વસંત પૂરી ને ચૈત્ર માસ બેઠો..બાલ્કની માં બન્ને ચા પીતાં છાપું વાંચતાં બેઠાંબેઠાં નાની મોટી વાતો ચાલતી હતી.સાથે નીરજા બાલ્કની માં રાખેલ નાનાં મોટાં પ્લાન્ટ ની કાળજી લેતી, માળી ભાઈ આવે એ પહેલાં જોઈલે કે એમની પાસે થી આજે શું કામ લેવાનું છે.સૂકા પાંદડાં કાઢતી જાય અને કૂંડાનેગોળ ફેરવતી જાય ,આવા કામ માળી હોય છતાં નીરજા કરે જેથી છોડવાના સ્પર્શ ની ઉર્જા મળે..સૂકા પાનખરે, નવપલ્લવિત પાન આવે એજોઈ ને પ્રકૃતિ ના નિયમને સમજવું બહુ સાહજિક લાગે. એ જીવન માં એક ઉર્જા આપે.
બન્ને પોતપોતાના કામે વળગે એ પહેલાં નીરજા સુમિત ને કહે છે , ના ન પાડે તો એક વાત કહું?( મન માં ચાલતા વિચાર સાથે)હળવાસ્વભાવવાળા સુમિત એ સહજ રીતે કહ્યું, ના તો નહિ પાડું પણ હા પણ નહીં પાડું..હસી ને કહ્યુંનીરજાએ..ખબર છે મને, પણ આ તો કહી જોઉં.. સુમિત એ કહ્યું..શું છે બોલને..
આજે ચૈત્રી નવરાત્રી નું પહેલું નોરતું છે અને હું દીવો કરી શકું એમ નથી,તો ઓફિસ જતાં પહેલાં દીવોકરી ને .. ત્યાં જ પોતાની પહેલી આંગળીથી ના બતાવી બોલ્યો.. જ્યાં સુધી આ વિચાર નહીં બદલાય ત્યાં સુધી હું દીવોનહીં કરું,માતાજી એ જ તો તમને અવતર્યા છે ને તમે જ?
આવા ઘણા અસાધારણ વિચારો સાથે, ઘણું બધું વૈચારિક રીતે પોતપોતાના મંતવ્યોની આપ - લે થતી રહેતી હોય એ તેઓબન્ને વચ્ચે બહુ સાહજિક છે. પોતાની રીતે જે સચવાય એ સાચવી લે છે.
ત્યાં બારણે ઘંટડી વાગી,નીરજા દરવાજો ખોલવા ગઈ અને સુમિત ઓફિસ જવા તૈયાર થવા અંદર ગયો.
બારણું ખોલતાં જ સામે મોટી આંખવાળી ,હસતાં ચહેરે એક નાની, લગભગ બાળમંદિર જતી ઉંમર નીછોકરી,હાથ માં બે કેળાંઅને એક સફરજન પકડી ઊભી હતી અને મને જોઈને hello aunty બોલી.નીરજા એ પણ એની જેમ જ hello baby કર્યું..સાથે અમારો સફાઈકર્મચારી હસતા ચહેરે એટલે ખ્યાલ આવ્યો કે એમની દીકરી છે. નામ પૂછ્યું તો તરત મીઠ્ઠા અવાજે બોલી , મારું નામ રુહી છે.મારાથીભાઈ ને પૂછાઈ ગયું રોજ નથી આવતી, પહેલીવાર જોઈ. એણે કહ્યું school જાય છે.આજ થી વેકેશન છે એટલે સાથે લાવ્યો છું.નીરજા એ કચરોબહાર મૂકી ,રુહી ને પેલાં હાથ માં પકડેલ ફળો મૂકવા કાપડ ની થેલી આપી.રુહી તરત બોલી..thank..you..aunty..નીરજાને એટલી મીઠડીલાગી કે બહાર જઈ તેડી ને ઘરમાં ખુરશી પર બેસાડી અને રુહી ના પપ્પા ને બોલી તમેનીચે ના માળે જાઓ હમણાં રુહી ને મોકલું..
નીરજા રસોડામાં જઈ જલ્દી જલ્દી ચક્કાજામ દહીં માં પીસેલી ખાંડ અને એલચી ભેળવીઇન્સ્ટન્ટ શ્રીખંડ બનાવે છે.એકવાટકી માં ભરે છે.સાથે બીજી વાટકી માં રસોડામાંથીહળદર લે છે.રુહી ને ચાંદલો કરી શ્રીખંડ આપે છે.ચમચી ભરી શ્રીખંડ ના ચટકા ભરતી રુહીની સાથે નીરજા વાત કરતી હતી ત્યાં સુમિત તૈયાર થઈ ને બહાર આવ્યો અને અરેવાહ...રુહી ને હેલો કહી..રુહી એ સામે હેલો..બાય..કીધું..અને નીરજા એ પણ સુમિત નેઆવજો કહ્યું ને એટલું બોલી..મારે માટે આજે આ દીવા કરતાં પણ "મોટ્ટી વાત"થઈ.
સુમિત જાણે નીરજા ની આ "મોટ્ટી વાત"ને સહમતિ આપતો હોય એમ hmmm કરતાં ઓફિસ જવા નીકળી ગયો..
રુહી એના પપ્પા પાસે નીચે ગઈ અને
નીરજા હીંચકે બેસી કંઈક જુદી જ અનુભૂતિ કરી રહી હતી.
- નિર્ઝરી વસાવડા