મને સાંભરે રે પેલી વડ ની વડવાઈયો
પગને પંપાળતી, કોમલ પડછાઈયો
ક્યાં ખોવાઈ ગઈ પેલી ધૂળ ની ડમરીયો
ઘેલો બની શોધું
પેલી વડ ની વડવાઈયો
તપતી બપોરે દાઝે પગની તલેટિયો
ને મનમાં તોયે વાગે, ઘેલી શરનાઈયો
યાદ આવે મને, ખૂણે ખૂણો ને અભરાઈયો
ઘેલો બની શોધું પેલી વડ ની વડવાઈયો
ભરખી ગયી છે મને સમય ની ખાઈયો
બાળે છે જીવ જાણે આંધળી દિવાળીયો
કેવી ઘડી છે આ સપનામાએ દૂરીયો
ઘેલો બની શોધું પેલી વડ ની વડવાઈયો
નથી ગયો દૂર કે નથી પાસે આવ્યો
જ્યાં છૂ ત્યાં હૂં તને સાંભરી લાવ્યો
છુટ્યો તારો પાલવ ને ખોયો તારો ખોળીયો
જીવ મારો ખેચે પેલી વડ ની વડવાઈયો
સાત સમુદ્ર પાર, યાદી નો પ્રગટ્યો દીવો
યાદ આવ્યા ગીતો ને તારા બધા કાવ્યો
ધુમ્મસ માંથી પ્રગટે પેલી સ્મરણ ની દીવિયો
ને મનમાં ઝ્હૂમે પેલી વડ ની વડવાઈયો