સ્વાસ્થ્યની કુંચી ભાગ..૩

ડૉ નારદી જગદીશચંદ્ર પારેખ નંદી

April 2, 2025

નમસ્કાર મિત્રો,

     

આશા છે આપ હવે આગળ જાણવા આતુર હશો... હવે તમને કહું?સરકારી ઓફિસમાં કંઈકામ હોય તો, પહેલાં પટાવાળાને પટાવો, પછી ક્લાર્ક, પછી ઓફિસર. કેટલી પળોજણ નહીં? પરંતુ જો તમારી સીધી કોઈ હોદ્દેદાર કે પ્રધાન સાથે ઓળખાણ હોય તો? કામ સરળ થાય ને?? બસ આપણા શરીરનાં પાચનતંત્ર,શ્વસનતંત્ર, ઉત્સર્જન તંત્ર જેવા અનેકકાર્ય વિભાગ છે, પરંતુ તે બધાનું સંચાલન કરનાર હેડ ઓફિસ, હેડ ક્લાર્ક, એટલે આપણા શરીરમાં સ્થિતવિવિધ ગ્લાન્ડ. જો તમે ગ્લાન્ડ કાર્યરત કરો તો દુનિયા તુમ્હારી મૂઠ્ઠીમેંની જેમશરીર તમારા કહ્યામાં રહે છે. કેવી મજા નહીં? એકદમ શોર્ટ કટ... તો ચાલોવિવિધ ગ્લાન્ડ અને તેનું કાર્ય સમજી તેને કાર્યરત કઈ રીતે કરી શકાય તે જાણવાનીકોશિશ કરીએ...

 

આપણાં શરીરમાં સાત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે તે બધી એકબીજાસાથે સંકળાયેલી છે અને એક બીજી ઉપર આધાર રાખે છે, તેમજ એકબીજાને મદદ પણ કરેછે. એટલે જ્યારે આપણે કોઈપણ એક ગ્રંથિની સારવાર કરીએ ત્યારે બીજી ગ્રંથિઓની સારવારપણ કરવી જરૂરી છે જ્યારે શરીરમાં આઠ દસ દિવસ સુધી કોઈ ફરિયાદ ચાલુ રહે ત્યારેશરીરનું બેરોમીટર ગણાતી થાયરોડ ગ્રંથિ પર દુખાવો અનુભવાય છે.

 

થાઇરોડ ગ્રંથિ

આજકાલ તો થાઇરોડ ગ્રંથિ વિશે બધા જ જાણે છે. વજન વધે,ઘટે તેનાં માટે તેનેજવાબદાર ગણે છે પરંતુ તે મુખ્ય તો બાળકના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. તે આપણાંશરીરમાં ચુના અને ગંધક તત્વનું પાચન કરે છે, તેમજ શરીરમાં રહેલાં વિજાતીયતત્વોને પણ દૂર કરે છે. આ રીતે આપણાં શરીરની ગરમીને સંતુલન કરી આપણું સ્વાસ્થ્યજાળવી રાખે છે. જો આ ગ્રંથિ બરાબર કામ ન કરે તો થાક અનુભવાય, શરીર સુકાય, આંચકી આવે, સ્નાયુઓ મચકોડાય અને બાળકનોવિકાસ પણ રૂંધાય છે, બાળક શુષ્ક બને છે. તેનાં શરીરમાં ચરબી વધવા માંડે છે અને જો આ ગ્રંથી વધુપડતી સક્રિય બને ત્યારે વધુ પડતો શારીરિક વિકાસ થાય છે બાળક તોફાની અને જોહુકમી પણબને છે. પુખ્ત વયનાં થયા પછી જો આ ગ્રંથિ બરાબર કામ ન કરે તો પથરી થવાનો સંભવ રહેછે. આ ગ્રંથી વાયુ તત્વનું નિયંત્રણ તો કરે છે, તેમજ ફેફસાં, હૃદયની કામગીરીનું પણ સંતુલનકરે છે.

 

આ ગ્રંથિ શારીરિક સિવાય માનસિક રીતે સદભાવ, પ્રેમ, ઉચ્ચ વિચારશક્તિ જેવાંમાનવીય ગુણોનો વિકાસ કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. જેને લીધે આત્મસંયમ, સંતુલિત સ્વભાવ, હૃદયની પવિત્રતા અને પરોપકારજેવા ગુણો પ્રાપ્ત થાય છે, અને જો આ ગ્રંથી બગડે તો માણસ માં કૃતઘ્ની પણું આવે છે. જો આ ગ્રંથિને કાર્યરતકરવી હોય તો તમારા શરીરમાં એક સ્વીચ છે તમારા હથેળીમાં અંગૂઠા પાસે જે ઉપસેલો ભાગછે તે થાઇરોઇડ ગ્રંથિ માટેનો છે! તમે સમય મળે ત્યારે તેને બે બે મિનિટ દિવસના બેથી ત્રણ વાર દબાવો થોડા દિવસમાં જ તમને તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાંસુધારો જણાશે ખૂબ અગત્યનો પોઇન્ટ છે.

