હલચલ
અણધારી આ હલચલ થઈગઈ.
અંદર ઉથલપાથલ થઈગઈ.
નાની શી ચીનગારીસળગી,
ભીતર ઝીણી ઝળહળથઈ ગઈ.
ધૂમ્મસનો વિસ્તારહટ્યો ને,
કાજલ દૂનિયા ફાજલથઈ ગઈ.
વયનો પડદો હાલ્યોત્યાં તો,
સમજણ આખી સળવળ થઈગઈ.
શીતલ વાયુ સહેજ જસ્પર્શ્યો,
પાંખડી મનની શતદલથઈ ગઈ.
કોણે જાણ્યુંક્યાંથી આવી,
બૂંદો પલભર ઝાકળથઈ ગઈ.
સુરભિત મુખરિતશ્વાસે શ્વાસે,
આરત ફૂલની ઉજ્જવળથઈ ગઈ.
-----દેવિકા ધ્રુવ