ધાણી ઓ ધાણી
તું રહી સાવ ફોફી ફિક્કી ફસ
રંગ ઉમેર્યો પીળો લાલ
સ્વાદે હળદળ મરચાં નો
સુગંધ પ્રસારી નાખી હિંગ તાજી
મહલાવી શીંગ દાળિયા નાખી
શોભાવી વચોવચ ને રોજ ભાળું નવા સ્વાદે
નાખી પાપડ પૌંઆ બનાવું ચટપટી તને
પણ કાપી ખજૂર ઉમેરી એમાં, લઉં મીઠાશ તારી
સાદી સુંવાળી હળવી ધાણી ,તું છે ઘણી શાણી..
તોય તને સરખાવે લોકો- કેવી ફૂટે છેધાણી ની જેમ😄🤭
નિર્ઝરી વસાવડા
.... Happy Holi 🎶🎵🎼