પંચમહાલમાંના અંતરિયાળ ગામ સાગટાળામાં આવેલ આદીવાસી કન્યા આશ્રમશાળાનો સંધ્યા- પ્રાર્થનાનો સમય હતો. બધી બાળાઓ વિશાળ ચોગાનમાં આવેલ ઓટલા પર હારબંધ બેઠકમાં ગોઠવાઇ ગઇ
હતી. આશ્રમના વ્યવસ્થાપક ઉપગૃહમાતા નર્મદાબહેને આજે નવા આવનાર ગૃહમાતા વિશે માહિતી આપતાં જણાવ્યું શર્મિષ્ઠાબહેન અમદાવાદથી આવે છે.આપણી આશ્રમશાળાના ગૃહમાતાની જવાબદારી
આજથી સંભાળેલ છે. પ્રાર્થના પછી આપણને સંબોધન કરશે. આ સાંભળતા જ સૌ આતુરતાપૂર્વ ગૃહમાતાની રાહ જોવા લાગ્યા.
આખરે સર્વનીઅધિરાઇનો અંત આવ્યો. ગૌરવશાળી વ્યક્તિત્વ ધરાવતા સાવ સાદી ખાદીનીસાડીમાં શોભતા આશરે પચાસેક વર્ષના શર્મિષ્ઠાબહેન મધુર સ્મિત કરતાં આવી લાગ્યા. દીપ પ્રાગટ્ય ને અગરબત્તી
પ્રગટાવી શાંતચિત્તે જમીન પરપલાંઠી વાળીને આસન ગ્રહણ કર્યું . પ્રાર્થનાનો સમય થઇ ગયો હતો, તેથી ઇશારાથી સર્વને પ્રાર્થના શરુ કરવાનું કહ્યું.
પ્રાર્થના પછીબહેને સંબોધન શરુ કર્યું . “ મારી વહાલી દીકરીઓ તમે સૌ ઘરથી દૂર અભ્યાસ અર્થે આશ્રમમાં પ્રવેશ લીધો છે એ બહુ આનંદની વાત છે. તમારા પંચમહાલના ઘણાં નાના ગામડાઓમાં હજી પ્રાથમિક
શાળાઓથી આગળ ભણતરની સગવડ નથી પણ ભણતરની ધગશ તમને અહીં ખેંચી લાવી તે જાણી આનંદની લાગણી અનુભવું છું. હું પણ ચોક્કસ ધ્યેય સાથે અહીં આશ્રમ સાથે જોડાઇ છું. ગૃહમાતાની સાથે
તમારી શાળાની મુખ્ય શિક્ષિકાની પણ જવાબદારી સ્વીકારી છે. આમ બેવડી જવાબદારીમાં આપ સૌના સાથ- સહકારનીઅપેક્ષા રાખું છું. તમારી માતા ને જરુર પડ્યે તમારી મિત્ર બનીને માર્ગદર્શન પણ આપી
શકુ તેવી મારી ભાવના છે. બહેનના સંબોધન પછી નર્મદાબહેને વાતનો દોર હાથમાં લેતા જણાવ્યું, “શર્મિષ્ઠાબહેન માટે આશ્રમ નવું સ્થાન નથી તેમનું બાળપણ અહીંવીત્યું છે. ઘણી મીઠી યાદો તેમની સાથે
સંકળાયેલી હશે તો એમને વિનંતી કરુંછું કે તેમનાં બાળપણનાં સંભારણાં સાંજની પ્રાર્થના પછી વાગોળી અમને સૌને તે વાતથી જ્ઞાત કરે.”શર્મિષ્ઠાબહેને હકારમાં પ્રત્યુત્તર વાળી નમસ્તે કહી વિદાય લીધી. બાળાઓ
પણ મોટાબહેનની શી વાત હશે તેની ચર્ચા કરતી છૂટી પડી. રાત્રે શર્મિષ્ઠા પણ માધ્યમિક શાળાનીવિદ્યાર્થીનીઓને કંઇક પ્રેરણા મળે તેવી વાત કરવાનો વિચાર કરતી નિદ્રાધીન થઇ.
