ વધાર્યું. જેમણે ચીનને પાછું ખદેડીને ચીનને પાઠ ભણાવ્યો. આવા જબરદસ્તયૌદ્ધાને ભારત સરકાર દ્વારા આર્મીમાં ફિલ્ડ માર્શલનો હોદ્દો આપવામાં આવ્યો હતો. આહોદ્દો મેળવનાર સામ માણેકશા પહેલાં અને એક માત્ર એવા અધિકારી છે. ત્યાર બાદ આહોદ્દો ક્યારેય કોઈને આપવામાં આવ્યો નથી.

 

ફિલ્ડ માર્શલમાણેકશા એટલે કે, સામ બહાદુરને સવાયા ગુજરાતી કહેવાય છે. સેમ બહાદુર આનામ જ્યારે જ્યારે લેવામાં આવે છે, ત્યારેગુજરાતીઓનુ પણ ગૌરવ વધી જતુ હોય છે. સેમ બહાદુર એટલે કે ફિલ્ડ માર્શલ સામ માણેકશાએટલે કે, સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશાનો પરિવારગુજરાતમાં સ્થાયી હતો. ત્યારબાદ તેમનો પરિવાર ગુજરાતથી પંજાબ સ્થાયી થયો હતો.

એક આશ્ચર્યની વાતએ છે કે, રોજ લાખો લોકો અમદાવાદના એક બ્રિજ પરથી પસાર થાય છે.એ બ્રિજને લોકો શિવરંજની બ્રિજ તરીકે ઓળખે છે. શિવરંજની ચાર રસ્તાની ઉપરની બાજુએ આબ્રિજ આવેલો છે. ખુબ ઓછા લોકોને ખ્યાલ હશે કે, વર્ષ ૨૦૦૮ પછીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્ય સરકારના આદેશાનુસાર આ બ્રિજનું નિર્માણકર્યું ત્યારે તેનું નામ ફિલ્ડ માર્શલ માણેકશા આપવામાં આવ્યું હતું. માણેકશાનાપરિવારજનોનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. અને તેમની હાજરીમાં જ આબ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું! 

 

ભારતીય સેનાનાફિલ્ડ માર્શલ સામ માણેકશાને બાંગ્લાદેશના નિર્માણને લઈ હંમેશા યાદ રાખવામાં આવીરહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના ૧૯૭૧ યુદ્ધમાં પૂર્વ પાકિસ્તાનને અલગ દેશબનાવી દેવામાં આવ્યો હતો. પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ બન્યો હતો. ફિલ્ડ માર્શલમાણેકશાએ ચાર દાયકા સુધી દેશની સેવામાં ફરજ અદા કરી હતી.

સામ માણેકશાનો એકરસપ્રદ કિસ્સો એ છે કે, સેનાધ્યક્ષનું પદ સંભાળતાં પહેલાં સામ માણેકશાઇસ્ટર્ન કમાન્ડના વડા તરીકે કાર્યરત્ હતા. તેમની અંગત માલિકીની ‘સનબીમ રેપિયર’ કારહતી, જે મોટાભાગે તેમનાં પત્ની સીલુ ચલાવતાં હતાં. સામ એકરવિવારે અચાનક કાર બહાર કાઢીને ઑફિસ જવા નીકળી પડ્યા. તેમણે શૉર્ટ્સ અને પેશાવરીચંપલ પહેર્યાં હતાં.

