ગૌરી

હિરેન પરીખ

March 24, 2022

આ એક સત્યઘટના છે.  મૂળભૂત કથાવસ્તુના હાર્દને સાચવી રાખી , નામ ,સ્થળ,સમય,બધું જ બદલીને મેં ,એક નવો આકાર- કાલ્પનિક સ્વરુપ આપીને સરળ સ્વભાવથી આ લેખ- બ્લોગ- blog લખ્યો છે. સંપૂર્ણ સચ્ચાઈ વિશેની મારી સમજથી લખ્યું છે. પાત્રોને સહજ નીરુપવાનો અને પૂર્ણ માનપાન સાથે રજૂ કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે.

ક્યાંથી શરૂ કરી ક્યાં પુરી કરું એ મને થોડું આજે બેબાકળુ લાગ્યું. મેં થોડું ધીર ગંભીર થવાનો એક સાદો પ્રયત્ન કર્યો. શબ્દે શબ્દ સાચવીને મૂકી શકાય એટલી જ હિંમત માંગતો રહ્યો.

Introducing Gauri: yes ,એનું નામ *ગૌરી. તેનાં જીવનનાં બનેલાં એ બધાંજ પ્રસંગોમાંથી ઉભરાઈને બહાર આવી રહેલા અસંખ્ય પાસાઓમાંથી કયા પાસાને માન આપીને તે વિશે સૌથી પહેલાં ફટાફટ લખી દઉં કે જેથી હું , એની સખ્શિયતને પૂરેપૂરો ન્યાય- justification આપી શકું, એવી તત્પરતા તરત જ કામે લાગી ગઈ. *ગૌરી*ના વજુદનું આકરણ કરવામાં એક પણ વાત બાકી રહી ના જાય એવો ડર હવે બીજી બાજુ લાગવા માંડ્યો છે . એટલે જ Point to point પેનડાઊન કરતાં જવું છે. એક એ *જીવ* ની આ જન્મની સફર , તેની અદમ્ય જિંદાદિલી , તેની સભ્ય મનોવૃત્તિ , તેની જીવનભર અવિરતપણે ચાલેલી લડાઈઓ , તેની કઠોર તપસ્યા , એ તમામ માટે મેં અનુભવેલી વ્યથા – વ્યાકુળતા અને સંવેદનાઓ વિષે આજે નહીં લખું તો કયારેય કશુંય નહીં લખાય મારાથી , એવું ભાન થતાં, આજે એ *ગૌરી* ને તમારી સમક્ષ *પ્રત્યક્ષ* કરી… શબ્દો થકી હાજર કરી , મારે મારા માથા પરથી જવાબદારીનો એક મોટો ભાર ઉતારી લેવો છે.


આજે એનાં , *ગૌરી* વિશે લખવાનું પ્રયોજન કેમ થયું એ પણ તમને પહેલા જ સમજાવી દઉં. થોડાં દિવસ પહેલાં જ મને સમાચાર મળ્યા કે તેની તબિયત સાવ બગડી છે, દિવસે દિવસે ગબડી રહી છે. એક મોટી લડાઈ લડી રહી છે. બસ‌ એવું સાંભળતાં જ એક હાંફતી કળ મારામાં પેસી ગઈ છે. એક દુઃખ ભરેલો શ્વાસ મને કાંઈક અસ્ટમ પસ્ટમ રીતે કહીને પરિસ્થિતિનો તાગ આપીને જતો રહ્યો હોય તેવું મને લાગ્યું એની, *ગૌરી*ની તબિયત જોતાં હવે એ બહુ લાંબુ નહીં ખેંચે એવું મને લાગે છે. એટલે મેં એજ પળે નક્કી કરી લીધું, મન પાકું કરી લીધું કે લખી લેવા દે મને. શરીરમાં જીવ જ નાં રહ્યો હોય તો ત્યારપછી તે જીવે જીવેલા આખાં એ લાંબા જીવન વિશે કદાચ થોડું ઘણું લખવાનો પ્રયત્ન કરીએ તો પણ તેનાં મૃત્યું પછી તેનાં વિશે શું લખાય એવાં શબ્દો અને વિચારો માત્ર પેલી શ્રદ્ધાંજલિનાં સ્વરુપે જ આવવાં માંડશે એવી સાદી સમજ મને છે .એટલે જ તો થોડો ડરી ગયો છું હું . જીવન હોય ત્યારની અને જીવ નીકળી જાય પછીની , એજ જીવની વાતો કહેવામાં અને કરવામાં , બન્નેમાં શબ્દોનું વ્યાકરણ અને ભાવાર્થ- selection of words , શબ્દોનું વજન બધુજ બદલાઈ જશે એની મને આછી પાતળી ખબર છે.


