સ્વાસ્થ્યની કુંચી - ભાગ ૧

ડૉ નારદી જગદીશચંદ્ર પારેખ નંદી

September 30, 2024

સ્વાસ્થ્યની કુંચી ભાગ..૧

   

તમે જ તમારા ડોક્ટર બનો તો?

ડોક્ટર થવાનું કોને ન ગમે? તે પણ વગર દવાના.... પણડોક્ટર કંઈ એમનેમ થવાય છે? થોડો અભ્યાસ તો કરવો પડે ને? તો ચાલો આપણે શરૂ કરીએ કુદરતી ઉપચારની પાઠશાળા.... તમે  ૨૦૦/૫૦૦ રૂપિયાનું

કાચનું વાસણ હોય તો કેટલુંસંભાળીને વાપરો છો? તેમાં વળી કોઈએ બક્ષીશ આપી હોય તો તેનું મૂલ્ય તો અનેક ગણું વધી જાય છે!ઈશ્વરે આપણને મહામૂલો માનવદેહ આપ્યો છે તો તેની જાળવણી કરવાની

આપણી પ્રથમ ફરજ છે.કુદરતી ઉપચાર દ્વારા તેની જાળવણી આપણે સરળતાથી કરી શકીશું.

 

હવે કુદરતી ઉપચાર વળી શું છે?? ને શા માટે?

 

મિત્રો તમે પશુ કે પક્ષીઓને કદી દવાખાને જતાં જોયા છે?કારણ કુદરતને ખોળેરમતાં જીવ માટે તંદુરસ્તી સહજ અને સ્વાભાવિક હોય છે. તેના માટે તેને પ્રયત્નકરવાની જરૂર નથી પડતી! કુદરતે શરીરની રચના

એવી કરી છે કે તે પોતાની સંભાળ લઈનેદરેક અવયવનું સુપેરે સંચાલન કરે છે. તેમાં બધારૂપ છે કૃત્રિમ જીવનશૈલી. હવે કુદરતીઉપચાર આ જ શૈલીથી આપણને બીમાર પડતાં બચાવે છે. માનવેત્તર પ્રત્યેક જીવ

કુદરતી જીવનજ જીવે છે.

તો ચાલો આપણે આ કુદરતી ઉપચારના મુખ્ય સિદ્ધાંતો સમજવાનીકોશિશ કરીએ.. તમે પ્લાસ્ટિકની બાલ્દી તો રીપેર કરાવી જ હશે, ફાટેલું કપડું સંધાવ્યું હશે,અરે સોનાનાં દાગીનાનેરેણ પણ કરાવ્યું હશે! દરેકમાં

સામ્યતા એક જ છે કે જે પદાર્થમાંથી વસ્તુ બને છેતેનાં વડે જ તેને જોડવામાં આવે છે! બાલદીને પ્લાસ્ટિકથી જોડાય, કપડાં પર કપડાંનું થીગડું નેદાગીનાને સોનાનું જ રેણ કરાય.. ટૂંકમાં જે પદાર્થમાંથી તેનું નિર્માણ

થાય તેજપદાર્થથી તે રિપેર થાય છે.. તો મિત્રો આજ નિયમ આપણા શરીરને પણ લાગુ પડે છે! આપણુંશરીર પંચમહાભૂતમાંથી બન્યું છે. તો તે પંચમહાભૂતોથી જ તેનો ઈલાજ કરી શકાય...

 

અગ્નિ,પૃથ્વી, વાયુ, જળ અને આકાશ આ પ્રત્યેક તત્વ માટેની અલગ-અલગ થેરપી છે.

 

·        જળ ચિકિત્સા.. hydrotherapy,

·        વાયુ ચિકિત્સા.. Pranayam,

·        પૃથ્વી ચિકિત્સા.. Mud therapy,

·        તેજ ચિકિત્સા.. Meditation,

·        અગ્નિ ચિકિત્સા.. Chromotherapy,

 

આ ઉપરાંત મેગ્નેટ થેરાપી,  મુદ્રા થેરાપી, અરોમા થેરાપી, એક્યુપ્રેશર ,યોગા પ્રાણાયામ વગેરે પણ આપણું સ્વાસ્થ્ય જાળવવામાં લાભદાયી છે. આપણે આપ્રત્યેક વિષયને છણાવટ પૂર્વક સમજશું અને અમલમાં

મુકીશું.

શરીરનું સ્વાસ્થ્ય બગાડનારા બીજાં જે પરિબળો છે તે પણ જાણીલઈએ!

