એક્ પંખી જ્યાં ટહુક્યું આવી વસંત, કળીઓને ફૂટી છે આંખો
મલયાનિલ વીંઝણો એવો તો વાયો જાણે સુગંધને ફૂટી છે પાંખો
સખી, ચાલને એમાં મહેકાઈએ!
એક્ ઝાકળનું મોતી ઠર્યું લીલુડા પાન પર, આકાશે વાદળ બંધાયા
હૈયે ચડીને આવી એવી તો હેલી, સાત સમંદર નયનોમાં છલકાયા
સખી ચાલને એમાં ભીંજાઇયે!
એક્ કિરણ જ્યાં ટપક્યું સુરજની આંખથી,ઉઘડી ગઈ આભની અટારી
નભની કંકાવટીનાં ઢોળાયા સાત રંગ, ઝળહળ થઇ અંતરની બારી
સખી ચાલને એમાં રંગાઇયે!