આવ ચાંદ, તારી જ વાત કરુ છુ,
હતી એ શીતળ ચાંદની તારી જ ,
હતી ના કોઈ શંકા દ્વિધા નાની સરખી એમા અમારી,
હતી એક એવી જ તસ્વીર તારી આજસુધી પાસે અમારી,
પણ મજબૂર છીએ અમે, તકલીફ છે અમને ,
આ એક નગ્ન સત્ય છે કબૂલ છે અમને,માનવજાતને,
આવીને રૂબરુ ચકાસીએ ના, તપાસીએ ના , પલટાવીને જોઈએ ના ,સૂંઘીએ ના…..
બેસે ના વિશ્વાસ રતીભાર પણ ત્યાં સુધી કોઈની પણ કહેલી સાંભળેલી વાતો પર પરઅમને આમ જ ,
આવ ચાંદ,તારી જ વાત કરુ છુ,
પૂનમનો ચાંદ ,સોળે શૃંગાર સજેલો ચાંદ ,નશો ચાંદનીનો , ચંદ્રમા,ચાંદામામા ,moon light romance, હતી એ બધી જ શેર શાયરીઓ, અઢળક પ્રેમ ભરેલી કવિઓનીરચનાઓ , બોલિવુડની એ આલ્હાદકસંગીત રચનાઓ , બધુ જ તને જ સમર્પિત ,
હતી ના કોઈ શંકા દ્વિધા નાની સરખી એમા અમારી,
હતી એક એવી જ તસ્વીર તારી આજસુધી પાસે અમારી,
પણ મજબૂર છીએ અમે, તકલીફ છે અમને ,
આ એક નગ્ન સત્ય છે કબૂલ છે અમને,માનવજાતને,
આવીને રૂબરુ અડકીને,
સ્પર્શ કરીને , લાગણીઓને નજરી આંખે છંછેડીને,ભાવનાઓ પાસે બેસીને થોડુ મન ભરી ના લઈએ…..
બેસે ના વિશ્વાસ રતીભાર પણ ત્યાં સુધી કોઈની પણ કહેલી સાંભળેલી વાતો પર પરઅમને આમ જ ,
આવ ચાંદ ,તારી જ વાત કરુ છુ,
નવરાત્રિ , શરદપૂનમ પર ગવાતા આ ગરબાઓની રમઝટમાં તારો જ મોભો , તારો જ ગુણગાન , તારો જ સાથ સંગાથમાં મળ્યોછે અમને ,
•ચોટીલા ડુંગરે ઉગ્યો પૂનમનો ચાંદ ,
•કહો પૂનમના ચાંદને ઉગે આથમણી ઓર ,
•શરદ પૂનમની રાતમાં ચાંદલિયો ઉગ્યો છે આભમાં ,
•શરદ પૂનમની રાતડી રંગ ડોલણીયો ,
•આસો માસો ને શરદ પૂનમની રાત જો , હે ચાંદલિયો ઉગ્યો છે સખી મારા ચોકમાં ,
……આવા ગરબાના સુર ભરેલા શબ્દો સાથે નાચ્યા છીએ પેટ ભરીને , આનંદ વિભોર થઈને એમાં કોઈ બેમત નથી, તારી શીતળ દિલદારીપર છે ગર્વ અમને,
સાચુ કહું ,
હતી ના કોઈ શંકા દ્વિધા નાની સરખી એમા અમારી,
હતી એક એવી જ તસ્વીર તારી આજસુધી પાસે અમારી,
પણ મજબૂર છીએ અમે, તકલીફ છે અમને ,
આ એક નગ્ન સત્ય છે કબૂલ છે અમને,માનવજાતને,
અમારા ગરબાની જાહોજલાલી વધારતા તારા નામની ઉલટ તપાસ , તારા અસ્તિત્વની સચ્ચાઈ,તારા પાસેથી મળતીઆટલી બધી શીતળતાની ઊંડાઈ , હિલોળા લેતા મોજાઓની વેગીલી ઊર્જા ,જીવ સંવેદનાઓને મીઠો વેગ આપતી અલૌકિક તાકાત અને સૃષ્ટિનાવેગમા ફરતી અસંખ્ય રચનાઓમાં તારી આગવી ભવ્યતાના લેખા જોખાને આવીને રૂબરુ જોઈ નાલઈએ , થોડો તને નજીકથીસમજી ના લઈએ , તને પોતાનો માન્યો જ છે તો તારા શરીરની બાંધણી , અથાગ પ્રેમ આપતી તારીત્વચાની સપાટી પરના સૂક્ષ્મ જીવને,આવીને રૂબરુ ઓળખી ના લઈએ …
બેસે ના વિશ્વાસ રતીભાર પણ ત્યાં સુધી કોઈની કહેલી સાંભળેલી વાતો પર પર અમનેઆમ જ ,
કરોડો પ્રેમીઓના પ્રેમના સાક્ષી,
ઓ મારા વ્હાલા ચાંદ,
આવ, તારી જ વાત કરુ છુ
આવ આજે તારી જ વાત કરવી છે.