એટલે જ આજે એની સાથે જે થઇ રહ્યું છે અને ભવિષ્યમાં જે થવાનું છે ,તેની વચ્ચેની આ સ્થિતિની નાજુકતા સમજીને, તેનાં જ ભૂતકાળમાં થોડે ઊંડાણમાં જઈ તેનાં માટે જ કાંઈક લખવું છે. ડર લાગે એવી પરિસ્થિતિમાં મેં આ લખવાનું ચાલુ કર્યું છે. *ગૌરી* બચી જશે એવું પ્રાથના પુર્વક બોલું છું ત્યાં જ એવું થાય કે હવે એ આ શારિરીક દુઃખ દર્દમાંથી છુટે તો સારું. પણ સનાતન સત્ય એ જ છે કે આપણું આયુષ્ય તો ઉપરવાળો નક્કી કરતો હોય છે. મને ખોટો પાડીને એ હવે પછીના વર્ષો તંદુરસ્ત જીવન જીવી જાય તો મારા જેટલી ખુશી કોઈને નહીં થાય. હમણાં છેલ્લે જયારે તેને મળ્યો તો તેની આંખો ઘણું બધું કહી ગઈ મને .. કદાચ હું એ શબ્દો વગરની આપે લે કદાપિ ભૂલી નહીં શકું. બધું જ સહન કરીને જીવનને લડાઈ આપી રહેલ એ *ગૌરી* ના જીવ માટે જ આજે આ લખ્યું છે તેવું તેને જ સમજાવવું મારા માટે મુશ્કેલ છે ,અઘરું છે, અશક્ય છે . બીજી બાજુ એ *ગૌરી* પણ આ બધું સમજવાની કે સાંભળવાની હાલતમાં નથી. પણ મેં નક્કી કરી લીધું છે કે આજની ઘડીએ, મારા જીવનને સ્પર્શતી એ સ્ત્રી, *ગૌરી*ના જીવને મારે જરુરી માન -due respect- આપી દેવું છે.


ગૌરી નો જન્મ થયો એક સુખી સંપન્ન કુટુંબમાં. ભાઈઓ- બહેનો, siblings – વચ્ચે રમીને એ હસતી રમતી મોટી થઈ હતી. નાનપણથી માંડી યુવાની સુધી માબાપને ઘરે જલસા હતાં એને. ભણવામાં એક નંબર.. બોલવામાં એક નંબર.. સમજવામાં એક નંબર .. હતી એ એક ઉચ્ચ કક્ષાની સ્કોલર . સાયન્સ એનો પ્રિય વિષય હતો . મઝાની હતી.


ગૌરી થોડી જીદ્દી હતી.. ગુસ્સો રહેતો એના નાક પર રહેતો, પણ નકામી વાતો કરતાં આવડતું નહોતું એને. કહી શકાય કે એક સ્વછંદી અને આજ્ઞાંકિત જીવનું મિશ્રણ . ઉછળતી…કુદતી..રમતાં સ્વભાવની એ ગૌરી સંવેદનશીલ હતી ખૂબજ વધારે. બાળપણ પુરું થતાં જ ,થોડી મોટી થતાં જ આવ્યું સરસ સ્વરુપ એનામાં. હતી થોડી શ્યામ રંગની ,પણ હતો ઘાટીલો એનો દેહ અને ચહેરો .‌*ગૌરી*ની યુવાન ઉંમરે કરી માંગ.. થયો એને જીવનનો સૌથી પહેલો પ્રેમ ..થયો વિવાદ માબાપ સાથે , ત્યાં જ ગમતો છોકરો છોડવો પડ્યો . એજ દિવસથી બાપથી ડરતી થઇ ગઈ. એક અંતર ઊભું થયું અને કાયમ માટે પ્રસ્થાપિત થઈ ગયું. છતાંય માબાપને માન સન્માન આપતી રહી.પાછળથી માબાપે શોધેલા મુરતિયા સાથે “ગૌરી* ને પરણાવી દેવામાં આવી . બસ સમજો એના સ્ત્રી જીવનની અઘરામાં અઘરી કદાપિ પૂરી ના થનારી પરિક્ષાની એજ ઘડીએ , એજ પળે શરૂઆત થઈ. લગ્ન એના જીવનમાં ખાસો મોટો વળાંક લઈને આવ્યો – એક turning point બની ગયો.

