તારલિયા ગગને
ગગન તમે ક્યાંના વિરોધાભાસી,
ઘડીમાં અંધારિયાઉલેચતા ને
અજવાળિયા રેલાવતાસૂર્યરથને
દેતા અનંતવિસ્તરતો પથ
વળી ધીરે ધીરેઅજવાળિયો પથ સંકેલી,
કાજળ ઘેરીરાતલડીએ
ચમકાવતા તારલિયાને.
મરજીવા બની ઢૂંઢે,
લોચનિયાં મારાચાંદલિયાને
વળી વિસ્મયનાવનમાં
ખોજતું કલ્પનાનુંહરણું ગગને
અહીં આસપાસ ડોલતાવૃક્ષ
ને ઝંબુળાતાપડછાયા,
ધરાને ચૂમી રહયા
પર્ણનું મધુરસંગીત ને
જંપેલા પંખીનામૂંગા ગાન
શબ્દોની હવાઘુમ્મર ઘુમ્મર
કરતી વીંટાળતીઆસપાસ.
સૈનિક ચાલેતારલાની ફોજ
અજવાળતી ગગનને
ચાંદો તોઅભિમાનની ચાલે
રોજ ચાલતો પણ, લાંબા વિરામના અંતે
અભિમાનથી પોરસાતાતારલિયા ગગને
ઉત્સવ માણી રહ્યા!!!
------સ્વાતિ દેસાઇ