વા વાયાને વાદળ ઉમટ્યા, ત્યાંસુધી તો ઠીક છે મારા ભાઈ!
પણવિફરે જો વાદળને કરે કડાકા તો કરીએ શું મારા ભાઈ?
ગગનગોખલે ઉજાશ કરે જો વિજળી, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
પણત્રાટકે જો વિજળીને વન બળે લીલુડાં, તો કરીએ શું મારા ભાઈ?
રણનીરેત જાણે લાગે મખમલી સેજ, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
ફુંકાયબની વંટોળ એ રેતને નગર બને કબર તો કરીએ શું મારા ભાઈ?
વરસાદીમોસમને નદીનો કિનારો, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
ધસમસતાવેગે વહેતી એ નદી ફેલાવે વિનાશ, તો કરીએ શું મારા ભાઈ?
ભલાઈનોબદલો મળે ભલાઈથી, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
કદીમળે ઉપકારનો બદલો અપમાનથી, તો કરીએ શુંમારા ભાઈ?
વાવાયાને વાદળ ઉમટ્યા, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
પણવિફરે જો વાદળ તો કરીએ શું મારા ભાઈ, કરીએ શું મારા ભાઈ!!
શૈલામુન્શા.