Jignesh Adhyaru

Speaker

જિજ્ઞેશ અધ્યારૂ, વ્યવસાયે પોર્ટ પ્રોજેક્ટ્સમાં પ્લાનિંગ માટે અમદાવાદમાં અદાણી ગૃપમાં ડેપ્યુટી જનરલ મેનેજર, તરીકે ફરજ નિભાવું છું. સાહિત્યની સાથે નિસબત મારી બે વેબસાઈટ અક્ષરનાદ.કોમ અને રીડગુજરાતી.કોમ દ્વારા છે. છેલ્લા પાંચ વર્ષોથી ગુજ્રરાતી ભાષામાં માઇક્રોફિક્શન સ્વરૂપને ખેડવાનો, અભ્યાસ કરવાનો અને અનેક મિત્રોને લખતા કરવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લા ત્રણથી વધુ વર્ષોથી ફુલછાબ અને દિવ્યભાસ્કરની રવિવાર તથા બુધવારની પૂર્તિમાં માઇક્રોફિક્શન સાથે સર્જન વ્હોટ્સએપ ગૃપ અને માઇક્રોસર્જન.ઇન વેબસાઈટ તથા બે પુસ્તકો અને અનેક માઇક્રોફિક્શનની મહેફિલ થકી આ કાર્ય સહીયારી રીતે સુપેરે કરી રહ્યાં છીએ.