સામાન્ય રીતે લગ્નજીવનમાં એક સ્ત્રીને મળવું જોઈએ તે છે, પ્રેમ, આદર , સત્કાર, હુંફ, વિચારોની આપલેની મોકળાશ , સમજ અને લાગણીઓનો આદર . તે ઉપરાંત પતિની એક ગેરંટી-કોઈ પણ સંજોગોમાં પડખે ઉભા રહેવાની . કમનસીબે બધું જ વિપરીત થયું એનાં જીવનમાં. ઓછું બોલનારી એ ગૌરી, સાસરિયાંના આક્રમક ઝુંડનાં કચકચ વચ્ચે પહેલાં દિવસથી જ સંકોચાવા માંડી. નવપરિણીતને મળવા જોઈએ એવાં સત્કાર – આવકાર, મીઠાં પ્રેમનાં ભરેલા બે શબ્દો, વગેરે અગત્યના ટોનીકને બદલે સંકુચિત માનસિકતા અને વેદિયા વેડાથી ભરેલી વાતો, વ્યવહારો અને ડબાવી નાખવાની સાસરિયાંની માનસિક લડત સામે એ એક એક દિવસ આમ જ તે હારતી ગઈ. માબાપનું નામ બગડે ના, એ વિચારે અઘટિત બધું જ સહન કરતી ગઈ. ઢોંગી અને ઘસાયેલા એજ જુનવાણી વિચારો, આચાર વિચારો, પહેરવેશ, રહેણીકરણી અને ખાનપાનની ડોબી જક્કી વિચારધારાઓને ગૌરી મને- કમને ચલાવાતી રહી. માગ્યું હતું શું‌, જોઈતું હતું શું , જીવવું હતું કેવી રીતે , એ બધું એક પછી એક પત્તાનાં મહેલની જેમ તુટતુ ગયું. એ વિખરાતી ગઈ, એ પ્રયત્ન કરતી રહી. આ બધી એક બે દિવસની જ વાત હોય તો ચાલો સમજ્યા પણ વર્ષો સુધી સાસરીના એવાં જ વેદિયાપણાનો તથા ખેંચી ખેંચીને લાંબુ કરતી -ચોળીને ચીકણું કરતી એ કાતિલ વ્યંગયુક્ત લુચ્ચી બોલભાષાના આવતાં નિયમિત વંટોળ સામે પોતાની હાર અને સામે થવાથી થતાં નુકશાનીનો આભાષી ભાર એ એકલી જ ઊંચકતી રહી, દબાતી ગઈ. ખીલતા પહેલાં જ મુંઝાઈ ગઈ. બદલાતી ગઈ.


હસવું કોને કહેવાય , મજાક મસ્તી શું એ આ ગૌરી તદ્દન ભૂલી જ ગઈ . sense of Humor શું બલા છે તે સમજવાનો તેને એક ચાન્સ પણ મળ્યો જ નહીં. બસ એક પછી એક થપાટા લેતી ગઈ. લગ્નસંસારમાં એનો ઉપયોગ વધારે અને લાભ ઓછો થયો છે. એના બોલને કોઈ જાતનું માન ન મળતું. તેની જરુરીયાત વિષે કોઇએ એક શબ્દ પણ બોલ્યો હોય તેવું મને યાદ નથી આવતું. હતી ખૂબજ સમજું એટલે લગ્નજીવનમાં પોતાનાં બાળકોને ઉછેરવામાં જ તે લાગી ગઈ. પણ પેલું ઝુંડ તો‌ ત્યાંનું ત્યાં જ રહ્યું , વધારે ઉગ્ર થતું ગયું, વાર તહેવારે એની સમજ બહાર વ્યવહારો થવા માંડ્યા . એમના વર્તન સામે એ રાતદિવસ ઝઝુમતી રહી.પતિએ બાજુ બેસીને દુરથી તમાસા જોયાં કર્યાં એવું કહું તો સહેજપણ અતિશયોક્તિ નહીં લાગે. એક પણ વખત પોતાની પત્ની માટે આગળ આવીને એ ઝુંડને તતડાવી નાંખ્યા હોય તેવું બન્યું જ નહીં. મુક પ્રેક્ષક બનીને પોતાની પત્નીને જ તેને આવું સહન કરતાં કરી દીઘા પછી પણ અફસોસનો એક ભાવ પણ આજરોજ સુધી મેં એમનાં મોઢા પર જોયો નથી. હતી માબાપથી દૂર, છતાં પણ ત્યાંથી મળતી એ જ માનસિક હુંફથી તે નિડર *ગૌરી* આગળ વધતી ગઈ. થોડા સમયમાં માબાપ પણ એક પછી એક નીકળી ગયાં આ દુનિયામાંથી. પણ એના માટે તો વાત સુધરતી જ નહોતી. પતિએ તો પોતે એક સજ્જન હોવાનું મોહરુ પહેરી રાખ્યું હતું . પોતાની વાક ચતુરાઈથી ભલ ભલાને પ્રભાવિત કરીને એક જ્ઞાની વ્યક્તિ તરીકે પહેલેથી જ પોતાની એક અલગ ઓળખ પ્રસ્થાપિત કરવામાં કુશળતા પૂર્વક હાથ અજમાવી લીધો હતો. વગર શોખે જીવન કેમ જીવવું એનું એ ભાઈ જીવંત ઉદાહરણ છે. પત્નીની મોજશોખની સમજણ અને તેનાં માટે બનતું કરી છુટવાની વાતો એ ભાઈ માટે જોજમો દુર હતી .પોતે જ બનાવેલા કાયદા કાનૂન અને વ્યવસ્થાને ઠોકી બેસાડીને એક હસતાં રમતાં તમારા પર વિશ્વાસ રાખીને આવેલ જીવનને અંધકારમાં લઈ જવાનું પાપ એ પતિશ્રી ને ચોક્કસ લાગશે એવું કહીએ તો પણ ઓછું કહેવાય .


