દીપ જલે જો ભીતર સાજન

દેવિકા ધ્રુવ

December 13, 2023

દીપ જલે જો ભીતર સાજન

દીપ જલે જો ભીતર સાજન, રોજદિવાળી આંગન.
કાચું કોડિયું વાત આ જાણે, પરમ પુનિત ને પાવન.


મન-બરતનને માંજી દઈએ, 
          દર્પણ સમ  દિલભાવન.
પછી ખીલે જો ભીતર સાજન,
          રોજ દિવાળી આંગન……..દીપ જલે


 નાની અમથી સમજી લઈએ,
          ક્ષણની આવનજાવન.
 આસોની અજવાળી અમાસે,
           ઝગમગ દીપ સુહાવન……દીપ જલે.

 

ૐ કારનાગીતો ધરીએ,
          સૂરીલી વાગે ઝાલર.
અખંડ જ્યોતે  ઝળહળ  સૌને
      વંદન સહ અભિનંદન..અભિનંદન……દીપ જલે

 -----દેવિકા ધ્રુવ, હ્યુસ્ટન