ભીતર ભરપૂર

Speaker:

Jayesh Vyas

March 31, 2024

March 31, 2024

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
10:30 am
CST:
9:30 am
PST:
7:30 am

About Event

મહામૂલા જીવનમાં ધ્યેય નિશ્ચિત કરી સજગ પ્રયત્નો અને પરિશ્રમ બાદ મનગમતા ક્ષેત્રમાં શ્રેષ્ઠત્તમ સાફલ્ય અને સિદ્ધિ મળ્યા પછી પણ શું આ ક્ષણે પૂર્ણ પરિતોષ અનુભવીએ છીએ ખરા? આવો સાથે મળી મુક્ત સંવાદથી ખોલીએ  અંતરના કમાડ

Summary

મણકો# 196 તા-31-3-2024 

                               

ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વક્તવ્ય ના વક્તા હતા જયેશ વ્યાસ. તેઓ જાણીતા ટીવીકોમેન્ટ્રેટર એટલે વક્તવ્યનો પ્રવાહ પણ તેવો જ અસ્ખલિત રહ્યો  ને સર્વેનાભીતરને ઝંઝોડવામાં સફળ રહ્યા. ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા પીરસાતું વિવિધ વિષયોપર જ્ઞાન એ ગુજરાતી ભાષાની સંસ્કૃતિની માત્ર ફોરમ વિશ્વભરમાં નથી ફેલાવતું પણ સાથેસાથે ભાષાની સંસ્કૃતિને સશક્ત કરનારું શ્રેષ્ઠ માધ્યમ છે એમ તેમણે વકતવ્યની શરુઆતમાં  કરતાજણાવ્યું.  ગુજરાતી સાહિત્ય ફોરમની જ્ઞાનમાળામાં 196 મણકા પરોવાઇ ગયા છે જે તેના વિષયોની વૈવિધ્યતા દર્શાવે છેસાથે સાથે તેની જ્ઞાનગંગામાં દેશવિદેશના પ્રવાહો જોડાયા છે જે  તેની સફળતા નેસાર્થકતા છે તેમ પણ હર્ષભેર જયેશભાઇએ ટાંક્યું તેનીગુજરાતી સાહિત્ય ફોરમે નોંધ લઇ તેમનો આભાર વ્યક્ત કર્યો. 

                                  

આપણે જિંદગીનીસફરમાં જે કંઇ પ્રાપ્ત કરીએ છીએ તેના બીજનું નિરુપણ જાણે-અજાણ્યે નાનપણથી જ થયુંહોય છે. આપણાં અતલ ઉંડાણમાં જે સંસ્કાર સ્થાપિત થયા હોય છે , તેમાં માતાપિતા, પ્રકૃતિ,આસપાસની દુનિયા, વાંચન, અનુભવોના પ્રદાન હોય છે ને તેના વડે નાનકડું બંધારણ બનતુંજાય છે. આપણી ભીતરમાં નજર કરતાં સદ્દભાગીને જીવનનો ધ્યેય પ્રાપ્ત થાય છે. આપણાંજીવનનું ધ્યેય આપણી ભીતરમાં જ ધરબાયેલું હોય છે , જરુર છે માત્રવિશ્વાસ ને આત્મશ્રદ્ધા કેળવવાની. આપણી આંતરિક શક્તિ ને ઉજાગર કરવામાં જીજ્ઞાસાહોવી જરુરી છે. આપણે વિશુધ્ધ ભાવથી ઉર્જા શક્તિ મેળવાની છે, આધ્યાત્મિકતાની જરુર નથી. આપણી આંતરિક શક્તિને ઉજાગર કરીલક્ષ ને પામી સફળતા પ્રાપ્ત થાય છે. તેનો આનંદ આપણને ઉંચાઇ પર પહોંચવાનું બળ પૂરુંપાડે છે. 

                            

કોઇપણસાંપ્રદાયના પ્રભાવ વગર આપણે આપણી જાત સાથે એકરૂપ થઇ શુધ્ધ ભાવ કેળવી આપણાં સુખ માટે આપણે શું પ્રયત્નો કરવા જોઇએ તેનાઉપાયો પણ આંતરખોજથી મેળવી શકાય. જે પણ મહાત્મા ,કે દિવ્ય આત્મા, સાધુ પુરુષ થઇ ગયા તેમણે તેમના સુખ માટેઆંતર ખોજ કરી જે ઉપદેશ આપ્યા તે કદાચ આપણાં માટે શક્ય ન પણ હોય.દરેક વ્યક્તિએ પોતાના આત્મબળે જ આગળ વધવું. ઉછીનાલીધેલ ઉપદેશ કે સુખના ઉપાયો શાશ્વત નથી, સમયાંતરે બદલાતારહે. આપણાં જીવનની કેડી આપણે જ કંડારવી , ભીતરમાં પડેલગાંઠ આપણે જ સ્વબળે ખોલી મુશ્કેલી દૂર કરવી જોઇએ. આપણે આપણી અંતરયાત્રામાં જાતસાથે જોડાઇને દિવ્ય આનંદ પામી શકીએ. દરેકમાં સુષુપ્ત શક્તિ પડેલી જ હોય છે જરુર છે માત્ર ભીતર ના કમાડને સ્વબળે ખોલવાની જરુરછે. જીંદગીમાં સફળતાના ઉચ્ચતમ શિખરે  પહોંચવું એટલે  ભીતરમાં ધરબાયેલ ધ્યેયની આત્મખોજ. 

                                        

ભીતરના દર્શનકરાવવા બદલ  આપનો ખૂબ ખૂબ આભાર જયેશભાઇ.  

કોકિલા બહેન નેઆપનાં પરિવારના સભ્યોનો ખૂબ ખૂબઆભાર 

 

                             ——. સ્વાતિ દેસાઇ 

 

About Speaker

Jayesh Vyas

Writer, TV Commentator, Orator
Learn More

Jayesh Vyas

Jayesh G. Vyas is a renowned orator and prolific writer with profound insights into Indian culture, religion, social engineering, and politics, earning  him authoritative recognition. He contributed extensively to newspapers and magazines, discussing life, spirituality, and societal matters. His articles grace esteemed publications like Mirror, Business Standard, Navhetan, and Gujarat Times. A seasoned journalist, he also edits Dharmasandesh magazine.

Engaging across media, he’s participated in 2500+ live TV programs, emphasizing unity among like-minded individuals to fortify culture and progress harmoniously. Co-founding Global India for Bhartiya Vikas, he advocated India’s multifaceted development. He serves as a Board member of Dr. Babasaheb Ambedkar Open University under Gujarat’s Government, underscoring his commitment to education. A BJP spokesperson, he contributes to televised debates and formerly convened BJP Gujarat’s intellectual cell, showcasing his political involvement.

For a decade, he has delivered live commentary on Janmashtami celebrations on Doordarshan, showcasing his enduring dedication to cultural observances. In conclusion, Jayesh Vyas stands as an influential figure, contributing significantly to oratory, writing, culture, and politics for India’s advancement.