સ્વાસ્થ્યની કુંચી ભાગ...૨

ડૉ નારદી જગદીશચંદ્ર પારેખ નંદી

December 4, 2024

આપણે જે યંત્રનું સમારકામ કરવા માંગતા હોઈએ તેનું તંત્ર નજાણી શકીએ તો આપણે તેમાં ઊંડાણનુ વિચારી શકીએ અને ઈશ્વરે રચેલા અદભુત યંત્ર,શરીરને યુગોયુગોથીઊંડાણથી અભ્યાસ કરવા, જગત ભરનાં નિષ્ણાતો ફાંફાં મારી રહ્યાં છે પરંતુ નેતિ નેતિની જેમ તેઓ કહે છેહજી આમાં પૂરેપૂરું સમજાયું નથી! જ્યારે આપણે તો જે કંઈ જાણશું ઉપરછલ્લું પરંતુઆપણાં પૂરતું કદાચ ઉપયોગી નીવડે  એમ માનીથોડી રજૂઆત કરું છું. આપણું શરીર જે અખૂટ અને અમૂલ્ય શક્તિઓનો ભંડાર છે. આજ સુધીઆપણે આજે એને ફક્ત દર્પણમાં જોયો છે આજે હવે તેની અંદર દ્રષ્ટિ નાખવાનો પ્રયત્નકરીશુ.

    આજનાં અનેકસંદેશવાહક માધ્યમો આપણને સંદેશ આપી જાય તેવાં, તેનાથીએ ઝડપી સંદેશ માધ્યમોઆપણા શરીરમાં છુપાયેલા છે! કીડી ચટકી નથી કે તમારો હાથ ત્યાં પહોંચ્યો નથી!વીજળીની ઝડપે સંદેશા પહોંચે છે! શરીરને જરૂરી એવાં ખોરાક પાણી તેને અપાય છે પણ આઇનપુટમાંથી તે પોતાને જેવો જોઈએ તો માલ કેવી રીતે તૈયાર કરે છે વિચાર આવે છે?રક્ત, વીર્ય, કફ,મળ મૂત્ર વગેરેની સર્જન અનેવિસર્જન ક્રિયા કેટલી સાહજિકતાથી તે ચલાવે છે! તેનું પોતાનું સંરક્ષણ ખાતુંઅજાણ્યા મહેમાનને આવતા રોકે તો છે પણ જરૂર પડે તો તેનો પ્રતિકાર પણ કરે છે એ જ તોછે રોગપ્રતિકારક શક્તિ!

   શરીર જુદાંજુદાં આકારના અને કદના કોષોનું ભંડાર છે. દરેક કોષનું પોતાનું એક સ્વતંત્ર કાર્યછે. ટાંચણીના ટોપકા જેટલા ભાગમાં દસ લાખ જેટલા કોષ કોઈ જાતની ધક્કા મુક્કી વગર રહીશકે છે! માનવી ના જન્મથી મૃત્યુ પર્યંત આ પ્રત્યેક કોષને કાર્યરત રહેવું પડે છેજેનાં માટે તેને શક્તિની જરૂર પડે છે જે તે ખોરાકમાંથી મેળવે છે અને કાર્ય કરતાંજે શક્તિનો વ્યય થાય છે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ને પાણી જેવા બીન ઉપયોગી દ્રવ્યોબહાર પડે છે આ બધું એક ક્ષણના હજારમાં ભાગમાં શરીરના દરેક કોષમાં થતું હોય છે!અબજોનાં હિસાબે એક જ શરીરમાં ભિન્ન ભિન્ન કાર્ય કરતાં આ કોષો  પોતાનાં ફાળે આવેલું કાર્ય પદ્ધતિસર કર્યે જાયછે. એક કોષ બીજા કોષના કાર્યમાં દખલ ન કરે છતાં બધાં તાલબધ્ધ રીતે સાથે મળી કામકરે છે!

