જેવી મળી આજિંદગી
જેવી મળી આજિંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.
આવે કદી હોંશેઅહીં, ઇચ્છા ઘણી સપના લઇ,
માનો કે ના માનોબધી, તરસાવવાની હોય છે.
ના દોષ દો,ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે,
પળપળ અહીં દુલ્હનસમી, સત્કારવાની હોય છે.
જુઓ તમે આ આભનેકેવી ચૂમે છે વાદળી,
કોને ખબર ક્ષણમાત્રમાં, તરછોડવાની હોય છે.
બાંધી મૂઠી છેલાખની, ખોલી રહો તો રાખની,
શાંતિભરી રેખાનવી, સરજાવવાની હોય છે.
પામી ગયા, એ પથ્થરો પૂજાય છે દેવાલયે,
બાકી રહેલી વાતશું સમજાવવાની હોય છે?!
હાથો મહીં જેઆવતું, ખોબો કરીને રાખજે,
ખુશી મળે “દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે.
-----દેવિકા ધ્રુવ