ત્યાં જ બરાબર બીજી તરફ પત્નીને પૂરતો સમય‌ તો ઠીક પણ પ્રેમ અને આનંદની નાની નાની પળો આપવામાં એ રુઢિચુસ્ત એપ્રોચ ચલાવતા રહ્યાં. પતિપત્નીની ઓળખ આપવામાં પણ તે ખાલી પણું અનુભવવા માંડી. એક સમયે તો વાત વણસીને .. છોડો એ વિષયને આજે… આજે હું એને , *ગૌરી*ને બિચારી તો નહીં જ કહું કારણ કે તે હજું પણ ઝઝુમી રહી છે. બાળકોની એક ઝલક એનાં માટે બમ્પર લોટરી બરાબર છે. સાસરિયાંના તોછડા વ્યવહાર અને પીયરના પ્રેમની વચ્ચેની ખાઈમાં તે ડૂબતી ગઈ, ખુપતી ગઈ. તે તેનું પ્રારબ્ધ થયું. એ આ બાજુની ના રહી કે પેલી બાજુની‌ , ક્યાંની પણ ના રહી. ગભરાતી હશે.. વ્યાકુળ થઈ હશે… હૂંફ માંગતી હશે.. કોઈ રસ્તો શોધતી હશે..અરે..yes...યાદ આવ્યું ..એવો રસ્તો શોધવામાં શોધવામાં તો એ બની ગઈ પોતાનાં જ વિશ્વાસનો શિકાર...


શોખ એટલે શું ? કદાચ એને એ તરફ જોવાનું જ છોડી દીધું હતું *ગૌરી*એ . વૈતરું કરતાં કરતાં જીવી નાખ્યું.‌ સારી હોટલમાં લંચ- ડિનર કરવા જવું એ એના નસીબમાં જ નહતું કે પછી એનાં પતિની એ કંજુસાઈ ભરેલી જીવનશૈલી . પોષાતું નથી એ વાતમાં કોઈ તથ્ય હતુ જ નહીં . દુનિયા આખી મજા મસ્તીથી જીવી ગઈ અને એ ઘરની ચાર દિવાલોને જ દુનિયા સમજતી રહી. બાળકો મોટા થતાં લગ્ન કરાવ્યાં. ખુશ હતી એ ત્યારે. બાળકો ને ત્યાં બાળકો જન્મ્યા.. એમાં એનો, ગૌરી નો આનંદ ડબલ થયો. આજે પણ તેની સાથે વાતો કરીએ તો ખૂબ ખુશ થઇ બધુ કહેવા બેસી જાય.ખૂબ હોશિયાર હતી એટલે વાતો પણ સરસ મઝાની કરે. એનુ એ પાસું એનું જમા પાસું હતું. મેં આગળ કહ્યું તેમ, એની ખુશી એનાં બાળકો અને એના ભાઈ , ભાભી, બહેન.. પીયરનું કોઈપણ વ્યક્તિ એને ગમતું અને આવકારતી પ્રેમથી…પણ સાસરિયાંના મહેણાં ટોણાંની થપાટોને ઉકેલવાની અનઆવડત કે ચાલાકી ભર્યું વર્તન કરતાં ના આવડતાં , પેલો એક માનસિક રોગ પણ એને ભરખી ગયો. બસ..એ રોગ એના જીવનનો એક મોટો ભાગ ખોતરીને ખાઈ ગયો . બાળકો દુર જતા રહ્યાં પોતાની દુનિયામાં એટલે એની એકલતા એ પણ જોર પકડ્યું. આવાં કપરાં સમયમાં પણ સાથ આપી બહાર લાવવાની મહેનત કરવાને બદલે પતિ મસ્ત બની ભાઈબંધોની વચ્ચે રખડીને પોતાની જરૂરિયાત પુરી કરી લેવામાં પોતાની જાતને નસીબદાર સમજવાં લાગ્યો. એક નવી મોકળાશ મળી ગઈ એ ભાઈને. તું બિમાર છે, તને ઠીક નથી, તારાથી ચલાશે નહીં,ઘણી લાંબી સફર છે, આવાં આવાં બહાનાં હેઠળ એને ઘરે જ મુકીને ભાઈ સાહેબ રખડતાં રહ્યાં. અરે ભાઈબીજને ઊજવવામાં પણ એ પતિ સાહેબે એની તબિયત અને બીજા જાતજાતના બહાના કાઢી એની ઈચ્છાને ડબાવી રાખી હતી .. .એજ પેલુ વાક ચાતુર્ય ..


