દીકરી રાજબા

જયશ્રી પટેલ

September 30, 2024

રાજબાની ઉમ્મર નવપૂરા કરી દસમાં વર્ષમાં જ પ્રવેશી ને પિતા જોરાવરસિંહનો શારદામાને હુકમ આવ્યો કેરાજબાનાં લગન લેવાય ગયાં છે. તેઓને મોહાનગરના દરબાર ઠાકોરશા જોડે વિદાય કરવાનાં છે એક

મહિના પછી. તૈયારી શરૂ કરી દો. શારદામાની આંખો ચૂઈ પડી,અરર ! કૂણી કળીનું શું થશે? રાજબાને ભણવાનાંકેટલાં ઓરતા! હવે શું થશે?

 

રાજબાએ માનાં એબિંદૂઓને પોતાના નાનાં હાથથી લૂછી કહ્યું,” મા તમે જરાયચિંતા ન કરો હું જરૂર ભણી લઈશ ,ત્યાં જઈને.”

 

મા જાણતી હતી કેઠાકુરોને ત્યાં ગયાં પછી દીકરીઓ ઠકુરાઈન બની ગયાં પછી પડદા પાછળ રહી ફક્ત હુકમ જસાંભળવાના હોય છે. હુકમ કરવાના કે મનોઈચ્છાઓ જાહેર કરવાની નથી હોતી. લગ્નની તૈયારીઓ

થઈ ગઈ ને મહિનો પૂરો થતાં થતાં તોરાજબા પાલખીમાં બેસી પોતાનાં ઘરે વિદાય થયાં. જોરાવરતો પિતા હતા કેવી રીતે રડી શકે,પણ શારદામા તો બે દિવસ સુધી આંખોને વહેતી ન રોકી શક્યાં, ન જમી શક્યાં.

કળી જેવી દીકરી હજી ફૂલ પણ નહોતી બની શકી. રાજબા નાનપણથી જ સંયમી ,તેઓતો હવેલીમાં જ પ્રવેશતા જ જાણે કેટલાય વર્ષોથી અહીં રહેતાં હોય તેમ ચારેબાજુ ફરી વળ્યાં. ઠાકોરશા તો આ ઢીંગલી જેવી

છોકરી ને જોતા રહેતા. પોતે પણ હજુ માંડસોળ વર્ષના હતા , પણ રાજબા તેમની પત્ની છે એ જાણતા હતા. તેમના માસાહેબરાજબાને જરાપણ એકલી મૂકતાં નહિ. હવે તો એમને પણ વિલાયત ભણવા જવાનું હતું,

તે જાય તે પહેલા જ રાજબાને તેમના પિયર વિદાય કર્યા કેઠાકોરશા ભણીને આવશે પછી જ તેમને તેડાવામાં આવશે.

સાસરેથી આવેલારાજબાએ માને કહ્યું, “તે પણ યુરોપ જવા માંગે છે.”

 

પિતા જોરાવરસિંહઆ સાંભળીને ખડખડાટ હસી પડ્યાને રાજબાને પાસે બોલાવી રસોઈ શીખવાનું કહી દીધું.રાજબાએ નક્કી કરી લીધું પોતે ભણશે.તેણીએ ધીરે ધીરે શાળાનાં માસ્તરને ઘરે બોલાવીખાનગીમાં

અંગ્રેજી, હિન્દી ને સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો. જોત જોતાંમાંદીકરી તો મોટી લાગવા માંડી. સમજુને સંયમી રાજબાએ જોયું કે પોતાનું ભણતર પૂરું થાયકે નહિ પણ પોતે હવે સારું લખી વાંચી શકે છે.

 

રાજબા વાંસળી પણઅદ્ભૂત વગાડતા હતાં. છ વર્ષના વહાણાં વાયા રાજબા હવે સોળ વર્ષની સુંદર રજપૂતકન્યાનાં લાવણ્યથી શોભી ઉઠ્યાં. તેમણે પિતાથી છૂપાઈને અભ્યાસ,સંગીત અને ઘોડેસ્વારી શીખી લીધાં.

હવે તેમની ઈચ્છા બાકી હતીગાડી જે પિતાજી ક્યારેક જ બહાર કાઢતા તે શીખવાની. શારદામા તેમને તેની જીદ ન કરવાનીસલાહ આપતાં, પણ અંગ્રેજ સુબેદારની દીકરી જોડે રહી તેમણે એ પણ બાકીન રાખ્યું.

એક સવારે સમાચારઆવ્યાં કે રાજબાને તેડવા ઠાકોરશા પધારી રહ્યાં છે.આખી હવેલી શણગારવામાં આવી, રાજબા પણ પોતાના પતિની આતુરતાથી રાહ જોઈ રહ્યાં. ઠાકોરશા પણભણી ગણી સંસ્કારી થઈ

દરબાર સંભાળવા લાગ્યાં હતા. તેમને પણ મનમાં પેલી ઢીંગલી જેવીછોકરી ફરી રહી હતી. ઠાકોરશા હવેલીએ પહોંચ્યા ત્યારેસૂર્ય અસ્ત થવા આવ્યો હતો, હવેલીની બહાર બધાં તેમના સ્વાગત માટે ઉભા હતા, પણ

પેલી ઢીંગલી નહોતી દેખાતી..થોડીવારમાં એક સુંદર સ્ત્રીજેના માથે ઘૂમટો હતો,વાળની કાળી લટો ઘૂમટામાથી ડોકાતી હતી, શરમની મારી તેઉંચે પણ નહોતી જોઈ શકતી. તે પધારી. બન્નેના મન આતુર હતા,ત્યાં

આગતા સ્વાગતાની ઔપચારિકતા પતિ ને બન્ને એક ઓરડામાં એકલા પડ્યાકે ઠાકોરશાબોલ્યા કે,” બોલો તમને પહેલી મુલાકાતે શું ભેટ જોઈએ છે!”

