1983 વર્લ્ડકપ

સંજય થોરાટ

March 24, 2022

“કપિલદા જવાબ નહીં” 1983 વર્લ્ડકપ જીતીને, કપિલ દેવે ભારતીય ક્રિકેટમાં ક્રાંતિ લાવી દીધી હતી.

અમદાવાદ ખાતે ભારતીય ક્રિકેટ ટીમ એમની 1000મી વનડે મેચ આજે રમી રહી છે. અમદાવાદ મોટેરા સ્ટેડિયમ કે જેઓ પછી સરદાર પટેલ બન્યું અને હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાય છે ત્યાં સુનીલ ગાવસ્કરે સૌથી વધુ રનનો તો કપિલ દેવે સૌથી વધુ વિકેટનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. કપિલ દેવે આ જ મેદાન પર એક ઇનિંગમાં નવ વિકેટ લીધી હતી જ્યારે સચિન તેંડુલકરે પોતાની પ્રથમ ડબલ ટેસ્ટ સેન્ચ્યુરિ આ મેદાન પર બનાવેલી છે. અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમ હવે એક નવાં કિર્તીમાનનું સાક્ષી બનશે.

અમદાવાદ ખાતે ભારતીય ક્રિકેટ ટીમ એમની 1000મી વનડે મેચ આજે રમી રહી છે. અમદાવાદ મોટેરા સ્ટેડિયમ કે જેઓ પછી સરદાર પટેલ બન્યું અને હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાય છે ત્યાં સુનીલ ગાવસ્કરે સૌથી વધુ રનનો તો કપિલ દેવે સૌથી વધુ વિકેટનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. કપિલ દેવે આ જ મેદાન પર એક ઇનિંગમાં નવ વિકેટ લીધી હતી જ્યારે સચિન તેંડુલકરે પોતાની પ્રથમ ડબલ ટેસ્ટ સેન્ચ્યુરિ આ મેદાન પર બનાવેલી છે. અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમ હવે એક નવાં કિર્તીમાનનું સાક્ષી બનશે. આ વનડે મેચ સાથે જ હમણાં આવી ગયેલી ક્રિકેટ લવર્સને ગમેલી ફિલ્મ “83” ની સાથે સંકળાયેલી વાતો યાદ કરીએ…

કપિલ દેવ… કપિલ દેવ… કપિલ દેવ… લોર્ડઝનું સ્ટેડિયમ 25 જૂન 1983ના રોજ ગૂંજી ઊઠ્યું હતું. અહીં ભારતમાં મધ્ય રાત્રીએ દિવાળીનો માહોલ સર્જાયો હતો. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એ દિવસે ક્રાંતિ આવી ગઈ.

ભારતે પ્રથમવાર જ ક્રિકેટનો વર્લ્ડકપ જીત્યો હતો જ્યારે એ વખતે ક્રિકેટ રમતા દેશમાં ભારતની ગણતરી છેલ્લા ક્રમે થતી હતી. એ વખતે એ વર્લ્ડકપ જોનારા દસ વર્ષના સચિન તેંડુલકરે નિર્ધાર કર્યો હતો કે એ પણ એક દિવસ ભારતીય ક્રિકેટ ટીમમાં રમશે અને કપિલ દેવની જેમ ક્રિકેટ વર્લ્ડકપ જીતશે, સચિન તેંડુલકર 10 નંબરની ટીશર્ટ સાથે ભારતીય ક્રિકેટ ટીમમાં આવ્યો અને ધોનીની કેપ્ટન્સી હેઠળની ભારતીય 2011 વર્લ્ડકપ વિજેતા ટીમનો સભ્ય પણ બન્યો…

ભારતે 1983માં વર્લ્ડકપ જીતીને દુનિયાના ક્રેકેટ રસિકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. હજુ થોડા સમય પહેલાં જ કપિલ દેવ પર ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ’83’ આવી હતી. આ ફિલ્મમાં રણવીર સિંઘ 1983ની વર્લ્ડકપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં જોવા મળ્યો હતો તો એમની પત્ની રોમીના રોલમાં દિપીકા પાદુકોણ હતી. “83” ફિલ્મ દ્વારા 1983 વર્લ્ડકપની સુવર્ણ યાદો તાજી કરાવી છે. 1983 વર્લ્ડકપમાં ભારત જે બે મેચ હાર્યું હતું એમાં સુનીલ ગાવસ્કર રમ્યા નહોતા એટલે ગાવસ્કરને લકીમેન તરીકે બાકીની મેચોમાં રમાડ્યા હતા. વર્લ્ડકપ ટીમમાં સૌથી નસીબદાર ખેલાડી સુનીલ વોલ્સન હતો જેને વર્લ્ડકપ ટિકિટ મળી હતી, જોકે એને એકપણ મેચ રમવા મળી નહોતી માત્ર એ ડ્રિંક્સ લઈને મેદાનમાં ઉતાર્યો હતો.

