કુંતી, માદ્રી અને ગાંધારી

Speaker:

Jayshree Marchant

March 24, 2024

March 24, 2024

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
10:30 am
CST:
9:30 am
PST:
7:30 am

About Event

Summary

મણકો #195 તા-24-3-2024 

                         

ગુજરાતી સાહિત્યફોરમ દ્વારા આયોજીત વક્તવ્યના વક્તા હતા જયશ્રી મરચન્ટ.  તેમણે મહાભારતનાત્રણ સશક્ત મહિલા કુંતી, માદ્રી ને ગાંધારીના પાત્રને ઉજાગર કરતું સુંદરવક્તવ્ય આપ્યું.

                  

રામાયણ નેમહાભારત ની કથા ની તુલના કરતા બંને વચ્ચેના મૂળભૂત તફાવત પ્રત્યે ધ્યાન દોરતા કુંતી, માદ્રી નેગાંધારી ના  પ્રારંભિક ને લગ્ન પછી હસ્તિનાપુરની રાણી તરીકેના તેમના કર્તવ્યને આર્દશની વાત કરી પૂર્વ ભૂમિકા બાંધી. 

                    

કુંતીહસ્તિનાપુરના રાજા પાંડુ સાથે સ્વયંવરમાં પરણીને મહારાણીનું પદ પામે છે.માદ્રીપાંડુ રાજાની બીજી પત્નીનો દરજ્જો મેળવે છે. પાંડુ રાજાના બીજા લગ્ન ભીષ્મ મદ્રદેશની રાજકન્યા સાથે કરાવે છે. 

માદ્રીનું પાત્રહંમેશા પુરક પાત્ર તરીકેનું જ મહાભારતમાં રહ્યું છે. તેના વિશે કંઇ ખાસ લખાયું નથી. માદ્રીએ 

કરેલા બેનિર્ણયોને કારણે તેણે તેના પાત્રને જીવંતતા બક્ષી છે. માદ્રી એ હંમેશા એકઆજ્ઞાપરાયણ ને પ્રતિવ્રતા સ્ત્રી તરીકેનું કર્તવ્ય નિભાવ્યું છે. પાંડુ રાજા બંનેપત્ની કુંતી ને માદ્રી સાથે હિમાલયની તળેટીમાં 

નિર્સગના શરણેદિવસ વ્યતીત કરતા હતા ત્યારે અજાણતામાં રતિક્રીડામાં મશગૂલ મૃગ યુગલ ને તીરથીવીંધતા ઋષિ મૃગ શ્રાપ આપે છે તું  પણ તારી પત્ની સાથે સહવાસ નહીં કરી શકે, જો સહવાસનું સુખ માણવા જઇશ તો તારુંમૃત્યું થશે.પાડું રાજા કુંતી ને માદ્રીને વાત કરે છે ને નિયોગથી પુત્ર પ્રાપ્તિમાટેની સંમતિ આપે છે. 

 

કુંતીને મંત્રસિધ્ધીથી દેવો દ્વારા સંતાન પ્રાપ્તિનું વરદાન હોય છે તેથી ત્રણ પુત્રોની માતા બનેછે. માદ્રી પણ કુંતીને વિનવણી કરતા એક મંત્ર મેળવી અશ્વિનીકુમારોનું આહવાન કરે છેજેથી જોડિયા બાળક મેળવી શકે. તેનું બાળક કુંતીના ત્રણ સંતાનથી દબાય નહીં ને એકલુંના પડે તેથી અશ્વિની કુમારોનું આહ્વાન કરી દૂરંદેશીતા બતાવે છે. પાંડુ રાજા મોહાંધ થઇ માદ્રી સાથે સંબંધ બાંધતાપાંડુના મૃત્યુ પાછળતે સતી થાય છે , જેથી તેને મહેણાં પણ સાંભળવા ના પડે ને પાંચ રાજકુમારોનેકેળવવાની અસમર્થતા બતાવી કુંતીને મનાવી લે છે.  સતી થવાનો જશ માદ્રીને ફાળેજાય છે.માદ્રી  કુંતી કરતા સ્વરુપવાન હતી, પાડુંની પ્રિયહતી ને પતિ તરફથી છેલ્લું સુખ તે પામી એટલે કુંતીની ઇર્ષા નું કારણ પણબની પણ પ્રેમમાં તેની જીતે પાત્રને મહાનતા બક્ષવામાં   માદ્રીને સફળ સ્ત્રીની હરોળમાં મૂકી શકાય . 

                                 

પાંડુ રાજાનાદેહાંત બાદ પાંચ રાજકુમારોને લઇ કુંતી હસ્તિનાપુર આવે છે. પતિ વગર સાસરામાં માત્રપુત્રોના અધિકાર માટે અનેક દુ:ખો ને પડકારો ઝીલી રાજકુમારોને યોગ્ય શિક્ષણ અપાવે છે. વિદ્યા સાથે અસ્ત્ર, શસ્ત્રમાં પણરાજકુમારો નિપુણતા મેળવે છે. કુંતી દીર્ઘદર્શિતા હતી. કૃષ્ણને પાંડવોના પક્ષમાં ભેળવવામાંસફળ થાય છે.કયારેય તેણે દુ:ખોના રોદણાંરડ્યા નથી. પાંચ ભાઈઓમાં મનમેળ રહે તેથી દ્રુપદ કન્યા દ્રૌપદીને પાંચે પુત્રોનેવરવાનો આદેશ આપે છે. ગાંધારીનો જેઠાણી તરીકે કાયમ આદર કરે છે. વિદુરની રાજનીતિના પાઠ પણ પુત્રો તેમની પાસેથીશીખે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહી. પોતાના જ્યેષ્ઠ પુત્રકર્ણના ત્યાગનું  શૂળ તેમને મૃત્યુપર્યત રહ્યું. યુધ્ધ પછી રાજમાતા તરીકેનોવૈભવ ભોગવી શકી હોત પણ પોતાના જેઠ,, ધૃતરાષ્ટ્ર નેગાંધારી સાથે વનમાં રહેવાનો વિકલ્પ પસંદ કરી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેછે.જંગલના દવમા  ત્રણે મૃત્યુ પામે છે. માદ્રીનું પુરક પાત્ર ના હોત તોમહાભારતનું યુધ્ધ ના થયું હોત 

