વિનવણી આજીજી બહુ એ કરી જિંદગી
પણ એને કાન હોયતો એ સાંભળેને,
વ્યક્ત કરીહ્રદયની લાગણી,
પણ દિલ હોય તોમહેસુસ કરે। ને,
જવાબદારીના ઢગલા।ખડકી,
એને તો દોડવું છે, પણ
શેં થશે આબધું,
કેમ છૂટાશે આવિષચક્રમાંથી
મન હોય તોવિચારેને
એને તો દોડવું છે.
અભાગી આપણે સૌ સમજી ન શકયા,
કે પળ મળી તેમાંજીવી લેવું,
પણ દોડતીજિંદગીમાં સોણલાં,
સેવવા એ ભૂલ હતીસૌની,
હવે સમજી ત્યારથીસવાર જાણી,
જીવી લો પોતાનીમસ્તીમાં,
પોતાની જાત સાથે.
રફતારમાં મળેલાસાથીની
સાથે ચાલો કદમમિલાવી,
રખેને તેમનો સાથન છૂટી જાય,
સરકેલો સમયછૂટ્યો,
સહન કરી લીધો,
પણ સહી શકીશું,
સાથ મિત્રોછૂટયાનો ?
અથવા
પણ શેં સહન થશે
સાથ મિત્રોછૂટયાનો?
-------------સ્વાતિ દેસાઈ