8 Aug 2021 | 09:00 PM (IST) | 04:30 PM (UK) | 11:30 AM EST (USA) | 10:30 AM CST (USA) | 08:30 AM PST (USA)
About
Event
અગ્નિ અને વરસાદ
Fire & Rain story from the Mahabharata which tellingly illuminates universal themes - alienation, loneliness, love, family, hatred - through the daily lives and concerns of a whole community of individuals.
About
Speaker
• M.A., Ph.D. (Gujarati), Ph.D. (Dramatics; D. Litt. (Theatre Arts)
• Professor Emeritus and an acknowledged National Scholar of Theatre Arts.
• Former Head Dept. of Dramatics and Ex-Dean, Faculty of Performing Arts, M S University, Vadodara
• Was associated with Professional Gujarati Theatre in Mumbai from 1973 to 1981. Successfully cas as lead actor in various theatre productions staged by Indian National Theatre – INT and Bahurupi, Mumbai. Brilliant academic career as Professor of Dramatics from 1982 to 2013 at MSU. Honored by Senior Fellowship at the Indian Institute of Advanced Study, Ministry of HRD at Shimla from 2014 to 2016, and Emeritus Fellowship of UGC in 2017
• Actively contributed and participated in Experimental Theatre of Gujarat as writer, actor and director from 1982. Essayed various lead roles in noted plays such as Pritran, Sumanlal T. Dave, Shatakhand, Raktabeej, Hayvadan, Sikander Sani, Agni and Varsa…….
• Conferred upon with Gaurav Puraskar by Gujarat State Sangit Natak Akademi. Invited by Sangeet Natak Akademi New Delhi as Young Theatre Director to present Sitanshu Yashchandra’s Khagras at the National Theatre Festival
• Felicitated with Best Translation Award by Sahitya Akademi, New Delhi and Gujarat Sahitya Akademi, Gandhinagar for the Gujarati Translation of Girish Karnad’s ‘The Fire and the Rain’
• Researched, Authored and Published four books in Gujarati on Bharata’s Natyashastra and three books in Gujarati on Theatre Criticism which were acknowledged and awarded by Gujarati Sahitya Parishad and Gujarat Sahitya Akademi
• Currently the president of Triveni, Vadodara – a well known cultural organization of Gujarat
Pratibhav
પ્રતિભાવ
ગુજરાત સાહિત્ય ફોરમ દ્વારા આયોજીત અગ્નિ અને વરસાદના વકતા હતા ડૉ. મહેશ.ચંપકલાલ.
ગિરીશ. કનૉડૅનું મૂળ કન્નડ ભાષા માં લિખિત નાટક ને તેના અનુવાદ આપણાં આજનાં વકતા મહેશભાઈ ચંપકલાલ.
મહાભારતના કાળ સાથે સંકળાયેલી વાત પણ તેમાં કૌરવો અને પાંડવો ના પાત્રો ની વાત કયાં ય નહી, તેવી બહુ જાણીતી નહી તેવી વાત લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય ગિરીશ. કનૉડૅ. દ્વારા થયું. તેમાણે નાટક ના પાત્રો દ્વારા વેરનો અગ્નિ અને પ્રેમની વષૉ આલેખતુ સુંદર નાટકનું સજૅન કર્યુ.
આ નાટક શુધ્ધતા ભારતીય કહી શકાય એ નાટક ની વિશેષતા મહેશભાઈ ના ધ્યાનમાં આવી ને તેના અનુવાદ નું લગભગ ખૂબ જ અઘરું કાયૅ પ્રશંસનીય રીતે પૂરું પાડ્યું.
રામાયણ એક આદશૅ જીવન ની વાતો કરતું મહાકાવ્ય છે, પણ જીવન ની વાસ્તવિક્તા આવરી લેતી વાત જે મહાભારત માં છે, તે દુનિયા ના કોઇ સાહિત્ય માં નથી.
ગિરીશ. કનૉડે નાટકના પાત્રો દ્વારા સાંપ્રત સાથે, આજના સમય સાથે સરળતાથી જોડી શકાય તેવા પ્રસંગો નું આલેખન કર્યું છે.
મહાભારત કાળમાં રાજાઓ પોતાનું આધિપત્ય જમાવવા રાજસૂયૅ યજ્ઞ કરતા. યજ્ઞ કરાવનાર રાજપુરોહિત પ્રકાંડ પંડિત હોય તેની મુખ્ય પુરોહિત તરીકે નિમણૂક થતી. રૈગ્ય મુનિઓ નો પુત્ર પરાવૅસુ એવાજ પ્રકાંડ પંડિત હતા. જયારે તેનો ભાઈ અવૉસુ ને નાચવું , ગાવું ને નાઅટકમાં ભાગ લેવો ગમે.