   આ વિવિધ કોષમળીને આપણાં શરીરનાં વિવિધ તંત્ર બને છે જેમ કે કંકાલ તંત્ર, સ્નાયુતંત્ર, ત્વચા તંત્ર, શ્વસનતંત્ર, પાચનતંત્ર, ચેતાતંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પ્રજનન તંત્ર, પરિવહન તંત્ર. જે આપણે શાળાદરમિયાન શીખ્યા છીએ એટલે જો કદાચ ભૂલાઈ ગયું હોય આપણે તેનો ફરીથી ટૂંક પરિચય જમેળવી લઈએ.

કંકાલ તંત્ર... આપણા શરીરને પકડી રાખતું માળખું છે જે જુદાજુદા પ્રકારના 206 પ્રકારના હાડકાનું બનેલું છે તેમાંય ખોપરીના હાડકાની રચના એવી રીતે કરવામાંઆવેલી છે કે તે આણ્વિક વિદ્યુત ઉત્પાદક અને કોમ્પ્યુટરનું સારી રીતે રક્ષણ કરી શકેછે. મેરુદંડના મણકા સાયટીકા નર્વની રક્ષા કરે છે, છાતીનું પીંજરું ફેફસાં અનેહૃદયને રક્ષણ આપે છે. હાડકામાં મુખ્યત્વે કેલ્શિયમ તથા ફોસ્ફરસ જેવા પદાર્થો આવેલાછે અને તેના પોલાણમાં અગત્યના લાલ રક્તકણોનું ઉત્પાદન થતું રહે છે. શરીરને આધાર,રક્ષણ, ઘાટ અને આકાર આપે છે,તે ઉપરાંત તે હલનચલનમાટેનાં ઉચ્ચાલન સમાન છે.

સ્નાયુતંત્ર... હાડકાં અને તેના સાંધા સ્નાયુઓથી ઢંકાયેલાહોય છે. જે શરીરના વજનનો 50% ભાગ છે.   સ્નાયુઓ દ્વારા શરીરનુંહલનચલન વ્યવસ્થિત થઈ શકે અને હાડકાનું પણ રક્ષણ થાય છે. સાંધાવાળા સ્નાયુઓનીહલનચલનવાળી સપાટીએ કાસ્થિ હોય છે તેના પર લીગામેન્ટ નામની તંતુઓથી બનેલી રચના હોયછે જે અસ્થિઓને જોડી રાખે છે. સ્નાયુઓ બે પ્રકારનાં હોય છે ઈચ્છા વર્તી અનેઅનિચ્છા વર્તી. ઈચ્છા વર્તી પર આપણો કાબુ હોય છે જેમકે હાથ પગ ગરદન વગેરે, જ્યારે અનિચ્છા વર્તી પરઆપણો કાબુ નથી હોતો જેમકે અન્નનળી, હૃદય, ઉદરપટલ, શ્વાસ વાહીની વગેરે. આંતરિક અવયવ.

ત્વચા તંત્ર.. ત્વચા મકાનના બહારના પ્લાસ્ટર જેવી છે આચામડી ઘણાં પડોની બનેલી હોવા છતાં ફક્ત દોઢ મિલીમીટર જાડી અને છિદ્રાળુ હોય છેતેનું બહારનું પડ અને સંવેદન ગ્રંથિઓ હોય છે. જે સ્પર્શની સંવેદના અને પ્રસ્વેદગ્રંથિઓનો અનુભવ કરાવે છે. ચામડી બહિર્વાહક અને અંતર્વાહક ચેતા સાથે જોડાયેલી હોયછે જેને કારણે આપણને ઠંડી, ગરમી, ખંજવાળ જેવી સંવેદનાઓ થાય છે. પ્રસ્વેદ વાટે શરીરની ગરમી અને લોહીમાંના ઝેરીતત્ત્વો અને બહાર કાઢે છે. રુવાંટી દ્વારા શરીરનું તાપમાન પણ જાળવી રાખે છે.

પાચનતંત્રમાં સમાવિષ્ટ થતાં મોઢું અન્નનળી, જઠર, ઇલિયોસિકલ વાલ્વ, નાનું આંતરડું, મોટું આંતરડું અને ગુદા.તેને સહાયક લીવર, પેંક્રિયાસ અને લાળગ્રંથિ આ બધાં મળી આપણાં પાચનતંત્રને વ્યવસ્થિત રીતે ચલાવેછે આ તંત્રને આપણે કેટલાં બાધા રૂપ બનીએ છીએ તે આપણે સર્વ જાણીએ છીએ!!

