9 Jan 2022 | 09:00 PM (IST) | 04:30 PM (UK) | 11:30 AM EST (USA) | 10:30 AM CST | 08:30 AM PST

About

Speaker
Padma Bhushan Lord Bhikhu Parekh
Emeritus Professor of philosophy in the universities of Westminster and Hull In U.K Author of a dozen widely acclaimed books. Received fifteen Honorary degrees and Padmabhushan. Also received BBC"s life time achievement Award.

Pratibhav

પ્રતિભાવ

ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા આયોજિત વક્તવ્ય નો વિષય હતો ‘ બ્રિટન માં વસતા ગુજરાતીઓ અને તેમની સમસ્યા ‘ ખૂબ જ નાજૂક વિષય ની છણાવટ નું કાયે જટિલ પણ લોડે ભિખુ પારેખે બખૂબી નિભાવી પરિવાર ના સભ્યો ને માહિતગાર કર્યા.

તેમના વ્યક્તિત્વ જેવું જ દમદાર વક્તવ્ય . ભારત બ્રિટન ના આધિપત્ય હેઠળ હતો , તે અરસામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. ભારત નું સૈન્ય બ્રિટન વતી લડાઈમાં જોડાયું. ત્યારપછી ગુજરાતી બિ્ટનમાં આવવાં લાગ્યાં. બે તરફ ના પ્રવાહ દ્વારા ગુજરાતી ઓ બિ્ટન સ્થાયી થયા. એક ગુજરાત માં થી બીજો પ્રવાહ ઈસ્ટ આફ્રિકા થી, જે ઈદી અમીન ને કારણે બ્રિટન માં સ્થાયી થવા મજબૂર થયો. બંને સમુદાયના લોકો ગુજરાતી હોવા છતા તફાવત હતો.

ભારત માં થી ગયેલા એકલા આવ્યા, ભણવા માટે અથવા ફેકટરી ના કારીગર તરીકે . જયારે ઈસ્ટ આફ્રિકા થી આવેલા ધંધાર્થે , વ્યાવસાયિક ધોરણે બિ્ટનમાં સ્થાયી થવા આવ્યા.ઈસ્ટ આફ્રિકા થી આવેલા પરદેશ માં કેવી રીતે રહેવું તે બાબતે અનુભવી હતા.ઈસ્ટ આફ્રિકા માં Colonial Rulers હતા જેથી બિ્ટીશ સાથે કેવી રીતે વતેવું તેનાથી માહિતગાર હતા. રંગભેદ નો પરિચય હતો. જ્ઞાતિ ના વાડા માં માનતા ન હતા, જયારે ગુજરાત માં થી આવેલા જ્ઞાતિ ભેદ માં માનતા , તેમનું માનસ સંકુચિત હતું. બ્રિટન ના રાજકારણ થી માહિતગાર ન હતા. ઈસ્ટ આફ્રિકા થી આવેલા ને. બ્રિટન ની રાજકીય પરિસ્થિતિ નો ખ્યાલ હતો. They were Sophiscated politically.

ગુજરાતમાં થી આવેલા દાદાભાઈ નવરોજી, ભાવનગરી ને સકલાદવાલા રાજકીય ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતા હતા, તેઓ House of Commons મા ભારતીય પ્રતિનિધિ ગયા. ત્રણેય પારસી હતા,પણ રાજકીય ક્ષેત્રે અલગ વિચારધારા ધરાવતા હતા.

ગુજરાતમાં થી આવેલા લોકો ને બીઝનેસ મા રસ વધારે હતો, મુખ્યત્વે પટેલ, લુહાણા જેવી જ્ઞાતિનાં લોકો હતા. જેમનામાં સંગઠન નો અભાવ હતો. સાહિત્ય ને કલાક્ષેત્રે તેમનું માનસ સંકુચિત હતું. ધમે નું મહત્વ વધારે હતું. ખિ્સ્તી અને મુસ્લિમ સમાજ ના પ્રભાવ હેઠળ હતા.

ગુજરાતી હોવા છતાં તેમની વચ્ચે રહેલી ભિન્નતા ની વિસ્તૃત માહિતી ભીખુભાઈ આપના વક્તવ્ય થી પ્રાપ્ય થઈ.

વર્ષો થી બ્રિટન માં સ્થાયી થયેલા ગુજરાતી ઓ બે પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, રાજકીય અને સાંસ્કૃતિક.

ખૂબ જૂજ વ્યક્તિ રાજકીય ક્ષેત્રે સક્રીય થઈ, એટલે જેમને વેઠવી પડી મુશ્કેલી ઓનું નિરાકરણ થયું નહીં તેમની માંગણી ઓ વ્યાજબી હોવા છતાં, સંગઠનના અભાવે મિડિયા નો સાથ મળ્યો નહીં. તેમના ઉચ્ચ શિક્ષણ નો ઉપયોગ કેવી રીતે કરવો તેનો ખ્યાલ નહતો, તેથી voice of people બની શક્યો નહીં. ગુજરાતી પ્રજા ક્યારેય ભારત અને બ્રિટન વચ્ચે સંવાદિતા સાધી સેતુ બની શકી નહી. આને કારણે એક સંગઠન ના અભાવે રાજકીય ક્ષેત્રે ખાઈ (gap) ઉભી થઈ.

રાજકીય કરતા સાંસ્કૃતિક સમસ્યા થી પરિવારોમાં ઘણી કફોડી સ્થિતિ થઈ. ભારતીય સંસ્કારોને વરેલા માતા-પિતા ના સંતાનો નો ઉછેર વિદેશની ધરતી પર થવાથી ત્યાંના વાતાવરણ વચ્ચે પોતાની સંસ્કૃતિ માં બાળક કેવી રીતેઉછેરી શકાય તે મોટી સમસ્યા હતી. બ્રિટન ની સંસ્કૃતિ અલગ,મુકત સમાજ ને લગ્નો પણ વિદેશી સાથે થતા જેના પ્રભાવ હેઠળ બાળકોનું ઘડતર થવા લાગ્યું. બે ભિન્ન ધમે વચ્ચે લગ્નો થવાથી ભારતીય સંસ્કૃતિ તો રહી નહીં, જેનો ભોગ માતા-પિતા બન્યા. વયસ્ક બનતા બાળકો દૂર થયા ને વડીલોની જવાબદારી લેવાની ભાવના મરી પરવારી. સંયુક્ત કુટુંબ ભાવના ને સ્થાન ે વિભક્ત કુટુંબો અસ્તિત્વ માં આવ્યા. આમાં ભાષા એ પણ મુખ્ય ભાગ ભજવ્યો. યુવાન વગે માં અંગ્રેજી ભાષા નોપ્રભાવ રહ્યો, વડીલો તેમની સાથે તાલ મીલાવી શકયા નહી, બે પેઢીઓ વચ્ચે સંવાદિતા રહી નહીં, વાતચીતનુ પ્રમાણ નહિવત થઇ ગયું . યુવાવર્ગ ઘર છોડી બીજે સ્થાયી થયા

આજની. તારીખે પણ આ સમસ્યાનો સામનો ગુજરાતી પ્રજા કરી રહી છે, તેમા ગુજરાતી સાહિત્ય નું ભાવિ તો આવનારો સમય જ કહેશે.

ખૂબ જ નાજૂક વિષય પર ભીખુભાઈ આપનું વકતવ્ય અસરકારક રહ્યું. આપના વક્તવ્યે અમને વિચાર કરતા શ્રી દીધા.
ખૂબ ખૂબ આભાર

કોકિલા બહેન અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર

સ્વાતિ દેસાઈ