ફૉર્ટ વિલિયમનાપ્રવેશદ્વાર પર એક ગોરખા સૈનિકે તેમને રોક્યા અને તેમનું ઓળખપત્ર માગ્યું. સામપોતાનું ઓળખપત્ર ઘરે ભૂલી ગયા હતા એટલે તેમને તેમની જ ઑફિસમાં પ્રવેશવા દેવાયાનહીં. સામે ગોરખા સૈનિકને તેની જ ભાષામાં કહ્યું હતું કે “મલાઈ ચિને ચૈના માં તેરોઆર્મી કમાન્ડર છું.”(મને નથી ઓળખતા? હું તમારો આર્મીકમાન્ડર છું) ગોરખા સૈનિકે જવાબ આપ્યો હતો કે “ના ચિનાઈ ચૈના, આઇડી ચૈના, ફેટા ચૈના, ઝંડા ચૈના, ગારી મા સ્ટારપ્લૅટ ચૈના, કસરી ચિન્ને હો કિ તપઈ આર્મી કમાન્ડર ચા?” (નહીં. હું તમને ઓળખતો નથી. તમારી પાસે આઇડેન્ટિટી કાર્ડ નથી, રેન્કના બેજ નથી. તમારી કાર પર રાષ્ટ્રધ્વજ પણ લાગેલો નથી.હું કેવી રીતે ભરોસો કરું કે તમે આર્મી કમાન્ડર છો?)

 

શું હું તમારાબૂથમાંથી એક ટેલિફોન કરી શકું, એવો સવાલ સૈનિકનેપૂછીને સામ માણેકશાએ કમાન્ડિંગ ઑફિસરને ફોન કર્યો અને કહ્યું કે તમારા એક જવાનેમને ગેટ પર રોક્યો છે. તેની ભૂલ નથી. મેં યુનિફોર્મ પહેર્યો નથી અને મારુંઆઇડેન્ટિટી કાર્ડ પણ મારી પાસે નથી. તમે મને ઑફિસમાં પ્રવેશ અપાવી શકશો. આસાંભળીને કમાન્ડિંગ ઑફિસર એક જ મિનિટમાં દરવાજે પહોંચી ગયા અને સામને પ્રવેશકરાવ્યો. સામ માણેકશાના કહેવાથી કમાન્ડિંગ ઑફિસરે ગોરખા સૈનિકને ઈમાનદારીથી ફરજબજાવવા બદલ જોરદાર શાબાશી આપી.

 

સામ માણેકશાનેકેટલીક ચીજો પસંદ ન હતી. કેટલાંક કારણોથી તેઓ માનતા હતા કે ડરપોક લોકો જ છત્રીનોઉપયોગ કરતા હોય છે. તેઓ કહેતા કે એક સૈનિકની પીઠ પર વરસાદનાં કેટલાંક ટીપાં પડીજાય તો તેનાથી શું ફરક પડે? તેમને એક બીજી ચીજથી પણ નફરત હતી અને એ હતાં ગૉગલ્સ.

તેની પણ એક કહાણીછે. સામ માણેકશા યુવા અધિકારી હતા ત્યારે તેમના કમાન્ડિંગ ઑફિસરે સામની આંખો પરનાંકિંમતી ચશ્માં એવું કહીને પોતાના પગ તળે કચડી નાખ્યાં હતાં કે ચશ્માં પહેરવાથીઆંખો ખરાબ થઈ જાય છે. સામ માણેકશાને માઇક પણ પસંદ ન હતું. એક લશ્કરી સંમેલનમાં ભાગલેવા માટે તેઓ એક સૈન્ય ટુકડીની મુલાકાતે હતા. એ વખતે સામ માટે મંચ પર માઇકનીવ્યવસ્થા કરવામાં આવી હતી. તેમણે માઇક જોતાં જ કહ્યું હતું કે “ટૅક ધીઝ બ્લડી થિંગઑફ. હું અહીં મારા જવાનો સાથે વાત કરવા ઇચ્છું છું.”

 

એનિમલ જેવી હિંસકવલ્ગર ફિલ્મ સામે સામ માણેકશા ફિલ્મ ભલે પ્રેક્ષકો મેળવવા સંઘર્ષ કરતી હોય પરંતુભારતના આ સૈનિકના યોગદાનને કોઈ ભૂલી શકે તેમ નથી. 

 

ચૂંટલો: સામમાણેકશા યુનિફોર્મ પહેર્યો હોય ત્યારે અને લોકો હાજર હોય એવા જાહેર સ્થળે ક્યારેયભોજન લેતા નહોતા!