ટૂંકમાં દરરોજ, *ગૌરી* વધુ ને વધુ સંકોચાતી ગઈ. એવું કહેવાય કે પોતાની જ એકલતામાં એ સેટ થઇ ગઈ.‌ પડોશી પણ દુશ્મન લાગવા માંડ્યા. ઘૂસી ગઈ એ‌ પોતાના જ અસ્તિત્વના ઊંડાણમાં. પોતાના જ વિચારો સાથે યુધ્ધ કરતી રહી. ખાલીપણું શું કહેવાય એ સમજવામાં અસમર્થ રહી, તુટતી ગઈ..ડૂબતી ગઈ.. એટલું અટુલુ જીવતાં શીખી ગઈ. કોઈ નો વાંક કાઢ્યા વગર સહનશીલતાથી પોતાની જ ધીરજને વધારતી ગઈ. વર્ષો વિતતા ગયા.એક પછી એક રોગો એના શરીરને વીંધતા, ઘા પર ઘા વીંઝાતા ગયા, *ગૌરી* લડતી રહી .


એક સુખી માબાપની ઘરની દીકરી , ક્યાંક પોતાનું એક નાનું મીઠું આધિપત્ય સ્થાપિત કરવામાં હારી ગઈ. તેવું મારું માનવું છે**. કારણ કે આજે પણ હું એને મળ્યો ત્યારે પણ તેની આંખોમાં લડી લેવાની તાકાત દેખાઇ. એનાં હાવભાવમાં ક્યાંય મને અસંતોષ ના દેખાયો . કદાચ હું ઘણો જ કાચો છું તેની સાથે મારી સરખામણી કરવામાં એવું મને બેસી ગયું. she is a fighter, આવાં શબ્દો મારાં મગજમાં ઘુમરાવા લાગ્યાં. she is brave lady …..she is the one whom i will miss for ever..she is the lady of high esteem…she has won my heart by exhibiting her excellency on the ultimate test of a life as a human….but by saying all that at the i would only say ” enough ie enough with her” .. બહું થયું હવે એની સાથે. બસ ત્યાં જ, અનાયાસે મારાથી મનમાં ને મનમાં આ બોલાઈ ગયું :- Dear *ગૌરી*:- Happy women’s day .

અંતે .hold on, ..એક આ *ગૌરી*ની મુલાકાત મેં તમને આજે મારા બ્લોગ દ્વારા કરાવી.. Believe me , સમાજમાં દરેક ખૂણે દષ્ટિ ફેરવશો તો અનેકો આવી *ગૌરી*, ક્યાંક ને ક્યાંક જીવન જીવી લેવાની એક બે પળની આશામાં – શોધમાં સંકોચાઈને બેઠેલી જોવાશે.. આ most important પાસાને સમજ્યા વગર કોઈ કેવી રીતે women’s day ની સાચી ઊજવણી કરી શકે. આનાથી પણ આગળ હું કહીશ કે તમારી આગળ પાછળની, તમારા જીવનને, તમારા existence ને સ્પર્શતી એ બધી જ, each & every સ્ત્રીઓ- બધી જ એ beautiful women – જો ખૂબ ખૂશ હશે , એની તરફના તમારા વ્યવહારથી થોડી ઘણી પણ ખૂશ હશે તો …. તો … તમારુ Happy women’s day બોલવાનું સો ટકા નહીં પણ એક્સો ને દશ ટકા સાકાર- justified – થશે.