વહેલી સવારેપક્ષીઓના મીઠાં કલરવ કરતાં ગાનથી શર્મિષ્ઠા જાગ્રત થઇ. આજથી તેના જીવનનો નવો અધ્યાય શરુ થવાનો હતો. નાની બેઠાં ઘાટની ટેકરી પર આવેલો આશ્રમ ખૂબ જ નચન રમ્ય વિસ્તારની વચ્ચે
આવેલ હતો. ગાઢ જંગલના વિસ્તારમાં આવેલ છૂટી છવાઇ નાની ટેકરીઓ સ્થિત એક ટેકરી પર કન્યા આશ્રમ ને બીજી પાસેની ટેકરી પર કુમાર આશ્રમ આવેલ હતા. વરંડામાંથી ખૂબ જ સુંદર પ્રાકૃતિક દ્રશ્ય જોતાં
શર્મિષ્ઠા પુલકિત થઇ ઉઠી.
ટેકરીની પાછળથીસૂર્યનારાયણ દર્શન દેવા ઉતાવળાં બન્યા હતા.ક્યાંક નાની વાદળી તેમના કિરણોને પૃથ્વીપર રેલાવતા રોકતી હતી, પણ દ્રશ્ય ખૂબ જ આહ્લાદક હતું. વરંડામાંથી ઉગતા સૂર્યને જોઇ શર્મિષ્ઠાનું
આનંદિત મન વીતેલાદિવસોની યાદે ચચરાટ અનુભવવા લાગ્યું, પણ વિચારોનેહડસેલો મારી નિત્યક્રમમાં પરોવાઇ.
આજે તો આગલા ઓરડામાં જ સૂતી હતી.હજી સામાન પૂરેપૂરો ગોઠવાયો નહતો. ગઈકાલનો આખો દિવસ વ્યસ્તતાવાળો હોવાથી નિરાંતે થશે માનીઆગલા ઓરડાની પાટ પર જ લંબાવ્યું હતું.
સવારની પ્રાર્થનાને નિત્યક્રમપતાવી છોકરીઓ આશ્રમમાં જ આવેલી શાળામાં જવા રવાના થઇ. પહેલા અઠવાડિયામાં વહીવટ પર ધ્યાન આપી પછી જ શાળામાં ગુજરાતી ને ઇતિહાસના વર્ગ લેવા વિચાર્યું
હતું . અત્યાર સુધીના વહીવટ પર નજર નાંખી તો જોયું કે રજીસ્ટર અધૂરાં ને અવ્યવસ્થિત હતા. છોકરીઓના ગામ, માતાપિતા વિ.માહિતી પણ અધૂરી હતી.. ખૂબ જ પછાત પંચમહાલ જિલ્લોને અંતરિયાળ
ગામના આદિવાસી ભીલ અભણ લોકો ફક્ત છોકરીઓને મૂકી જતા, કેટલાંકની તો જન્મતારીખની પણ વિગત નહોતી. આશ્રમનો વહીવટ પણ ખોરંભે પડેલ જણાયો. આશ્રમના વ્યવસ્થાપકો સાથે બપોરે મિટીંગ
ગોઠવી હતી તેમની સાથે વાતચીત કરતાં જણાયું કે મુંબઇના કેટલાંક દાનેશ્વરી ને સરકારની ગ્રાન્ટથી આશ્રમનું કામ સુપેરેચાલતું હતું. આખો દિવસ ખૂબ જ કંટાળાજનક રહ્યો. વહીવટની ગાડી પાટા પર ચડાવવાનું
કામ લોઢાના ચણા ચાવવાજેવું મુશ્કેલ હતું પણ ગાડી પાટા પર ચડાવવા શર્મિષ્ઠાએ કમર કસી.
ક્રમશ: ......