 

રાજબાએ માંગ્યુંકે ,”આપણાં ઘરે જઈને લઉં તો ! પણ વચન આપો કે તમે ફરી નહિજાઓ.”

 

ઠાકોરશાને વચનથીબાંધી લીધાં રાજબાએ .

 

ધામધૂમથી તેણીવિદાય થઈ ને પારકે ઘરે જઈ ને બાપના ઘરની દીકરી મહેમાન બની ગઈ. તે રાત્રી બન્નેની આતુરતાથી વીતી. ઠાકોરશા સમજી ગયા હતા કે રૂપ તેવા ગુણ પણ આ વ્યક્તિમાં ભરેલા છે. બીજી સવારે

રાજબા સાસરે વિદાય થયાં. ઘરનું આંગણું કન્યા વિહોણું થયું, હવે તો રાજબાનાં ઓરડા સૂના પડ્યાં.

ગોમતી હવેલીમાંદિવાલો પણ બોલવા માંડી રાજબાનાં રણકારથી. પહેલી રાત્રીએ પતિ ઠાકોરશા પાસે રાજબાએ વચન માંગ્યું કે દીકરાને દીકરીમાં ક્યારેય કોઈ ભેદભાવ નહિ રાખો. માસાહેબને પણ સમજાવજો.

આ જો ઠાકોરશા યુરોપ ન જઈ આવ્યાં હોત સમજમાં ઉતારવું અઘરું થઈ જાત એમના માટે, પણ પત્નીની સાદગી એમને જચી ગઈ. જીવનની નૈયા સંસારના દરિયામાં વહેતી થઈ. માસાહેબ પણ રાજબાની કાર્ય

કરવાની પદ્ધતિથી ખૂબ સંતોષ પામ્યાં. ઘરનાં નોકર ચાકર તો રાજબા રાજબા કરતાં થાકતા જ નહિ. રોજ સવારે ક્યાંકથી વાંસળીનાં સૂર આખા નાનાં એવા મોહાનગરને મોહક રીતેમગ્ન કરી દેતા. લોકો

સમજીશકતા નહિ પણ રાજબાનાં મંદિરમાંથી આ સૂર રેલાતાં તે ઠાકોરશા રોજ દર્શને જતાં ને રાજબાવગાડતાં.

આમને આમ પાંચવર્ષે રાજબા ને ઠાકોરશાને ત્યા ઘોડિયું બંધાવાના સમાચાર આવ્યાં. રાજબાએ પોતાનુંવચન ઠાકોરશાને યાદ કરાવ્યું. માસાહેબને સંદેશો કાશીએ મોકલાવ્યોને ,રાજબાનાં પિયરે પણ સંદેશો

પહોંચ્યો. પૂરા મહિને સારામાંસારી દાઈને બોલાવામાં આવી ને હવેલીમાં જ રાખવામાં આવી. રાજબાને કંઈક વિચિત્ર ભાવના થતી કે પેટમાં એક નહિ બેપ્રવૃત્તિ અલગ અલગ થઈ રહી છે, તેઓને બે

રીતની શ્વાસોચ્છવાસની ક્રિયા સંભળાતી. તેઓ દાંઈમા ને કહેતાં પણ કે મને બહુ ડર લાગે છે. શરદપૂનમની રાત્રીએ રાજબાએ દર્દ અનુભવ્યું ને એ રાતે ચાંદ જેવો દીકરો અવતર્યો ને ઠાકોરશાને દાંઈમાએ

સમાચારઆપ્યાંને અડધો પ્રહર પણનહિ વિત્યોને રાજબા ને ફરી દર્દ ઉપડ્યું તે જ ક્ષણે દાંઈમા સમજી ગયાં કે આતો રાજબા કહેતાં હતાં તેમબે જીવ હતાં ગર્ભમાં..બીજી ચાંદ જેવી દીકરી જન્મી..વધામણાં સાંભળી

રાજબા તો ખુશ થઈ ગયાં. તેઓ મનોમન દીકરી ઝંખતાં હતાં. ને ઈશ્વરે મોકલી આપી.

 

દીકરાનું નામ શરદને દીકરીનું નામ પૂનમ પડ્યું. ગામ આખામાં આનંદ પસરી ગયો ને તે પણ નવી વહુઓ

એ રાજબાનેઆશીર્વાદથી નવાજ્યાં કારણ ગામમાં હવે “*દીકરીઓની ભ્રુણહત્યા થતી બંધ થઈને દરેક દીકરીને દીકરા સમોવડી ગણી શિક્ષણની વ્યવસ્થા પણ શરૂ કરવામાંઆવી.”*

 

ગામમાં નવાઈ તો ત્યારેલોકોને લાગી કે રાજબા ઠાકોરશાની ગાડી લઈ શરદ ને અને પૂનમને શાળાએ મૂકવા આવ્યાં.રસ્તે ચાલતાં અંગ્રેજ દંપતીએ કહ્યું કે..

“*Now we must leave India”*

જયશ્રી પટેલ