પરાવૅસુ એવાજ એક રાજયમાં મુખ્ય પુરોહિત તરીકે યજ્ઞ માટે સાત વરસ થી બહાર હતા. અવૉસુ નું ઘરમાં જરાય માન નહી, વળી નીચલા વર્ગ શિકારી ની દીકરી ઇતિલા સાથે લગ્ન કરવા માગતો હતો. બ્રાહ્મણ પુત્ર ને આદિવાસી કન્યા ના પ્રેમ વિવાહ ની વાત આજના સમય સાથે બખૂબી રીતે વણૅવી લેવામાં આવી છે.
આ બાજુ પરાવૅસુ વિશાખા નામની એક મુનિ ની પુત્રી ને પ્રેમ કરતો હતો, પણ વિશાખા ભારદ્વાજ મુનિ ના પુત્ર યવક્રિત ને ચાહે છે, પણ યવક્રિત જંગલમાં તપસ્યા કરી જ્ઞાન મેળવવા ઇચ્છા ધરાવતો હતો તેને અભ્યાસ કરી જ્ઞાન મેળવવું નથી તેથી વિશાખાને તરછોડી જંગલમાં તપસ્યા કરવા ચાલી જાય છે . તેથી વિશાખા ના લગ્ન પરાવૅસુ સાથે થાય છે.
આ નાટકની વિશેષતા એ છે કે ત્રિકાળ એકસાથે દશૉવ્યા છે. વતૅમાન સમયમાં પ્રેક્ષકો-- તેમાં ભૂતકાળ દશૉવાય છે ને દશ્ય બદલાય ને ભવિષ્યકાળ પણ દશૉવા ય.પરાવૅસુ પણ લગ્ન પછી રાજસૂયૅ યજ્ઞ કરવા વિશાખા ને છોડી જતો રહે છે.
તે જમાનામાં મુખ્ય પુરોહિત માટે સ્ત્રી સાહચયૅ વ્રજય ગણાતું. જે રાજ્ય માં યજ્ઞ થઇ રહ્યો હતો ત્યા દશ વષૅ થી વરસાદ નું એક ટીપું પણ પડયું નથી, ત્યા જો ઇન્દ્ર રાજા ને રીઝવવા નાટક ભજવાય તો મેઘરાજા નું આગમન થાય તેવી વાત છે હવે નટમંડળી માં અવૉસુ મુખ્ય પાત્ર તરીકે નાટક માં છે.હવે મુખ્ય પુરોહિત અનુમતિ આપે તો જ નાટક ભજવાય ને તે પરાવૅસુ છે-- તે ગૂંચવણભયૉ કોયડો નાટક માં નાટક માં સુંદર રીતે દશૉવ્યા છે.
યવક્રિત , વિશાખા અને પરાવૅસુ ના પ્રણયત્રિકોણથી ઉદ્દભવે વેરનો અગ્નિ , વળી વરસાદ માટે વિશાખા ની યજ્ઞમાં બલિ તરીકે ચઢવાની તૈયારી, પરાવૅસુ નું મૃત્યુ, અવૉસુ ને ઇતિલા વિધિની વક્રતા ને કારણે એક ન થઇ શકયા , બદલાતા પ્રસંગો મહેશભાઈ એ ખૂબ સાહજિકતાથી વણૅવ્યા. પાત્રો ની આજુબાજુ ફરતી કથા, વળી બ્રહ્મા ના ત્રણ પુત્રો માં ઇન્દ્ર ના કપટ વાત પણ વણી લેવામાં આવી છે.
યવક્રિત નું પાછું આવવું ,વિશાખા સાથે બંધાતો સબંધ તે જ સમયે પરાવૅસુ નું પણ વિશાખા માટે પાછું આવવું જે પિતા રૈગ્ય મુનિ ને ગમતું નથી. તેમની પણ વિશાખા પ્રત્યે કુદષ્ટિ હતી. આમાંથી ઉત્પન થતી વેરભાવના નેવેરના ભારેલા અગ્નિ થી પરાવૅસુ નું મૃત્યુ. વિ. પ્રસંગો નું આલેખન કર્યું છે.
વિશાખા ના પાત્ર સાથે વણાયેલી કથા જ વેરના અગ્નિ ને પ્રેમ ની વષૉ નુ કારણ , વળી તેમાં ઇતિલા નું પાત્ર પણ એટલું જ મહત્ત્વ નું. ઇતિલા પણ નાટકના અંતે ધણી ને છોડી પાછી આવે છે તે વખતે અવૉસુ ના હાથે પિતાનું મૃત્યુ . પરાકાષ્ઠા તો યજ્ઞમંડપમા લાગતી આગ ને સવૅનાશ. અંતે નવેસરથી અવની પર નિમૉણ. આંખનું મટકું પણ મારો તો ચૂકી જવાય. વકતવ્ય ને પૂરતો ન્યાય આપી શકાયો નથી. આપણું ગજુ પણ કેટલું?
ખૂબ ખૂબ આભાર મહેશભાઇ. આભાર ના શબ્દો પણ કયાંથી મેળવવા?.
આભાર કોકિલા બહેન અને તેમની ટીમનો..
સ્વાતિ. દેસાઈ.