 

થાયમસ ગ્રંથિ

અત્યંત મહત્વ ધરાવતી આ ગ્રંથિ થાઇરોડ ગ્રંથિની નીચે આવેલીછે. તેને તો બાળકોની 'ધાવમાતા'  કહેવાય છે કારણ તેનું મુખ્યકામ ઉછરતા બાળકનું રોગ સામે રક્ષણ કરવાનું છે. બાળક એક વર્ષનું થાય ત્યાં સુધીપગનાં તળિયામાં આવેલી આ ગ્રંથિના બિંદુ પર અને ત્યારબાદ પગ તેમજ હથેળીમાં બીજીગ્રંથ ઓના સારવાર સાથે 12 થી 15 વર્ષનું થાય ત્યાં સુધી દરરોજ બે વખત સારવાર આપો તો બાળકનો શારીરિક અનેમાનસિક વિકાસ ખૂબ સુંદર થાય છે.

   

શરીર પુખ્ત બને ત્યારે આ ગ્રંથી એકદમ સંકોચાઈ જાય છે અનેપોતાનું કાર્ય બંધ કરે છે પરંતુ કોઈ કારણથી જો પાછી કાર્યરત બની જાય તો તે શરીરમાંસુસ્તી અને જડતા પણ લાવે છે. તે વખતે જો યોગ્ય સારવાર ન લેવાય તો શરીર નિષ્ક્રિયબને છે જે સ્થિતિને 'માએસ્થેનીઆ'  કહે છે. થાયમસની સારવાર માટેઆપણા હાથની વચલી આંગળીની નીચેનો ઉપસેલો ભાગ છે તેની નીચેનો ભાગ છે તે પોઇન્ટદબાવવાનો હોય છે. તેમજ પગમાં પણ તે જ પ્રમાણેનું સ્થાન છે જો તમે બાળકને 15 વર્ષનું થાય ત્યાં સુધી આપોઇન્ટ આપો તો તે શારીરિક અને માનસિક રીતે વિકસિત થાય છે.

 

જાતિય ગ્રંથિઓ

આ ગ્રંથિઓ પ્રજનનની અતુટ સાંકળ ચાલુ રાખવાનું મહત્વનુંકાર્ય કરે છે, તેમજ દેહમાં રહેલ જલતત્વનું સંતુલન પણ કરે છે. તે દ્વારા તે જ્ઞાનતંતુઓ,મજ્જા કોષ, માંસ, હાડકાં, બોનમેરો અને વીર્ય-રજનુંનિયમન કરે છે.

 

જો આ ગ્રંથિ બરાબર કામ ન કરે તો તેની જાણ બાળકો 12-14 વર્ષનાં પુખ્ત થવા માંડેત્યારે જ જાણ થાય છે. મોડું માસિક આવે, ઓછું કે વધુ પડતું માસિક આવે, તેમજ માસિક ધર્મ વખતે દુખાવોરહે. ઓછું માસિક આવે તો શરીરમાં ગરમી વધે છે અને ખીલ થાય છે, વધુ માસિક આવે તો પાંડુ રોગથઈને શારીરિક વિકાસ રૂંધાય છે.

 

છોકરાઓમાં જો આ ગ્રંથિ બરાબર કામ ન કરે તો હસ્ત દોષ,સ્વપ્નદોષ જોવામાંઆવે છે તેઓ શરમાળ બને છે અને આ દોષોને લીધે તેમનામાં માનસિક પ્રશ્નો ઉભો થાય છે.જેનું નિરાકરણ ન થાય તો તેમનું પરિણીત જીવન દુઃખી બની જાય છે. તેઓમાં પણ આ ગ્રંથીશરીરની ગરમીને સંતુલિત રાખે છે અને છોકરા-છોકરીઓની આકર્ષણ શક્તિ વધારે છે, તેમનો સ્વભાવ મિલનસાર બને છેઅને સુંદર અને મધુર વાણીથી એકબીજાનાં દિલ જીતી શકે છે. જો આ ગ્રંથિ વિકસિત ન થાયકે બગડેલી હોય તો વાસના ક્રોધ અને સ્વાર્થીપણું વધે છે.

 

સુવાવડ પછી કે વ્યંધીકરણ પછી આ ગ્રંથિઓનાં કામમાં ગરબડથવાની સંભાવના છે. જેને લીધે શરીરમાં ચરબી વધવા માંડે છે અને શરીર બેડોળ બને છે.તો બહેનો શરીરને બેડોળ બનતું અટકાવવા માટે, સગર્ભાવસ્થા દરમિયાન અનેપ્રસુતિ પછી આ મહત્વની ગ્રંથિઓ ઉપર યોગ્ય અને નિયમિત રીતે સારવાર આપે તો આ સમસ્યાઓનડતી નથી. આ ગ્રંથિ પર સારવાર લેવાથી ગ્રંથિઓમાંથી હોરમોન્સ બરાબર ઝરે છે નહીં તોમોનોપોઝ દરમિયાન નાની મોટી તકલીફ ઊભી થાય છે, રોગો થાય છે અને જાતીયજીવનમાંથી રસ પણ ઓછો થઈ જાય છે. જેને લીધે જીવનમાં શુષ્કતા આવે છે અને આ ગ્રંથિઓબરાબર કામ ન કરતી હોય તો સંતાન થવાની શક્યતા પણ ઘટી જાય છે.

 

ડૉ નારદી જગદીશચંદ્ર પારેખ નંદી