સતત રટણ કરતું એક જ નામ
લખું નામને હિંડોળે.
શ્વાસોશ્વાસ માં વણાયેલ લાગણી ને
યાદ સાથે વરસે આંખ , ભર ઉનાળે
શ્રાવણ ભાદરવે.
ઘોર ઘૂઘવતા લાગણીના દરિયાને,
બાથમાં લેવાની ગુંજાશ કેટલી?
કંઈ કેટલાં ય વણગાયેલા ગીત
ગાવા હૈયું ઘણું ઉતાવળે
પણ પડછાયો જ અલભ્ય ત્યાં
ગીત છાને ખૂણે ગણગણે.
અમસ્તી અમસ્તી મલકાટ વેરતી
છાનાં છપના આંસૂ છીપમાં મૂકી
લખું ગીત તારા નામે