વાણીમારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત છે.
વેશભૂષા વિદેશી છે પણ, ગૌરવ આ ગુજરાત છે.
પૂરવ હો યા પશ્ચિમ કે ઉત્તર હો યા દક્ષિણ,
ગિરા સૌની એક જેના, રુદિયામાં ગુજરાત છે.
મુનશીનીઅસ્મિતા છે ને પાટણની પ્રભૂતા એ છે,
સત્યના ચરખાથી ઝળહળ દીવડા ગુજરાત છે.
થઈગયા છે ગાંધી અહીં ને થઈ ગયા લોખંડી વીર,
ઈતિહાસને પલટી રહ્યા, મોદી ખડાગુજરાત છે.
શહેરે શે’ર અને દેશવિદેશે, ગૂંજે છે હરઘર માંહી,
તે વાણી મુખે ગુજરાતી ને મનડામાં ગુજરાત છે..
દીસેપાણી ચારેકોર ને શાન-માન લહેરાય છે.
આકાશથી ઉતરી કદી તું, આવઆ ગુજરાત છે.