આશ્ચર્યની વાત એ હતી કે ગુલામ એહમદ, ચંદુ બોર્ડે, ચંદુ સરવતે, બિશનસિંઘ બેદી અને પંકજ રોયની સિલેક્શન કમિટીએ ગુંડપ્પા વિશ્વનાથ, વેંકટ રાઘવન, મનિન્દરસિંઘ, અશોક મલ્હોત્રા, સુરીન્દર અમરનાથ, અંશુમાન ગાયકવાડ, ટી. એ. શેખર જેવા ખેલાડીઓના નામની ચર્ચા કરી હતી અને સાવ જ નવા સુનીલ વોલ્સનને સમાવ્યો હતો. જોકે સુનિલ વોલ્સન વર્લ્ડકપ પહેલા કે પછી પણ ભારતીય ટીમમાં સ્થાન પામ્યો નહોતો.

વર્ષ 1983ની વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ હતી. કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ પહેલી વખત વર્લ્ડકપ ફાઈનલ રમવા મેદાને ઉતરી હતી, પરંતુ ભારતીય ટીમ જ્યારે 183 રન બનાવીને આઉટ થઈ ત્યારે શંકા થતી હતી કે ભારત ચેમ્પિયન બની શકશે કે નહીં. ભારતના મધ્યમ ગતિના બોલર્સ સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 140 રન પર આઉટ થઈ ગઈ હતી. કપિલ દેવે વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ શરૂ થતા પહેલા સાથીઓને કહ્યું હતું કે, “હું ફક્ત એટલું કહેવા માગું છું કે, આગામી ત્રણ કલાક પૂરો આનંદ લો. જો આપણે આગામી ત્રણ કલાકમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું તો આ યાદો જીવનભર આપણાથી જોડાઈ જશે.” અને પછી એવું જ થયું. બલવિન્દરસિંહ સંધૂએ ગોર્ડન ગ્રીનિઝની ગિલ્લી ઉડાડીને ભારતીયોમાં જોશ ભરી દીધો હતો.

કપિલ દેવે વિવિયન રિચર્ડ્સનો મુશ્કેલ કેચ પકડીને જોશને બમણો કર્યો હતો. વિવિયન રિચર્ડ્સે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “હું વિશ્વાસ સાથે એ કહી શકું છું કે, કપિલ દેવ સિવાય અન્ય કોઈ ખેલાડી તે કેચ ન પકડી શકત.” કપિલ દેવે ભારતીય ક્રિકેટને બદલી નાખી હતી. રિચર્ડ્સે ત્યારે 28 બોલ પર 7 ચોગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા અને તેનાથી અનુમાન લગાવી શકાય છે કે, તે જીતને કેટલી સરળ બનવનારી હતી. ત્યારે રિચર્ડસે મદનલાલનો બોલ મિડવિકેટની ઉપર હવામાં રમ્યો હતો. કપિલે મીડઓનથી પાછળની તરફ ભાગીને તેનો કેચમાં બદલી કાઢ્યો હતો અને અહીંથી મેચની દિશા બદલાઈ ગઈ હતી. કપિલ દેવે આ મેચમાં પકડેલો ક્લાઈવ લોઈડનો કેચ પણ અદ્ભુત હતો.

1983 વર્લ્ડકપમાં પહેલા સ્ટેજમાં 8 ટીમો હતી અને ચાર-ચાર ટીમોનાં બે ગૃપ હતાં. દરેક ટીમે બીજી ટીમ સાથે બે-બે મેચ રમવાની હતી. પહેલા બંને વર્ડકપ જીતનાર વેસ્ટઈન્ડીઝને ભારતે જ્યારે પહેલી મેચમાં હરાવ્યું ત્યારે જ બધાને લાગવ લાગ્યું કે, કદાચ નવો ઇતિહાસ રચાઇ શકે છે. ત્યારબાદ ભારતે ઝિમ્બાબ્વેને પણ હરાવ્યું. જોકે ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇન્ડીઝ સામે હારનો સામનો કરવો પડ્યો. ત્યારે તો બધાંને એમજ લાગવા લાગ્યું કે, ત્રીજી વાર ભારત ગૃપ સ્ટેજમંથી જ બહાર નીકળી જશે પરંતુ પછીની ઝિમ્બાબ્વે સાથેની મેચમાં કપિલદેવે ધમાકેદાર બેટિંગ કરી. ટીમનો સ્કોર 5 વિકેટે માત્ર 17 રન હતો ત્યાં કપિલે 138 બોલમાં 175 રન કર્યા. આ મેચમાં કપિલે 16 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે અણનમ રહ્યો હતો. આ ઇનિંગ ક્રિકેટની યાદગાર ઇનિંગમાંની એક છે. ટિમે 8 વિકેટે 266 રન બનાવી લીધા અને ઝીમ્બાબ્વેને 38 રને હરાવ્યું. કપિલ દેવનું દુર્ભાગ્ય એટલું કે એ દિવસે બ્રિટિશ મિડિયા હડતાલ પર હોવાથી એ મેચનું પ્રસારણ અને રેકોર્ડિંગ ન થઈ શક્યું.!