 

·        તેમાં સર્વપ્રથમ છે આ જીભ... શરીરમાં થતાં અનેક રોગોનું 50% મૂળ આ જીભ છે. બોલવામાંસંયમ ન રાખે તો મનને તાણ આપે છે અને ખાવામાં શ્રેય અને પ્રેયનો તફાવત ન સમજે તોશરીરને પાયમાલ કરે

        છે. માટે જ કહેવાય છે, 'લુલીને વશમાં રાખો' આ એક વાક્ય જીવનમાં ઉતારાય તો તન અને મનનાં અનેક રોગોમાંથીબચી શકાય.

 

·        બીજું પરિબળ છે મન....મન એવઃ મનુષ્યાણામ્  સુખદુઃખસ્ય કારણમ્.

         એક ઉદાહરણ જોઈએ એક ગરીબ માણસધોમ ધખતા તાપમાં ચપ્પલ વગર રસ્તા પરથી ચાલ્યો જતો હોય છે તે જ વખતે બાજુમાં એસીકારમાં બેઠેલા હેટ ને ચશ્મા પહેરેલા શેઠ ઉપર નજર પડે છે. તે ઈશ્વરને

         કોસે છે કેઈશ્વર મારા માટે એક ચપ્પલની જોડ શુદ્ધા નહીં? તે જ સમયે સામેથી એક લંગડોમાણસ વગર ચપ્પલે  કાંખ ઘોડીના ટેકે સીટીમારતો મારતો આવતો દેખાય છે.. હવે પરિસ્થિતિ તો એ જ હતી! છતાં

         તે ઈશ્વરનો પાડ માનવામાંડ્યો કે હે ભગવાન આ એક પગ સાથે આટલો ખુશ છે અને તે  મને બે પગ આપ્યા છતાં પણ હું દુખી છું? જોયું મન જો પરિસ્થિતિનેઅનુકૂળ થાય તો જરૂર સ્વસ્થ રહી શકાય!!

 

·        ત્રીજું પરિબળ છે આવેગો...પછી ભલેને તે આવેગો તનના હોય, મનનાં હોય કે કુદરતી. જ્યારેહસવું આવે પણ હસતાં નથી, રડવું આવે તો રડતાં નથી, કામનાં પ્રેશર હેઠળ ભૂખ તરસ અને પેશાબ બધાં જ

         આવેગો  અંદર દબાવી રાખવામાં આવે છે ત્યારે શરીરમાં એવારસાયણો ઉત્પન્ન થાય છે કે જે ધીમે ધીમે શરીરમાં અવરોધ રૂપ ગ્રંથિનું નિર્માણ કરેછે. કોઈને પણ ગાંઠ થઈ હોય તેનો ઇતિહાસ જાણશો ત્યારે

         ખ્યાલ આવશે કે તેનું મૂળભૂતકારણ શું છે? આ ત્રણ પરિબળોનુ ધ્યાન રાખીએ.. તદુપરાંત કુદરતી ચિકિત્સાનો અમલ કરવાનો પ્રયત્નકરીએ.. .

 

આ તો થઈ ચિકિત્સાની વાત પરંતુ જેની ચિકિત્સા કરવાની છેતેનાં વિશે પણ જાણવું તો પડશે ને? તો આ શરીર ઈશ્વરે બનાવેલ એક એવું અજાયબ તંત્ર છે જેનાં વિવિધ ભાગો એકબીજાનાંસહકારથી સ્વાસ્થ્યનું

સંચાલન કરે છે. બીજું શરીર એ સ્વયં સંચાલિત તંત્ર છે. પોતાનીખામી, ખૂબી જાતે જ શોધીતેને સરભર કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ શરીરને તેની રીતે કામ કરવાની આપણે તક આપતા જ નથી! ચાલો સરળ

શબ્દોમાંકહું... શરીરમાં કફ વધે તો તેને તાપમાન વધારી નાક દ્વારા સળેખમ રૂપે બહાર કાઢે છે.પણ આપણે તો શરદી થઈ કે તાવ આવ્યો તો તરત જ દવા લઈ શરદી દબાવવાની અને મટાડવાનીકોશિશ કરીએ

છીએ. આ તો તમે હોંશે હોંશે કંઈક કરવા ગયાં અને તમને વચ્ચેથી અટકાવી દીધાજેવું થયું ને? આ રીતે આપણે કુદરતનાં કાર્યમાં બાધા રૂ૫ થઈએ છીએ..બસ, તો આવતાં પ્રકરણમાં આપણાંશરીરનાં અદભુત

તંત્રને સમજવાનો પ્રયત્ન કરીશું બરાબર? જ્યાં સુધી શરીર અને તેનીરચનાને વિગતવાર નહીં સમજીએ ત્યાં સુધી આપણે તેની ખામીઓ પણ દૂર કરી નહિ શકીએ કેનહીં રોગોનો ઈલાજ કરી શકીએ....

 

ડૉ નારદી જગદીશચંદ્ર પારેખ નંદી

ક્રમશ...