તેવુ જયશ્રીબહેનમાને છે. કુંતી સ્વસ્થ હોવાથી સમાગમ ખાળી શકી હોત ને પાંડુને હસ્તિનાપુર લઇ આવીશકી હોત ને  રાજગાદી કાવાદાવા ને યુધ્ધ વગર મળી શકી હોત . કુંતીનું જીવન એકપ્રેરકબળ કહી શકાય. 

                           

ગાંધારી કંદહારનીરાજકુમારી અંધ ધૃતરાષ્ટ્રને પરણીને આજીવન અંધત્વ જાતે સ્વીકારે છે. લગ્ન બાદ પતિઅંધ છે તેની તેને જાણ થાય છે. તેના માતા પિતા પણ તે વાત તેનાથી છુપાવે છે એટલે કદાચ આક્રોશ વ્યક્ત કરવા આખી જીંદગી આંખે પાટા બાંધીવ્યતીત કરી. ગાંધારીને ડગલે ને પગલે અન્યાય થયો છે.હસ્તિનાપુરની ગાદીનો વારસદાર તરીકે પતિ જ્યેષ્ઠ હોવા છતા અંધત્વને કારણે હક ગુમાવે છે. મહારાણી ક્યારેય બની જ નહીં. કુંતી પહેલાં સગર્ભા થાયછે પણ બે વર્ષ સુધી પ્રસુતિકાળ આવતો નથી અંતે ગર્ભમાંરહેલા પીંડના 100 ટુકડાને માટીના હાંલ્લામાં પોષી સો પુત્રોની માતા થાયછે ને  એક પુત્રી દુ:શલા ને જન્મ આપે છે. તેના નસીબમાં પૌત્રને દોહિત્ર નેરમાડવાનું સુખ ક્યારેય પ્રાપ્ત થતું નથી. જમાઇ જયદ્રથ કૃષ્ણના હાથે હણાય છે નેપુત્રીને વિધવાના રુપમાં જોવી પડે છે. યુધ્ધમાં બધાં પુત્રોને ગુમાવનારી માતા કેટલી અભાગી ગણાય. ધૃતરાષ્ટ્ર નો વિદુરનાં દાસી થી થયેલસાવકો પુત્ર યુયુત્સુ ને પણ સહન કરવો પડ્યો. 

મહેલમાં રહીને પણસુખથી વંચિત રહી. હંમેશા ધર્મને પક્ષે રહી પણ ન્યાય તેના પાત્રને નથી મળ્યો .પુત્ર દુર્યોધનમાંઆસક્ત પતિને ક્યારેય વારી શકી નહી. યુધ્ધના પરિણામની જાણ હોવાથી પુત્રોને વિજયીભવના 

આર્શીવાદથી વંચિતરાખતા માની વેદના તો ગાંધારી જ જાણે. અંતે  તેના પુત્રોને પ્રપંચથી મારનાર કૃષ્ણને શ્રાપ આપે છે.સાચી ને સત્યપરાયણ , ધર્મમાં શ્રધ્ધા ધરાવનાર સ્ત્રીના શ્રાપ વિફળ જતા નથીતે સૌ જાણે છે.                              

મહાભારતનીરચનામાં ત્રણે સ્ત્રી પાત્રો નું યોગદાન ઘણું મોટું છે. તેમના પાત્રોને એટલો ન્યાય નથી મળ્યો પણ  તેમના વગર  મહાકાવ્યનીરચના પણ અશક્ય હોત.     

આપનો ખૂબ ખૂબઆભાર જયશ્રી બહેન સુંદર રીતે ત્રણે સ્ત્રી પાત્રોને જીવંત કરવા બદલ 

   

કોકિલા બહેન, અને પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર

 

        —    — સ્વાતિ દેસાઇ 

About Speaker

Jayshree Marchant

Writer
Learn More

Jayshree Marchant

Jayshree Merchant retired as a director of a clinical laboratory. She stays  in California and is a writer. She has been associated with Gujarati Literary Academy of North America right from its inception.

Her foray in literature writing started in early 70s. He articles and poems have appeared in prestigious Gujarati dailies. For last Thirty Five years, Jayshree’s articles,poems and essays have appeared in prestigious Gujarati Magazines and Newspapers. She  has written novels,short stories, poems, articles and Gazals.

On 1st January 2023,Jayshree was given ‘Vishva Gurjari Award’ by the eminent saint shree MorariBapu. For her poetry, she has been bestowed with famous poet Ramesh Parekh memorial award

She is also very actively involved in arrangement of workshops to promote Gujarati literature and expose the youngsters with, to various aspects of literature.

Till 2020, she was actively involved with the blog ‘Daavdanu aanganu’ (દાવડાનું આંગણું) as an editor in chief. Now she is coming up with ‘Aapanu aanganu’ blog.