ન કોઈ દી મેં માંગ્યું,સામેથી પીરસતું ગયું કોઈ,
માફક આવ્યુંતાસીર ને...
શબ્દો ના કહેલખેલ,નજર સામે વાંચતા ગયા.
જાણે મારા માટે જરચાય છે શબ્દો ની ચોપાટ, જે મનમાં સ્ફૂર્યો શબ્દ,પાડ્યો ચોપાટ પર,
રમત રમાતી ગઈશબ્દો ની,
લાગણી,અણગમો, ડર,સાવચેતી,સંવેદના,સહનશીલતા
ઉભરાતા ગયા આગુણો અને
અંતે જીત્યાએકબીજાને ,એક ગુણ સમજણ ને લઇ ને..
જે સમજાવે છે, ક્યારે- ક્યાં-કયા- શબ્દોને પકડી રાખવા, છોડી દેવા અને વિધિ ના ખેલ ને, હસતાં રમતાં સાથે મળી ને ચોપાટ ખેલવા તૈયાર રહેવું.
Nirzari Vasavada