દિલ મારું - સમય તારો

નિર્ઝરી વસાવડા

March 6, 2025

દિલ મારું - સમય તારો

શબ્દો મારા - કલમ તારી

સાંભળું હું - બોલે તું

સફર મારી - પ્રવાસ તારો

 

વહેચ્યું અડધું અડધું

માની જઈ એકબીજાનું

માણીએ આ સમયગાળાને

યાદ કરી ગયેલ સમયગાળાને

સ્વીકારીએ આ સમય ને

આવકારીએ આવનાર સમય ને

 

જરૂર નથી કંઈ ત્રાજવે તોલવાનું

જરૂર નથી કંઈ પુરવાર કરવાનું

જરૂર નથી કોઈ સવાલના જવાબ આપવાનું

મન થી થાય એ જ સાચું,બસ મન ને મારશો નહીં

નહીં લાવતા કોઈ અહમ વચ્ચે

જરા ચકાસી લેજો.. જાણી ને અજાણ નથી થઈ જવાતું ને!

ભલેને થોડો થોડો કરતાં વહેતો જાય સમય

સમય ને ક્યાં રોકાવું છે? એ તો છે અવિરત..

છે નક્કી દરેક સમય ,સાથે માણ્યો એ આપણો

દૂર રહી પાસે રહ્યા, એ  પણ આપણો

 

અહેસાસ થયા કરે એકબીજાને કે હા, છીએ આપણે એકબીજાની સાથે

બસ, એ જ તો છે અહેમિયત,સમજણભર્યા ગાળેલાસમયની

 

નિર્ઝરી વસાવડા