માતૃવંદના

ડૉ નારદી જગદીશચંદ્ર પારેખ નંદી

February 7, 2023

ડૉ નારદી જગદીશચંદ્ર પારેખ નંદી : માતૃવંદના

રાગ… આવો બચો તુમ્હે દિખાએ ઝાકી હિન્દુસ્તાન કી…

માતૃવંદના કરવા કાજે,

ભેટ આ શીશની ધરવી છે.

તન મન ધનને ચરણે ધરીને,

માની સેવા કરવી છે..

જય જય ભારત માત(૨)

વીર ભગતસિંહ રાજગુરુ

ને સુખદેવની કુરબાની છે.

ગુરુ ગોવિંદના સંતાનોની

વીરતા ભરી કુરબાની છે.

આઝાદીના લડવૈયાની.

  આરત મારે કરવી છે.

જય જય ભારત માત(૨)

આઝાદીનાં પરવાના એ,

દેશની શાન વધારી છે.

ભારત કેરી સીમાઓની.

દશે દિશા વિસ્તારી છે.

અણનમ માથા જેનાં ન ઝુકયા,

 આરત એની કરવી છે.

જય જય ભારત માત(૨)

સુભાષ ગાંધી તિલક ગોખલે,

વલ્લભભાઈની લડત મહીં.

જન-મન તન સંગે જોડાયાં,

સ્વાતંત્ર્ય સંગ્રામ મહીં.

અહિંસાના ચળવળ વીરોની,

આરત મારે કરવી છે.

જય જય ભારત માત(૨)