ભલું થજો કોરોનાનું

સ્વાતિ દેસાઇ

April 27, 2023

જગત આખું ચકરાવે ચઢ્યું,

મહામારી સમા સુક્ષ્મ જંતુના વાયરામાં,

સૌ કોસતા કોરોનાને,

કયાંક સંદેશાની આપ લે

વચ્ચે જોઇ રહ્યા સૌ,

ખુવાર થતી દુનિયાને,

અકથ્ય વેદનાના ભારતળે,

કચડાયેલું મન કંઈક સાર

કાઢવા મથી રહ્યું

અસંખ્ય કાવ્ય લખાયા

મિત્રતા પર ને પ્રેમની

અભિવ્યક્તિના

પણ ન લખાયા દાંપત્યના સુમેળ

કે કૌટુંબિક લાગણી ની આપ લે પર

વ્યયસાયલક્ષી પતિપત્ની વચ્ચે ,

રહ્યા સંબધ માત્ર ઔપચારિક,

જોવા ન મળતી ક્યાંય લાગણીની

ભીનાશ!!!

કરતી આયા દેખભાળ બાળની,

વયસ્ક થતા બાળકો વસાવી

રહ્યા પોતાની દુનિયા.

પણ એકાએક આ શું થઇ ગયું,

ભૂંસાતી જતી પરીવારની લાગણી,

ને કરમાઈ ગયેલા સંબંધો,

વસંતના ટહુકાની સાથે મ્હોરી ઉઠ્યા ,

એક છત નીચે કિલ્લોલ કરતા ,

કુટુંબો દ્રશ્યમાન થવા લાગ્યા,

માળિયેથી કેરમબોર્ડ  ને પસ્તીમાં,

સંઘરાયેલ સાપસીડી, વ્યાપારને

પત્તાની જોડ ઉજાગર થઇ,

કરિશ્મા હતો એ કોરોનાનો,

ભલું થજો કોરોના નું  ને,

આભાર કોવિદ -19 નો