શ્વસન તંત્ર.. શરીરનાં પોષણ માટે જેમ ખોરાકની જરૂર છે તેમશક્તિ તેમજ કાર્ય માટે ઓક્સિજનની જરૂર પડે છે. નાક, શ્વાસનળી, ફેફસા તેનાં અવયવ છે  પરંતુ ત્યાં જમાથયેલા ઓક્સિજનને પહોંચાડવામાં રુધિર રક્તવાહિનીઓ દ્વારા પ્રત્યેક સજીવ કોષનેઓક્સિજન પહોંચાડે છે. જો મગજને ત્રણ મિનિટ સુધી ઓક્સિજન ન પહોંચે તો તેના કોષોમૃત્યુ પામવા માંડે છે અને આ મૃત્યુ પામેલા કોષો ફરી ક્યારે પણ સજીવન કરી શકાતાનથી. તેથી મગજને થયેલું નુકસાન કાયમી રહે છે. આમ સ્વસનતંત્ર સૌથી અગત્યનું કાર્યકરી શરીર અને હૃદયને જીવંત રાખે છે.

ચેતાતંત્ર.. એટલે કે આપણી નર્વસ સિસ્ટમ આપણા શરીરનુંમેનેજમેન્ટ કરનાર, મગજને દરેક અંગમાંથી સંદેશા પહોંચાડવાનું કામ કરે છે જેનાં રક્ષણ માટે આપણીકરોડરજ્જુ છે તેમાંથી આ તંત્રનું ગુંચળું પસાર થઈ વિવિધ અવયવને પહોંચે છે નેસંદેશાની આપ લે કરે છે. આ એક તંત્ર જો બરાબર કામ ન કરે તો શરીર ભલે તગડું દેખાયપરંતુ તે બૌદ્ધિક કાર્યો કરવા અસમર્થ બને છે!

ઉત્સર્જન તંત્ર... સમય સમયે એમ કહો ને કે હરેક ક્ષણે આ કાર્યસતત શરીરમાં ચાલુ રહે છે અને શરીરમાંનો કચરો ઉછવાસ, પરસેવો, મળ મૂત્ર દ્વારા બહારફેંકાતો રહે છે જ્યારે જમા થાય ત્યારે તેને બહાર ફેંકવાની પ્રક્રિયા તે જ રોગ હોયછે. તે સમયે તે સળેખમ, ઉલટી, ગાંઠ, પાતળા ઝાડા જેવા સાંકેતિક ચિન્હો બતાવી અશુદ્ધિના બહાર કાઢવાનો પ્રયત્ન કરે છેપરંતુ જો તેનાં પ્રયત્નને વારંવાર દબાવવામાં આવે ત્યારે તે અસાધ્ય રોગનું રૂપ ધારણકરે છે.

પ્રજનન તંત્ર.. સૃષ્ટિ સંચાલન માટેનું આ એક અદભુત કાર્ય જેપ્રજોત્પતિ દ્વારા વંશવેલાને આગળ વધારે છે. એક અદભુત રચના છે જેમાં એક જીવ પોતાનાજેવા બીજા જીવને જન્મ આપે છે બાવળના ઝાડ પર કદી ગુલાબ ઉગેલા જાણ્યા? વાઘનું બચ્ચું કદી વાંદરાજેવું લાગ્યું? સૃષ્ટિના સર્જન હરે દરેક  જીવમાં પુખ્તવય થતાં તેમાં ઉત્પન્ન થતી કામશક્તિ અને તેનાં દ્વારા વિજાતીય પાત્ર પ્રત્યેનુંઆકર્ષણ મૂકી ગજબ કરામત કરી છે. જે આ પ્રજનન તંત્રના અવયવોને કાર્યરત કરી ને નવાજીવને જન્મ આપે છે.

રુધિરાભિસરણ તંત્ર.. મુખ્ય અવયવ હૃદયના સંકોચન અને વિકોચનદ્વારા શરીરનાં પ્રત્યેક અવયવને બળપૂર્વક લોહી ધકેલે છે.

 

ક્રમશ...