"ઉઘડતા પાનાં” પ્રકરણ - 2

સ્વાતિ ન. દેસાઈ

December 23, 2024

સંધ્યાકાળેવાળું કરી સર્વ બહેનો પ્રાર્થનામાં એકઠી થઇ. પ્રાર્થના પછી શર્મિષ્ઠાબહેને વાત શરુકરતાં પહેલાં ચોમેર દ્રષ્ટિ ફેરવી, અંધકારના ઓળાવચ્ચે ભૂતકાળના કંઇક સ્મરણોની વિખરાયેલી યાદોને સમેટવાનો

આજે મોકો મળતાં અવઢવ મનને સ્થિર કરવાના પ્રયાસ સાથે નિખાલસતાથી વાત શરુ કરી. 

                

મારા દાદી આઆશ્રમના પહેલાં ગૃહમાતા હતા. આદિવાસીઓના ઉધ્ધાર માટે આઝાદી પહેલાં કેટલાંક સમાજસેવકો કાર્યરત હતા તેમાં મારા દાદા ઇશ્વરભાઇ એક હતા. ગાંધીજી માનતા કે જ્યાં સુધી દેશમાં

પ્રજાઅભણ હશે ત્યાં સુધી આઝાદી મળવાની શક્યતા ઓછી છે. વળી જંગલમાં રહેતી આદિવાસી પ્રજા તોમાત્ર અભણ જ નહીં, પણ અજ્ઞાનતાના અંધકારમાં ડૂબેલીહતી. ગરીબાઇ એટલી કે શરીર ઢાંકવા પૂરતાં

કપડાં પણ નહીં. તેઓનેસમાજ સાથે જોડવા જોઇએ.તેમના ભગીરથ કાર્યમાં થોડા ઉત્સાહી યુવકો જોડાયા ને દરેકનેઅલગ અલગ પ્રદેશમાં વસતા આદિવાસીઓ અને તેમનાં બાળકોને શિક્ષિત

કરવા આશ્રમશાળાશરુ કરવા પ્રોત્સાહિત કરાયા. તેના ફળસ્વરુપે પંચમહાલના ભીલો માટે આશ્રમશાળા શરુ કરવામાં આવી.મારા દાદાએ અપાર નૈસર્ગિક સૌંદર્ય વચ્ચે આવેલા સાગટાળા મુકામે નાની ટેકરી

પર આશ્રમની સ્થાપના કરી.  અમદાવાદના શહેરી જીવન કરતાં બાળપણથી જ આ સ્થળનું ખેંચાણ વધુ હતું, તેથી આજે તમારી વચ્ચે છું . 

                           

આજે તો તમેસૌ અધતન શાળાનું મકાન ને રહેઠાણ ધરાવો છો પણ તે સમયે આવી સુવિધાઓ નહતી . આશ્રમના વ્યવસ્થાપકોના ઘર એટલે ઝૂંપડી , ગારમાટીનીભીંત ને ઘાસની છપરેલ, બારણું તો હોય જ નહીં ને

બારીનીજગ્યાએ ભીંતમાં બાકોરા.છોકરીઓ એક  કાચા લાંબી પરસાળ જેવા બાંધેલારહેઠાણમાં રહેતી. શાળાનું મકાન તો હતું જ નહીં, ઝાડ નીચે ગારમાટીનો ઓટલો જે છાણ-માટીની ઓકરીઓથીશોભતો હોય.

ગાંધીજીના આદર્શોના આગ્રહી એવા મારા દાદા ઇશ્વરભાઇ ને દાદી શાંતાગૌરીએ સ્વચ્છતા પણ રોજબરોજના જીવનમાં અપનાવેલી. સગવડ જરુરઓછી હતી પણ આશ્રમની સફાઇ આંખે ઉડીને વળગેતેવી હતી.

કાચા જાજરુ હતા , ખાડો ખોદીને તેના પર પતરાંનુંખોખું ને હાજતે જઇ આવ્યા પછી ઉપર માટીનાખવાની રહેતી તેથી માખી ને જીવાત બણબણે નહીં. આજે તમને સગવડ આપી છે પણ ચોક્ખાઇનોસદંતર

અભાવ છે. હવે તમે જ કહો તમને  આ અસ્વચ્છ વાતાવરણ વચ્ચે રહેવું છે કેસુઘડ જેનાચોક્ખા ઓરડા હોય , આંગણાંમાં પણ રોજ વાળી સાથિયાપૂરેલ હોય તેવા ?મોટાભાગની છોકરીઓએ આશ્રમમાંસ્વચ્છતા

હોવી જોઇએ તે બાબતે મોટાબહેનને ટેકો આપ્યો.

                                     

મોટાબહેનેવાત પૂરી કરતાં બીજા દિવસે સ્વચ્છતાના અભિયાન સ્વરુપે લેવાનારાપગલાંની ચર્ચા બીજાં દિવસે કરીશું કહી તેમના નિવાસસ્થાન ભણી પગ ઉપાડ્યા. પ્રાર્થનાપછી છૂટાં પડતાં બટકબોલી મંદાથી

નરહેવાયું, ને બોલી “ આ મોટાબહેન વધારેપડતાં આદર્શવાદી લાગે છે, કદાચ પરણિત નથી અથવા વિધવા કેત્યક્તા હશે. એમને સંસ્થાએ ખોટા માથે ઠોકી બેસાડ્યા છે. શર્મિષ્ઠાએ શાંત વાતાવરણવચ્ચે વહેતા

શબ્દો કાને પડ્યા ને સમજાયું, જેવાતાવરણમાંથી બહેનો આવી હતી તેને સ્વચ્છતાના પાઠભણાવવાનું કામ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું હતું. તેણે કંઇક નિશ્ચય સાથે  બંગલીમાં પ્રવેશ કર્યો.     

 

                                                                                                                                                                                                                                                                          ક્રમશ: ......