પળ - અકળ

દેવિકા ધ્રુવ

December 13, 2023

પળ - અકળ

જન્મનીપળ કંઈ એવી અકળ અહીં,

પહોંચે ન કોઈ એ વિસ્મયની તળ મહીં.

ઘોડિયાએમાંડેલી વારતામાં, તડકા ને છાંયડાની શાહી ઢોળાય.

કોરાકટકાગળ પર એક પછી એક નવા રંગોની ઢગલીઓ થાય..

રોજરોજ પાનાં તો જાય એમ સરી, જેમ સાગરમાં બૂંદ જાય વહી..

પણપહોંચે ન કોઈ એ વિસ્મયની તળ મહીં.…. …..જન્મની પળ કંઈ એવી અકળ અહીં..

 

અંદરછે અંતર ને અંતરની ભીતર, કંઈ ધબકે નિરંતર.

શોધીશોધીને ને કોઈ થાકે પણ જડતું ના કોઈને સદંતર..

સદીઓથીસૂફીઓએ લળી વળીને ખૂબ કહી, કળ કહી,

તોયપામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં.……….. જન્મની પળ કંઈ એવી અકળ અહીં..

 

નેવારતાને છેડે વમળ જેવી સળ કંઈ હાથમાંય રાખી,ના કોઈને કીધી.

લાવેસવારી બહુ જ અણધારી, તો ક્યારેક પરીક્ષા,પ્રતીક્ષાની લીધી.

છેલ્લુંવિકટ પાન દિસે નિકટ તહીં, દેખાય ના એક્કે સિક્કા કે સહી..

આખરીપળ પણ એવી અકળ અહીં…………………પામે ન કોઈ એ વિસ્મયનીતળ મહીં.

 -----દેવિકા ધ્રુવ