ઉજમાળી નારીચેતના

Speaker:

Raksha Shukla

March 3, 2024

March 3, 2024

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
10:30 am
CST:
9:30 am
PST:
7:30 am

About Event

Summary

મણકો# 192  તા-3-3-2024.  

                                 

ગુજરાતી સાહિત્યફોરમ દ્વારા આયોજીત  વક્તવ્ય ના વક્તા હતા રક્ષા શુક્લ. તેમણે નારીશક્તિ ,તેમના સમાજમાંયોગદાન ને મૂંગા મોંએ કુટુંબની સેવાને બિરદાવતું સુંદર વક્તવ્ય આપ્યું . 

                                 

નારી શક્તિ અમાપછે. ગાંધીજી પણ કહેતા કોઇપણ મુશ્કેલ લાગતું કામ સ્ત્રીને ચીંધો તો  ધાર્યું પરીણામ પ્રાપ્ત થાય છે. રવિશંકરમહારાજ પણ કહેતા સ્ત્રી અબળા નથી સબળા છે; અતિબળા છે.નારીમાં શક્તિનું નિરુપણ બ્રહ્માએ કરેલું છે. ઋગ્વેદમાં બ્રહ્મવાહિની તરીકે નિવેદનકરવામાં આવ્યું છે. વેદકાળની સ્ત્રી દરેક ક્ષેત્રમાં અગ્રેસરહતી. આપણાં મહાન ચાર વેદોમાં ઋચાની રચના સ્ત્રી ઓ દ્વારા જ કરવામાં આવી હતી.પાછળથી વર્ણ વ્યવસ્થા આવતા તેનું સ્થાન નિમ્ન કક્ષાનું થયું . 

                        

આજના આધુનિકસમયમાં સ્ત્રી પુરુષ- સમોવડી થઇ છે. સામાજિક  ક્ષેત્રે સફળ થનાર સ્ત્રીના પરીવારના સભ્યો પણ ગૌરવ અનુભવે છે. ખૂબ જૂજસ્ત્રીઓ સમાજ સામે ટક્કર ઝીલી બહાર નીકળે છે. દમનનીતિનોભોગ બનનારી સ્ત્રીઓ સમાજ સામે આક્રોશ વ્યક્ત કરવા બહાર પડે છે ને એમાંથી નારીવાદનીચળવળ અસ્તિત્વમાં આવી.પશ્ચિમમાંથી નારીવાદ ચળવળની શરુઆત થઇ. 

                        

કુંદનિકાકાપડિયાની સાત પગલાં આકાશમાં દરેક સ્ત્રીના જીવનને વણી લેતી વાત છે. વાંચક સ્ત્રી ને એમ લાગે વત્સલાની વાત એ મારી વાત છે.સ્ત્રી કુટુંબ ; પતિ ને સાચવે તે તેની ફરજનો ભાગ છે , પણ સમગ્ર અસ્તિત્વ તેમાં ઓગાળી જીવવું તે મૂર્ખામીછે. પોતાના પણ સ્વપ્નાં સાકાર થાય તેવો કુટુંબમાં અવકાશ હોવો જોઇએ. વૈચારિકસ્વાતંત્ર્ય હોવું જોઇએ. પન્ના નાયકનાં કાવ્યોમાં નારી શક્તિની ઉંચી ભાવના વર્ણવી છે.  કોઇપણ સ્ત્રી સર્જન કરીશકે છે, તેને પૂરતી સગવડ મળી રહેવી જોઇએ. 

                         

શૂન્ય પાલનપૂરીના શેરમાં ઇશ્વર છે, દરેક માનવમાં વસેલો છે તેમ દર્શાવ્યું છે. ખૂબવાંચનથી સર્જન પ્રક્રિયા આકાર લેતી હોય છે, પણ સ્ત્રીમાંસર્જન પ્રક્રિયાનું કુદરતી રીતે જ બીજ અસ્તિત્વ માં છે. તેના ગર્ભમાં આકાર લેતુંબીજ પાંગરી માનવ દેહનું સર્જન કરે છે , સ્ત્રીને તોભગવાનની હરોળમાં મુકી શકાય. નારી શક્તિ દો ધારી તલવાર છે.માતૃત્વ ધારણ કરતી સ્ત્રી સર્જનહાર તો પોતાની આખી જીંદગી કુટુંબની સેવામાંઅર્પણ કરનારી સર્મપિત સ્ત્રી જ છે. 

                      

આજે ચારે દિશાઓસુધી નારી વિસ્તરેલી છે. એકપણ ક્ષેત્ર એવું નથી જ્યાં નારી શક્તિ નથી. રક્ષાબહેનેનારી શક્તિ ના થોડા ઉદાહરણ રૂપે દીપા મલિકની વાત કરી જે wheelchair પર જીવન વ્યતીત કરે છે પણરમત જગતમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. પહેલી ફોટોગ્રાફર વ્યારાવાલાના પ્રેરણાદાયી જીવનની વાત કરી. રક્ષા બહેને 2021 માં પદ્મશ્રી મહિલાઓના જીવનને આલેખતા પુસ્તક તેજસ્વિની માં સ્ત્રીઓના સંઘર્ષની વાત વણી લીધી છે. સ્ત્રીઓની શક્તિ અનેતેમના યોગદાનનું મૂલ્યું ઓછું નઆંકી શકાય. 

                             

રક્ષાબહેનપ્રેરણાદાયી વક્તવ્ય આપવા બદલ ખૂબ ખૂબ આભાર 

    

કોકિલાબહેન નેઆપના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર 

 

 

                                ——-સ્વાતિ દેસાઇ

 

About Speaker

Raksha Shukla

Writer, Columnist, Poet
Learn More

Raksha Shukla


A poet, Columnist, Writer, Singer. Her tarannum performed in Mushayra creates a court of dubara. In 2022 She had been selected from Gujarat Akashvani National Poet Symposium. The selected poem was translated into all 27 languages of India. She is a recognized poet of Akashvani (A Grade Artist). Also a Consultant of Gujarat Sahitya Academi. Her 'Antar' column in 'Gujarat Samachar' has a large readership.

*Books
1. 'Alle Le', 'Manasmarm',
2. 'Attanani Olipa'
3. 'Vanitavishesh' published by R. R. Seth has proved to be a bestseller.
4. 'India's 75 Best Women' published under Azadi's Amrit Mohotsav Yojana (Government of Gujarat)
5. 'Tejaswini' depicts the struggles of women - The 2021 Padma Shri awardee has been published by Gujarat Sahitya Akademi.  
6. The essays of his book 'Parijat Palace' published by Sahitya Akademi depicting the beauty of nature have been much appreciated by the readers.
7. ‘Manasmarm’
8. 'Poornima Pakwasa', Another book published by Sahitya Akadmi.

*Awards
1. Smt.Kamlaben Parikh Award (Kumar Medal,2015) from 'Kumar' Trust,
2. 'Brahm Gaurav Award' (2017) from State level,
3. 'Best Column Writer' (2018) from CWDC,
4. Governor Mr. O.P. 'Sanskar Vibhushan Award' (2018) from O.P. Kohli's,
5. Late Smriti Rita Bhatt Kavayitri Samman (2019) from Shishuvihar.,
6. 'Nari Garima Award' from Positive Zindagi (2023),
7. Mahila Gaurav Award from Durgadham (2023) etc.