ભારતે ત્યારબાદ ઓસ્ટેલિયા અને ઈંગ્લેન્ડને પણ હરાવી ભારત ફાઇનલમાં પહોંચી ગયું. ફાઇનલ વેસ્ટઈન્ડીઝ સામે હતી. બધાંને એમજ હતું કે, ત્રીજી વાર પણ વેસ્ટઈન્ડીઝ જ વર્લ્ડકપ જીતશે. આ મેચમાં ભારતીય ટીમ માત્ર 183 રનના સ્કોર પર ઓલઆઉટ પણ થઈ ગઈ હતી. પરંતુ પછી ભારતીય બોલરોએ જબરજસ્ત જાદુ કર્યો. કેપ્ટન કવિલ દેવની આગેવાનીમાં બરલિંદર સિંહ સિંધૂએ જબરજસ્ત વિકેટ્સ પહેલી વિકેટ ગૉર્ડન ગ્રીનિઝની લીધી. ત્યારબાદ મદનલાલે રિચર્ડ્સની વિકેટ લીધી. મોહિદર અમરનાથ અને મદદલાલે ત્રણ-ત્રણ વિકેટ લીધી ક્યારે સિંધૂએ બે વિકેટ અને રોજર બિન્ની અને કપિલ દેવે એક-એક વિકેટ લીધી માત્ર 140 રનમાં જ વેસ્ટઈન્ડીઝની ટીમને પેવેલિયનભેગી કરી દીધી. આમ ભારત 1983માં પહેલીવાર વર્લ્ડકપ જીતી ગયું.

1983 ના વર્લ્ડપક સાથે સંકળાયેલ એક ખૂબજ રસપ્રદ કિસ્સો છે. માર્ચ 1983માં ઓપનર કૃષ્નામાચારી શ્રીકાંતનાં લગ્ન થયાં હતાં. પ્લાન એ હતો કે, ઈંગ્લેન્ડ બાદ અમેરિકા જતો રહે, જેથી વેકેશન લઈ શકે. પરંતુ ભારત જ્યારે વર્લ્ડકપ જીતી ગયું ત્યારે શ્રીકાંતનો પ્લાન સમેટાઇ ગયો. તેને પણ અમેરિકાની ટિકિટ રદ કરવી પડી અને ભારત પાછા આવવું પડ્યું. ત્યારબાદ શ્રીકાંતે જણાવ્યું હતું કે, તેમણે જે ટિકિટ કેન્સલ કરી એ માટે કપિલ દેવ પર તેમના 10 હજાર રૂપિયા ઉધાર છે.

ટીમને પણ એ વાતમાં વિશ્વાસ નહોંતો કે તેઓ વર્લ્ડકપ જીતી જશે. વર્લ્ડકપની સફર યાદ કરતાં શ્રીકાંતે પછીથી જણાવ્યું હતું કે, “જ્યારે એક મીટિંગમાં કપિલ દેવે કહ્યું કે, આપણે જીતવાનું જ છે. તો અમને એમ જ લાગ્યું કે આ પાગલ થઈ ગયા છે. વેસ્ટઈન્ડીઝને હરાવશું?” ત્યારબાદ બધાંએ જીતનો શ્રેય કપિલ દેવને આપ્યો. વર્લ્ડકપની ચાલુ મેચમાં વિવિયન રિચર્ડ્સની ધમાકેદાર બેટિંગથી અકળાઈને કપિલ દેવ અને મદનલાલની પત્ની મેદાન છોડી હોટેલમાં જતી રહી હતી. વર્લ્ડકપ જીત્યા બાદ કપિલ દેવે શેમ્પેઈન ખોલી ત્યારે એ પત્નીને શોધતો હતો. આ બન્નેની પત્ની સ્ટેડિયમમાં આવવા માંગતી હતી પરંતુ ભીડના કારણે આવી શકી નહોતી.

એક કાર્યક્રમમાં કિર્તી આઝાદે કહ્યું હતું કે, “મેં પ્રવાસની શરૂઆતમાં કપિલ દેવની બેગમાં શેમ્પેઈનની બોટલ જોઈ હતી. કપિલ દેવ તો શરાબ પીતા નહોતા તો બોટલ કેમ? એટલે મેં એ બોટલ માંગી અને કહ્યું કે અમને આપો અમે પી જઈએ. પણ કપિલ દેવે ન તો બોટલ આપી ન તો કોઈ જવાબ. તમે જોયું હશે કે લોર્ડઝની બાલ્કનીમાંથી જે પહેલી શેમ્પેઈનની બોટલ ખૂલી હતી તે એ જ બોટલ હતી. કપિલ દેવે ખૂદ ખૂલાસો કર્યો હતો કે, “હા, મેં મારી જાત સાથે ચેલેન્જ કરી હતી. પરિણામ ગમે તે આવે હું આ બોટલ વર્લ્ડકપ ફાઈનલ બાદ જ ખોલીશ…” અમદાવાદ ખાતે ભારતની ક્રિકેટ 1000 વનડે મેચ રમાઇ રહી છે ત્યારે આ યાદો ક્રિકેટ પ્રેમીઓને ગમશે.