કયાં સુધી મુરલીધરને વાંસળીમાં શોધીશું
~~~~~~~
🦚~ કયાં સુધી માધવને મટકીફોડમાં શોધીશું ,
🦚~ કયાં સુધી કનૈયાને પીતાંબરમાં શોધીશું.
🦚~ ક્યાં સુધી કેશવને લાંબા,કાળા વાળમાંશોધીશું,
🦚~ ક્યાં સુધી શ્યામસુંદરને શ્યામ રંગમાંશોધીશું.
🦚- ક્યાં સુધી સુદર્શનને સુંદર સ્વરૂપ~રુપાળાવાનમાં શોધીશું ,
🦚~ ક્યાં સુધી બાલ ગોપાલને બાળ સ્વરૂપમાંશોધીશું,
🦚~ ક્યાં સુધી નારાયણનાં શરણને શોધીશું ,
🦚~ ક્યાં સુધી જ્ઞાનેશ્વવરનાં જ્ઞાનનેશોધીશું,
🦚~ ક્યાં સુધી પાર્થસારથિને લગામ પકડેલોશોધીશું,
🦚~ ક્યાં સુધી ગોપાલને ગાયો ચરાવતાંશોધીશું ,
🦚~ ક્યાં સુધી વાસુદેવને વિશ્વમાં શોધીશું,
🦚~ ક્યાં સુધી કદંબની ડાળો પર શોધીશું ,
🦚~ ક્યાં સુધી યમુનાનાં જળમાં શોધીશું ,
🦚~ ક્યાં સુધી વ્રજમાં શોધીશું .,
🦚~ ક્યાં સુધી ગોકુળમાં ગલીઓની વચ્ચેશોધીશું ,
🦚~ કયાં સુધી મથુરાનાં ઘાટ ઊપર શોધીશું ,
🦚~ ક્યાં સુધી ગોપીઓ જોડે રાસ રમતાંશોધીશું ,
🦚~ ક્યાં સુધી ચંદ્રલોક બ્રહ્માંડેશોધીશું ,
🦚~ ક્યાં સુધી જતીપુરાના લોકો વચ્ચેશોધીશું ,
🦚~ ક્યાં સુધી ગોવર્ધનની પરિક્રમામાંશોધીશું ,
🦚~ ક્યાં સુધી અષ્ટ પ્રહર શોધીશું ,
🦚~ ક્યાં સુધી જન્માષ્ટમીની રાત્રેશોધીશું,
🦚~ ક્યાં સુધી સોળ શણગારમાં શોધીશું,
🦚~ ક્યાં સુધી મોરપીંછમાં શોધીશું,
🦚~ કયાં સુધી સુદર્શન ચક્ર સાથે શોધીશું,
🦚~ કયાં સુધી માથાનાં મુગટમાં , નાકનીનથણીમાં ,ડોકનાં હારલામાં ,હાથની પોંચી ,પગનાં ઝાંઝરામાં ,પીળા પીતાંબરમાં , કાનનાકુંડળીમાં , મંદિરનાં ગર્ભગૃહમાં શોધીશું .
🦚~ ક્યાં સુધી જશોદાજીની મમતામાં ,દેવકીની વ્યથામાં શોધીશું ,
🦚~ કયાં સુધી રુક્મિણીની અંગતતાં અનેરાધાનાં પ્રેમમાં શોધીશું,
🦚-કયાં સુધી માખણ મીસરી~ દુ:ખમાંશોધીશું,
🦚~ ક્યાં સુધી મીરાંબાઈ , નરસિંહ મહેતાનાભજનોમાં શોધીશું ,
🦚~ કયાં સુધી અર્જુનની વ્યથાશોધીશું,
🦚~ કયાં સુધી ભર દરબારમાં દ્રૌપદી અનુભવેલી એકલતાં અને મહાભારતનાં પાત્રતા અનેયુદ્ધની પરાકાષ્ઠામાં શોધીશું ,
******************
તો બોલો હવે :~~
•••કેવી રીતે શોધીશું ? આ જન્માષ્ટમીનીઆ એક દિવસની ઊજવણીમાં, રાતનાં બારવાગે થતાં એ જન્મદર્શનની લાઈનોની ધક્કામુક્કીમાં, જાત્રાનાં સ્થળોએ ઊભી થતી ગેરવ્યવસ્થાઓમાં,
બોલો , બોલો ,,,કેવી રીતે પામીશું ? એ તમારાં વહાલાં શ્રી કૃષ્ણને ,કાનુડાને .
ક્યાં સુધી આવી રીતે શોધીશું ? કયાંકયાં શોધીશું ?
•••અરે મારા વહાલાઓ ,
શ્રી કૃષ્ણ જન્મની વધાઈઓ ગાવાં થનગનાટપામી રહેલાં પરમ ભક્તો,
અરે ,જરાં મને સાંભળો તો ખરાં ,
શ્રી કૃષ્ણને શોધવાં જ છે તો ચાલો,
ગરીબીની ભૂખમાં શોધીએ ,હોસ્પિટલનીપથારી પર પડેલ દરદીની ચાકરીમાં શોધીએ, શરીર ઢાંકવાં જેટલાં પણ કપડાં નથી જેની પાસેતેની લાચારીમાં શોધીએ.
•••મારા પ્રિયો ,
શ્રી કૃષ્ણને શોધવાં જ છે તો ચાલો,
એરપોર્ટ પર શોધીએ , બસ સટેન્ડ પરશોધીએ, રેલવે સ્ટેશન પર શોધીએ ,કારણ એ ભગવાન શ્રી કૃષ્ણએ પણ હવે યાત્રા કરવાનુંસાધન ~ *mode of transportation* બદલ્યું જ હશે , ક્યા સુધી ઘોડાવાળા રથમાંજ..
•••ઓ મારાં ભગવાન શ્રી કૃષ્ણનાંશુભેચ્છકો ,
શ્રી કૃષ્ણને શોધવાં જ છે તો ચાલો,તમારાંમાં શોધીએ , મારાંમાં શોધીએ , આપણાંમાં શોધીએ . આપણાંપણાંમાં શોધીએ .
શ્રી કૃષ્ણને શોધવાં જ છે તો ચાલો,માનવતાંમાં શોધીએ . પ્રાણીમાત્ર પ્રત્યે કરુણાં અને પ્રેમમાં શોધીએ , જીવનમાં શોધીએ .
શ્રી કૃષ્ણને શોધવાં જ છે તો ચાલો સાથેભેગાં મળીને શોધીએ.
કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણનાં મુખે ગવાયેલી * શ્રીમદ્ ભગવદ્ ગીતા*ના એ અપાર જ્ઞાનમાં જ શોધીએ.
યોગીને શોધવો જ હોય તો *યોગ*માં જ શોધીશું ~ કર્મયોગનાં કર્મનાંસિધ્ધાંતમાં શોધીશું .
---હિરેન પરીખ ( આર્કિટેક્ટ)