એકહતું ટામેટું,ગોળ મટોળ ટામેટું !
લાલમલાલ ટામેટું,માથેએને લીલું ટોપું
એ તો ટન ટનાટન ટામેટું,એતો ટમટમાટમ ટામેટું,
આમ દોડે તેમ દોડે,એમકરતા સૌને નડે,
અમથું કોઈને અડે ને લઢે,અમથુંસૌના અડફેટે ચઢે !
એ તો કોઈના કીધે રોકાય નહીં,વળીકોઈથી એને ટોકાય નહીં !
એ તો લટક મટક કરતું તું, ને પાછું મરક મરક હસતું હતું !
એ તો ટનટનાટન ટામેટું,એતો ટમ ટમાટમ ટામેટું !
ટામેટાને સામે મળ્યું લીંબુ,એકહે,ઓ લીંબુ,તને હું ઢીબું !લીંબુ બોલ્યું બેસ તું છાનુમાનું ! ટામેટું,તુંક્યાં મને ભટકાણું !
ટામેટા,તું ભાગ,છાનુંમાનું! કે પછી ડાબા હાથની તાણું !ટામેટું તો,દોડતું જાય,દોડતાદોડતા બોલતું જાય !
જાને હવે લીંબુ, તું તો પીળું પચ, ને વળી તું તોખાટુંખાટું મચ!
ઓ ટામેટા બંધ કરને લવારો,તારેમારે ના હોય ભાઈચારો !
અરે લીંબુ, તું કેમ કરે ખટપટ !મને જવા દે તું હવે ઝટપટ ! ટામેટા સાંભળ મારી વાત,નાકર તું કોઈની પણ પંચાત !
ટામેટું તો સરસર સરકતું જાય,દડબડદડબડ દોડતું જાય !
એ તો ટન ટના ટન ટામેટું,એતો ટમટમાટમ ટામેટું !
એ તો આમ દોડે તેમ દોડે,એમકરતા એ સૌને નડે !
આને લડતું,તેને વઢતું,અમથાંઅમથાં ઝઘડા કરતું !
એને સામે મળ્યો વટાણો,કહેટામેટું,તું તો નાનો દાણો !વટાણો કહે ભલે હું નાનો દાણો,પણહું તારાથી છું કેવો શાણો !
હવે જાને છાનો માનો,ખસતું તો નાનો દાણો !
લટકાળું ટામેટું બોલતું જાય, મરકમરક કરતું જાય !
એ તો ટન ટના ટન ટામેટું,દોડેટમ ટમા ટમ ટામેટું !
ટામેટાને સામે મળ્યું મરચું, તેકહે,દોડ ના તું ટામેટું !હવે જાને તીખું મરચું,તારાથીવળી કોણ ડરતું !
મારું નામ છે મરચું,અડુંજેને,તેને હું ચચરું,
અડુ જો આંખની અંદર,છલકાવુંએમાં સમુંદર !
હું જેને કોઈને અડું,તેનું હું કામબગાડું !
જોવો છે મારો ચમત્કાર,કરીશમને તું નમસ્કાર !
ટામેટું તો ભાગતું જાય,આમતેમસંતાતુ જાય !
દોડતાં દોડતાં ગબડતું જાય,ગબડતાંગબડતાં બેઠું થાય !
એ તો ટન ટના ટન ટામેટું,દોડેટમ ટમા ટમ ટામેટું!
ટામેટાને સામે મળી કાકડી,કહેટામેટું તું ચાલેફાંકડી ! ચાલ તારું મારું કરું કચુંબર ! ના જોઈએલીંબુ કે મરચું અંદર !
કાકડી તો હસી પડી,હસીહસીને ઢળી પડી !
કેમ કાકડી તું આડી પડી ?દઉ કે તને હું બેસાડી ! લટકાળું ટામેટું ચાલ્યું જાય,હસતુંરમતું ગબડતું જાય !
એ તો ટન ટના ટન ટામેટું,દોડેટમ ટમા ટમ ટામેટું !
ટામેટાને સામે મળી કોથમીર,તેબોલી ક્યાં જાઓ મારા વીર ?
તું તો મને વહાલી,ઓકોથમીર,તું તો ડાહી અને છે ગંભીર !
કોઈને તું વઢે નહીં,કોઈનેતું લઢે નહીં !
ઓ કોથમીરની જૂડી,દઉં કે તને હુંબેસાડી !
આવીશ તને મળવા હું દોડી, જાપડતી ના હવે મોડી !
તારી મારી જોડી,કોઈના શકે તોડી !
ટામેટું તો આંખે આખું લાલ હતું,નેમાથે એને લીલું ટોપું હતું !
એ તો ટન ટના ટન ટામેટું, એ તો ટમ ટમાટમ ટામેટું! ટામેટું તો દોડમ દોડી કરતું જાય,હસતુંહસતું વળી ગાતું જાય !
હું તો રમતું ભમતું,સૌને ગમતું ટામેટું!
ટામેટાને મળ્યું મોટું બટાકું, બોલ્યુંટામેટા,તું મને ના ગમતું !બંધ કર તારી દોડાદોડી,સુઈજા હવે રજાઈ ઓઢી !
જાને બટાકા તું તો પડ,પછીમને અડ !
હું હસું ખડખડ, નેતું ગબડે દડબડ !
બટાકાને ચડી રીસ,ટામેટા તને હું દેખાડીશ !
જો તારા પર હું પડીશ,તોતારો ભૂકો કરીશ !
જાને જાડું પાડું બટાકું, તનેહું કોથળામાં નાખું?સાંભળ ટામેટા,કહુંછું સાચે સાચું !
ખાઈશ તને હું તો કાચે કાચું !
ટામેટું તો એવું ગભરાણું,ડુંગળીપાછળ જઈ સંતાણું !
બટાકુ તો એવું હસી પડ્યું,ટામેટુંતો,કેવું ગબડી પડ્યું ! ગબડતાં ગબડતાં રડ્યું,નેગાઢી નિંદરમાં ઢળીપડ્યું !
ટામેટું તો બહુ ડાહ્યું,રાતપડી ને સૂઈ ગયું !
----વસુધા ઈનામદાર
બોસ્ટન