સપનાના વાવેતર

Speaker:

Alpana Buch

April 14, 2024

April 14, 2024

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
10:30 am
CST:
9:30 am
PST:
7:30 am

About Event

Summary

મણકો#198 તા- 14-4-2024

                                 

ગુજરાતીસાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા અલ્પનાબહેન બૂચ. તેમણે જીંદગીસાથે સંકળાયેલા સપનાં જે દરેકના જીવનમાં હોય છે તેને સાકાર કરવા કરવો પડતો પરિશ્રમ, તે માટેજરુરી એવી કલ્પના શક્તિ ને આશા વડે છોડનું જતન અને ઇચ્છાશક્તિ રુપી જળ વડે સિંચનકરી સફળતાના ફૂલને ખીલવવાના કસબવિશે સુંદર વાત કરી. 

                                           

મનુષ્યનેજીવવા માટે માત્ર હવા, પાણી, ખોરાક તથારહેઠાણની જરુર નથી.સપના પણ જીંદગી સાથે વણાયેલા હોય છે.  અલ્પના બહેને પોતાનીવાત કરતા જણાવ્યું કે બાળપણમાં ખાસ કોઇ એવા સપના ન હતા. બાળસહજ જરુરિયાત ને શાળાજીવન દરમ્યાન ભણતર ઉપયોગી સારી ચીજ-વસ્તુનો જ મોહ.કોલેજ દરમ્યાન થોડો તેમાં ફેરફારથાય પણ કારકિર્દી માટે બહુ મહત્વકાંક્ષા નહીં.  સારી નોકરી તેમાં શિક્ષક કેસરકારી નોકરીને જ મહત્વ અપાય. 1990 માં કલાકાર તરીકેની કારકિર્દીવિશે વિર્ચાર્યું ન હતું . તેજમાનામાં  મધ્યમ વર્ગનો પરીવાર છોકરીઓને તેવી છૂટ આપતો ન હતો. કોલેજ દરમ્યાન કરેલા નાટકસુધી જ દોડ હતી. ડાન્સનો શોખ પણ ડાન્સ કલાસની મોંઘી ફી પરવડે નહીં તેથી જે સપના જાણે અજાણ્યેવવાતા ગયા તે તૂટતાં પણ ગયા. ઇન્ટીયર ડીઝાઇનર બનવાનું સપનું પણ સફળ ન થયું, સપના પરિપક્વન હતા, કલાકારનો જીવ પણ પોતાની અભિનયશક્તિ વિશે સભાનતા કેળવાઇ ન હતી . 

                               

આ દરમ્યાનતેમની મેહુલ બૂચ સાથે પરિચય કેળવાયો જે પ્રેમમાં પરીવર્તીત થતા તેમની સાથેલગ્નના બંધનમાં બંધાયા. તેમણે કલાકાર તરીકે કારકિર્દી અપનાવી, એટલે સંસારચલાવવા અલ્પના બહેને ઓલ ઇન્ડિયા રેડિયોમાં  નોકરી સ્વીકારી . આનંદ આપતું કાર્ય હતું, વળી પાછાસપનાના તાર સંધાયા. સુખી જીવનની પરીકલ્પનાપૂરી થવા માંડી, પૈસા આવતા સવલતો ને જરુરિયાતનોવ્યાપ વધતો ગયો. પરીવારનું આયોજન રૂપેકન્યા રત્નના આગમન સાથે સપનાનો રંગ બદલાયો .સમગ્ર ધ્યાન દીકરીનાઉછેરમાં કેન્દ્રીત થયું . નવા નવા સપનાના વાવેતર થતા ગયા ,કેટલાંકતૂટ્યા કેટલાક સફળ થયા. 

                        

જિંદગીના 40 વર્ષે દીકરીપણ તેના જીવનમાં વ્યસ્ત થતા અભિનય ક્ષેત્રે આગળ વધવાનું સપનું પુરુંકરવા અંદર ધરબાયેલો કલાકારનો જીવ જાગ્રત થયો ને ઇશ્વરકૃપાથી તેમાં આગળ વધવાના પ્રયત્નો સફળથતા ગયા . સિરીયલો, ફિલ્મોમાં કામ મળવા લાગ્યું.આજે તેમની ઇચ્છાશક્તિથી સપનાની સફળતા આપણીનજર સમક્ષ છે.  ઘરની જવાબદારી સાથે કામ કરવું અઘરું છે પણ અશક્ય નથી.  જે વર્ષોઆપણે પરીવારને આપ્યા હોય તેની કદર તેના સભ્યોને હોય છે , પરિવારનાસાથથી આપણું કામ આસાન થઇ જાય છે. આપણે 60 વર્ષે પણઆપણાં સપનાં પૂરાં કરી શકીએ. આ એવો તબ્બકો છે, જેમાં આપણીસાંસારિક જવાબદારીઓ ઓછી થઇ જાય છે.નવા સપનાનું વાવેતર ને તીવ્ર ઝંખનાથી પૂરાં કરવાસમય, ધીરજ ને શ્રધ્ધા હોય તો જરુરસફળ થવાય છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. 

                                 

સપના રુપીછોડ તો જીવનમાં વણાયેલ જ હોય છે, તેની ડાળી પર કેટલાંક ફૂલ ખીલેકેટલાંક મુરઝાય પણ આશા, ઉમંગ ને શ્રધ્ધા ને ધીરજકેળવવાની જ જરુર છે જે સપનાના લક્ષ સુધી પહોંચવાજરુરી છે. 

                    

અલ્પના બહેનઆપનો ખૂબ ખૂબ આભાર પ્રેરણાદાયક વક્તવ્ય બદલ . 

   

કોકિલાબહેનને તેના પરિવારના સભ્યોનો ખૂબખૂબ આભાર 

 

 

                       —— સ્વાતિ દેસાઇ 

 

About Speaker

Alpana Buch

Actoress
Learn More

Alpana Buch

Alpana Buch is an Indian Actress. She is currently seen in the ongoing television show 'Anupamaa' on Star Plus. Alpana has been part of television shows 'Sarawati Chandra', 'Papad Pol- Shahbuddin Rathod Ki Rangeen Duniya', 'Baal Veer', 'Udaan', 'Roop - Mard Ka Naya Swaroop' and many more. She was also seen in the Gujarati movie 'Sharato Lagu'. Alpana has been active in Gujarati drama plays like Chup Raho Khush Rajo, Rupiya Ni Rani Ne Dollario Raja, Pachi Kehta Nahi K Kahyun Nohatu and many more. Alpana's fan adore her for the role she portrays and has a massive fan following on her social media.